Delhi Pollution: દિલ્હીમાં ફરીથી Lockdown જેવી સ્થિતિ, સ્કૂલો બંધ, કર્મચારીઓ ઘરેથી કરશે વર્ક ફ્રોમ હોમ

દિલ્હીમાં હવે જીવવું  અધરું બની રહ્યું છે, લોકોને શ્વાસ લેવામાં ગૂંગળામણ થઈ રહી છે. દિલ્હીની હવા ઝેરીલી બની ચૂકી છે, જે સમગ્ર દેશ માટે ચિંતાનો વિષય છે.

Delhi Pollution: દિલ્હીમાં ફરીથી Lockdown જેવી સ્થિતિ, સ્કૂલો બંધ, કર્મચારીઓ ઘરેથી કરશે વર્ક ફ્રોમ હોમ

નવી દિલ્હીઃ દેશમાં હાલ એર પોલ્યુશન વધતું જાય છે, ત્યારે દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હી (Delhi)માં પ્રદૂષણ (Pollution)નો સામનો કરવા માટે દિલ્હી સરકારે ઘણાં પગલાં લીધાં છે. વાસ્તવમાં, દિલ્હી સરકારને પ્રદૂષણના મુદ્દે સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી હતી, ત્યારબાદ જ દિલ્હી સરકારે આગામી 1 અઠવાડિયા માટે શાળાઓ બંધ કરી દીધી હતી અને સરકારી કર્મચારીઓને ઘરેથી કામ કરવાની સૂચના પણ આપી હતી.

દિલ્હીમાં ફરી લોકડાઉન જેવી સ્થિતિ
દિલ્હીમાં હવે જીવવું  અધરું બની રહ્યું છે, લોકોને શ્વાસ લેવામાં ગૂંગળામણ થઈ રહી છે. દિલ્હીની હવા ઝેરીલી બની ચૂકી છે, જે સમગ્ર દેશ માટે ચિંતાનો વિષય છે. જી હા, જો તમારે દિલ્હીમાં રહેવું હોય તો તમારે તમારા ઘરમાંથી બહાર નીકળવાનું નથી. આ સાંભળવામાં અજીબ લાગશે પણ આ સત્ય છે. પ્રદૂષણના કારણે દિલ્હીમાં સ્થિતિ એટલી હદે ખરાબ થઈ ગઈ છે કે સુપ્રીમ કોર્ટે કડક નિર્દેશ આપવા પડ્યા છે. દિલ્હી સરકારે ઉતાવળમાં ઈમરજન્સી બેઠક બોલાવીને ઘણા મોટા નિર્ણયો લેવા પડ્યા હતા. હકીકતમાં, દિલ્હીની એર પોલ્યુશન પર ઠપકો આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે લોકો માસ્ક પહેરીને ઘરોમાં ફરે છે. દિલ્હીમાં લોકડાઉનની જરૂરિયાતની સાથે કોર્ટે-સ્કૂલ ખોલવા પર પણ નારાજગી વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આનાથી બાળકો પર ગંભીર અસર પડી શકે છે. તેમના ફેફસાંને નુકસાન થઈ શકે છે.

સરકારી ઓફિસના કર્મચારીઓ ઘરેથી કરશે વર્ક ફ્રોમ હોમ
દિલ્હીના પ્રદૂષણ મુદ્દે સુપ્રીમ કોર્ટના સવાલને ટાળવા માટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઈમરજન્સીમાં એક બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા, પર્યાવરણ મંત્રી ગોપાલ રાય, સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન અને દિલ્હીના મુખ્ય સચિવ પણ હાજર હતા. આ બેઠકમાં ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. જે મુજબ સોમવારથી દિલ્હીમાં શાળાઓ બંધ રહેશે. પરંતુ હા શાળાઓમાં ઓનલાઈન વર્ગો ચાલુ રહેશે. 14-17 નવેમ્બર સુધી બાંધકામ સાઇટ્સ બંધ રહેશે. તમામ સરકારી કચેરીઓ થોડા દિવસો માટે બંધ રહેશે. સરકારી કચેરીના કર્મચારીઓ ઘરેથી વર્ક ફ્રોમ હોમ કરશે. ખાનગી ઓફિસો માટે પણ ખાસ એડવાઈઝરી જાહેર કરવામાં આવશે. ઘરેથી કામ કરવા માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવશે. તેમજ લોકડાઉનના અમલીકરણ અંગે પણ વિચારણા કરવામાં આવશે.

દિલ્હીમાં વધી રહ્યું છે વાયુ પ્રદૂષણ 
વાસ્તવમાં, દિવાળી પછી દિલ્હીમાં વાયુ પ્રદૂષણ વધી રહ્યું હતું. તેમજ પરસ સળગાવવાને કારણે પરિસ્થિતિ વધુ વણસી હતી. દિલ્હીમાં AQI 500ની આસપાસ પહોંચી ગયો છે. ડૉક્ટરો પણ સતત વધતા પ્રદૂષણ અંગે ચેતવણી આપી રહ્યા છે. તબીબોના મતે વધુ પડતા પ્રદૂષણને કારણે હાર્ટ એટેકની શક્યતાઓ પણ વધી જાય છે.

આ સમગ્ર મુદ્દે રાજનીતિ પણ થઈ રહી છે. જ્યારે, દિલ્હી સરકારના નિર્ણય પર લોકોની મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે. દિલ્હીમાં આવું પહેલીવાર નથી બન્યું કે પ્રદૂષણના કારણે લોકોનું જીવન મુશ્કેલ બની ગયું હોય. દર વર્ષે દિલ્હીમાં પ્રદૂષણની કટોકટી સર્જાય છે. અમુક સમય માટે નિર્ણયો લેવામાં આવે છે અને પછી સ્થિતિ એવી જ રહે છે. દિલ્હીમાં પ્રદૂષણને સંપૂર્ણપણે રોકવા માટે હજુ સુધી કોઈ કાયમી ઉકેલ મળ્યો નથી અને તેથી જ દર વર્ષે દિલ્હી ગેસ ચેમ્બરનું નિર્માણ થતું રહે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news