PM Modi: ગુરૂવારે PM મોદી દેશને આપશે મોટી ભેટ, 35 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મળશે 35 PSA ઓક્સીજન પ્લાન્ટ
પીએમ મોદી આ ઓક્સીજન PSA પ્લાન્ટને ગુરૂવારે સવારે 11 કલાકે ઉત્તરાખંડની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) ઋુષિકેશમાં આયોજીત થનારા એક કાર્યક્રમમાં સમર્પિત કરશે.
Trending Photos
નવી દિલ્હીઃ PM Narendra Modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરૂવારે 35 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને ભેટ આપશે. તેઓ પીએમ કેયર્સ હેઠળ સ્થાપિત 35 પીએસએ (Pressure swing adsorption) ઓક્સીજન પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે. પીએમ મોદી આ ઓક્સીજન PSA પ્લાન્ટને ગુરૂવારે સવારે 11 કલાકે ઉત્તરાખંડની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) ઋુષિકેશમાં આયોજીત થનારા એક કાર્યક્રમમાં સમર્પિત કરશે. તેનાથી દેશના બધા જિલ્લામાં હવે પીએસએ ઓક્સીજન પ્લાન્ટ શરૂ થઈ જશે. આ તકે તેઓ એક સભાને પણ સંબોધિત કરશે.
દેશમાં અત્યાર સુધી લાગ્યા 1224 PSA પ્લાન્ટ
અત્યાર સુધી દેશમાં કુલ 1224 પીએસએ ઓક્સીજન પ્લાન્ટને પીએમ કેયર્સ હેઠળ ફન્ડિંગ કરવામાં આવ્યા છે, જેમાં 1100થી વધુ પ્લાન્ટ્સ શરૂ થઈ ગયા છે. તેમાં દરરોજ 1750 મેટ્રિક ટનથી વધુ ઓક્સીજનનું ઉત્પાદન થાય છે. આ કોવિડ-19 મહામારી શરૂ થયા બાદ દેશમાં મેડિકલ ઓક્સીજન પ્રોડક્શનની ક્ષમતાને વધારવા માટે સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા પોઝિટિવ ઉપાયોનું પ્રમાણ છે.
દેશના દરેક જિલ્લામાં એક પીએસએ ઓક્સીજન પ્લાન્ટ શરૂ કરવાની પરિયોજનાને પહાડી ક્ષેત્રો, દ્વીપો અને અંતરિયાળ વિસ્તારોના જટિલ પડકારનો સામનો કરવાનો ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવી હતી. 7 હજારથી વધુ કર્મીઓને ટ્રેનિંગ આપી આ પ્લાન્ટની ઓપરેશન અને દેખરેખ પણ નક્કી કરવામાં આવી છે. તેઓ એક શક્તિશાળી વેબ પોર્ટલ મારફતે તેમની કામગીરી અને સમાપ્તિની ત્વરિત દેખરેખ માટે એમ્બેડેડ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT) ઉપકરણ સાથે છે. આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા સાથે ઉત્તરાખંડના રાજ્યપાલ અને મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેશે.
આ પણ વાંચોઃ લખીમપુર ખીરી હિંસાના વિરોધમાં 11 ઓક્ટોબરે મહારાષ્ટ્ર બંધ કરશે શિવસેના, કોંગ્રેસ અને એનસીપી
દેશમાં રસીકરણની રેકોર્ડ સંખ્યા
ભારતનું કોવિડ -19 રસીકરણ કવરેજ આજે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરીને 92.17 કરોડને પાર કરી ગયું છે. દરમિયાન, છેલ્લા 24 કલાકમાં 18,833 નવા કેસ નોંધાયા છે. સક્રિય કેસો કુલ કેસોમાં 1 ટકાથી ઓછા છે, જે હાલમાં 0.73 ટકા છે, જે માર્ચ 2020 પછી સૌથી ઓછા છે.
રિકવરી રેટમાં સુધારો
દેશમાં હાલમાં 2,46,687 સક્રિય કેસ છે જે 203 દિવસમાં સૌથી ઓછા છે. હાલમાં, રિકવરી રેટ 97.94 ટકા છે, જે માર્ચ 2020 પછી સૌથી વધુ છે. છેલ્લા 24 કલાક દરમિયાન 24,770 દર્દીઓ સાજા થયા છે. દેશભરમાં અત્યાર સુધીમાં કુલ 3,31,75,656 દર્દીઓ સાજા થયા છે. સાપ્તાહિક હકારાત્મકતા દર હાલમાં 1.68 ટકા છે જે છેલ્લા 103 દિવસો માટે 3 ટકાથી ઓછો છે. દૈનિક સકારાત્મકતા દર 1.34 ટકા છે, જે છેલ્લા 37 દિવસથી 3 ટકાથી ઓછો છે. અત્યાર સુધીમાં, કોરોનાના કુલ 57.68 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે