#DeshKaZee: Invesco મામલામાં સુભાષ ચંદ્રાનું સૌથી મોટું ઇન્ટરવ્યૂ, જુઓ આજે રાત્રે ZEE 24 Kalak પર

ઝી ન્યૂઝના એડિટર ઇન ચીફ સુધીર ચૌધરીની સાથે  ZEE ફાઉન્ડર ડો. સુભાષ ચંદ્રાનું સૌથી મોટું ઈન્ટરવ્યૂ તમે આજે રાત્રે પ્રાઇમ ટાઇમ શો  DNA- Daily news analysis પર 9 કલાકે જોઈ શકો છો. 
 

#DeshKaZee: Invesco મામલામાં સુભાષ ચંદ્રાનું સૌથી મોટું ઇન્ટરવ્યૂ, જુઓ આજે રાત્રે ZEE 24 Kalak પર

ZEEL-Invesco Matter: ઝી એન્ટરટેઈનમેન્ટ  (ZEEL) ની સાથે સોની પિક્ચર્સ (SPNI) ના મર્જરની જાહેરાત બાદ ઇન્વેસ્કો ડીલમાં અવરોધક બની રહ્યું છે. ઇન્વેસ્કો હજુ પણ ઝી એન્ટરટેઈનમેન્ટ બોર્ડને બદલવાની જીદ કરી રહ્યું છે. મહત્વનું છે કે  ZEEL એ SONY ની સાથે ડીલનોપ્લાન શેરધારકો સામે રજૂ કરી દીધો છે. ઇન્ડસ્ટ્રીની સામે પણ ક્લેરિટી છે. તો ઇન્વેસ્કોના ઇરાદા પર સતત સવાલ ઉઠી રહ્યાં છે. તેની પાછળ કોનો હાથ છે? તે સવાલથી ઇન્વેસ્કો કેમ ભાગી રહ્યું છે? શું ચીનથી તેને મદદ મળી રહી છે? ચીન  ZEEL વિરુદ્ધ ષડયંત્ર કેમ કરી રહ્યું છે? શું કોઈ કોર્પોરેટ હાઉસના ઈશારે બધુ થઈ રહ્યું છે?

આ બધા સવાલોના જવાબ દેશની જનતા પણ ઈચ્છે છે. કંપનીના શેરહોલ્ડર પણ જાણવા ઈચ્છે છે. આ બધા સવાલોના જવાબને લઈને ZEEL ના ફાઉન્ડર ડો. સુભાષ ચંદ્રાનું સૌથી મોટુ ઈન્ટરવ્યૂ આજે રાત્રે ZEE 24 Kalak સહિત ઝી મીડિયાના બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક સાથે પ્રસારિત કરવામાં આવશે. 

ZEEL-Sony સોદાને અવરોધિત કરવા ઈચ્છે છે ઇન્વેસ્કો 
આ પહેલા એક વીડિયો નિવેદનમાં ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઇઝના ફાઉન્ડર ડો. સુભાષ ચંદ્રાએ કેટલીક મીડિયા સંસ્થાઓને જવાબ આપતા કહ્યુ હતુ કે સવાલ ZEEL ને પૂછવાની જગ્યાએ ઇન્વેસ્કોને કરવો જોઈએ. કારણ કે ઇન્વેસ્કોએ આ મામલામાં કોઈ પારદર્શિતા અપનાવી નથી. તો ZEEL-Sony ડીલમાં અવરોધિત થવાનો પ્રયાસ કરી રહી છે. ડો સુભાષ ચંદ્રાએ કહ્યુ કે, ઇન્વેસ્કો આ મામલામાં બધા શેરધારકોને જણાવે કે તે વોર્ડમાં ફેરફાર કેમ કરવા ઈચ્છે છે. તે કોના ઈશારે કામ કરી રહ્યું છે. મહત્વનું છે કે આ મામલામાં ચીનની દખલ જોવા મળી રહી છે. 

ZEE ની મુહિમ સાથે જોડાવ
ZEE એ આ મામલામાં એક મુહિમ શરૂ કરી છે. #DeshKaZee ની સાથે જોડાયને તમે પણ દેશની પ્રથમ અને ભારતીય ચેનલનું સમર્થન કરી શકો છો. મહત્વનું છે કે ZEE ના સપોર્ટમાં બોલીવુડના દિગ્ગજ નિર્માતા-ડાયરેક્ટરે પણ ટ્વીટ કર્યા છે. તેમાં સુભાષ ઘઈ, સતીશ કૌશિક, બોની કપૂર, મધુર ભંડારકર જેવા મોટા નામ સામેલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news