વેક્સિનેશન માટે મેગા તૈયારી, 11 તારીખે તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે વાત કરશે PM મોદી

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને કહ્યું કે પહેલાં ફ્રન્ટ લાઇન વર્કરને કોરોના રસી લગાવવી પ્રાથમિકતા છે. ત્યારબાદ ભારતીય સેના અને અર્ધસૈનિકો દળોને રસી લગાવવામાં આવશે.

વેક્સિનેશન માટે મેગા તૈયારી, 11 તારીખે તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે વાત કરશે PM મોદી

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોરોનાના રસીકરણને લઇને તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરશે. પીએમ મોદી સોમવારે સાંજે 4 વાગે વીડિયો કોંન્ફ્રેંસિંગ દ્વારા મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરશે. આ પહેલાં આજે શુક્રવારે દેશના તમામ 736 જિલ્લામાં ડ્રાય રન યોજવામાં આવ્યો. 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને કહ્યું કે પહેલાં ફ્રન્ટ લાઇન વર્કરને કોરોના રસી લગાવવી પ્રાથમિકતા છે. ત્યારબાદ ભારતીય સેના અને અર્ધસૈનિકો દળોને રસી લગાવવામાં આવશે. ત્યારબાદ 50થી ઉપરના લોકોને રસી લગાવવામાં આવશે. પછી 50 વર્ષથી નીચેના લોકોને રસી લગાવવામાં આવશે. 

તમને જણાવી દઇએ કે દેશમાં કોરોનાના રસીકરણની તૈયારીઓ પૂરજોરશમાં ચાલી રહી છે. રસીકરણ કાર્યક્રમ શરૂ કરતાં પહેલાં ડ્રાય રન ચલાવવામાં આવી રહ્યો છે. 28 અને 29 ડિસેમ્બરના રોજ 4 રાજ્યોમાં બે દિવસ માટે ડ્રાય રન યોજવામા6 આવ્યો હતો. ત્યારબાદ 2 જાન્યુઆરીના રોજ તમામ રાજ્યોમાં ડ્રાય રન ચલાવવામાં આવ્યો હતો અને આજે 33 રાજ્યો (હરિયાણા, હિમાચલ પ્રદેશ અને અરૂણાચલ પ્રદેશને છોડીને) અને કેંદ્રશાસિત પ્રદેશોમાં વેક્સીનનો ફરીથી ડ્રાય રન થયો. 

સ્વાસ્થ્ય મંત્રી પણ કરી ચૂક્યા છે બેઠક
ગુરૂવારે કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો હર્ષવર્ધને રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી. રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રીઓ અને પ્રમુખ અધિકારીઓ સાથે બેઠકમાં હર્ષવર્ધને વેક્સીનના વિરૂદ્ધ ફેલાવવામાં આવી રહેલા દુષ્પ્રચાર પર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે રસીકરણની તૈયારીઓને ધક્કો લાગી શકે છે. 

આગામી અઠવાડિયાથી શરૂ થઇ શકે છે રસીકરણ
દેશમાં રસીકરણ કાર્યક્રમ આગામી અઠવાડિયેથી શરૂ થઇ શકે છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી મંગળવારે જણાવ્યું હતું કે કોરોનાવેક્સીનને મંજૂરી મળ્યા બાદ રસીકરણનો કાર્યક્રમ 10 દિવસ બાદ શરૂ થઇ શકે છે. કોરોના વેક્સીનના ઇમરજન્સી ઉપયોગને લઇને DCGI એ 3 જાન્યુઆરી (રવિવાર)ના રોજ પોતાની મંજૂરી આપી દીધી હતી. આ પ્રમાણે 13 અથવા 14 જાન્યુઆરીના રોજ વેક્સીનેશનનો કાર્યક્રમ શરૂ થઇ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news