PM આજે લાભાર્થીઓના ખાતામાં ટ્રાંસફર કરશે 700 કરોડ રૂપિયા, ચેક કરો તમારું એકાઉન્ટ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 14મી નવેમ્બર, 2021ના રોજ એટલે કે આજે બપોરે  1 વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ત્રિપુરાના 1.47 લાખથી વધુ લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના - ગ્રામીણ (PMAY-G)નો પ્રથમ હપ્તો ટ્રાન્સફર કરશે. આ પ્રસંગે લાભાર્થીઓના બેંક ખાતામાં રૂ. 700 કરોડથી વધુ રકમ સીધી જમા કરવામાં આવશે.

PM આજે લાભાર્થીઓના ખાતામાં ટ્રાંસફર કરશે 700 કરોડ રૂપિયા, ચેક કરો તમારું એકાઉન્ટ

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 14મી નવેમ્બર, 2021ના રોજ એટલે કે આજે બપોરે  1 વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ત્રિપુરાના 1.47 લાખથી વધુ લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના - ગ્રામીણ (PMAY-G)નો પ્રથમ હપ્તો ટ્રાન્સફર કરશે. આ પ્રસંગે લાભાર્થીઓના બેંક ખાતામાં રૂ. 700 કરોડથી વધુ રકમ સીધી જમા કરવામાં આવશે.

પ્રધાનમંત્રીના હસ્તક્ષેપ બાદ, ત્રિપુરાની અનોખી ભૌગોલિક-આબોહવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને, રાજ્ય માટે 'કચ્ચા' ઘરની વ્યાખ્યા ખાસ કરીને બદલવામાં આવી છે, જેના કારણે 'કુચ્ચા' મકાનોમાં રહેતા લાભાર્થીઓને આટલી મોટી સંખ્યામાં ‘પક્કા’ ઘર બાંધવામાં સહાયતા મળી શકે છે. આ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી અને ત્રિપુરાના મુખ્યમંત્રી પણ હાજર રહેશે. 

'કાચા મકાન' ની પરિભાષામાં કર્યો ફેરફાર
પીએમઓએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તક્ષેપ બાદ અને ત્રિપુરાની અનોખી ભૂ-જળવાયુ સ્થિતિને ધ્યાનમાં રાખતાં રાજ્ય માટે 'કાચા' મકાનની પરિભાષામાં વિશેષ રૂપથી ફેરફાર કરવામાં આવ્યા છે. જેથી કાચા મકાનમાં રહેતા આટલી મોટી સંખ્યામાં લાભાર્થીઓને પોતાનું ઘર 'પાકુ' કરવા માટે મદદ મળી શકે છે.  

સ્કીમનો પ્રથમ હપ્તો કરાશે ટ્રાંસફર
તમને જણાવી દઇએ કે આ કાર્યક્ર્મમાં નરેન્દ્ર મોદીની સાથે કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર પણ હાજર રહેશે. પીએમ મોદી આજે લાભાર્થીઓનો પ્રથમ હપ્તો તેમના બેંક એકાઉન્ટમાં ટ્રાંસફર કરશે. 

— ANI Digital (@ani_digital) November 14, 2021

PMAY-G ના હેઠળ મળે છે કેટલા રૂપિયા?
જાણી લો કે પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ હેઠળ પ્લેન એરિયા (જેમ કે ઉત્તર પ્રદેશ)માં રહેનાર લાભાર્થીઓને 1 લાખ 20 હજાર રૂપિયાની 100 ટકા ગ્રાન્ટ આપવામાં આવે છે. તો પહાડી વિસ્તાર જેમ કે નોર્થ-ઇસ્ટ, જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખના લાભાર્થીઓને 30 હજાર રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news