સમગ્ર દુનિયા માટે ચેતવણી! જાણો રશિયાના રાષ્ટ્રપતિ પુતિને PM મોદીને કર્યો ફોન, આ મુદ્દા પર થઈ વાતચીત

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન 6 ડિસેમ્બરના રોજ ભારત-રશિયા શિખર સંમેલનમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચ્યા હતા. પુતિને પોતાના આ પ્રવાસમાં ભારતને એક મિત્ર દેશ ગણાવ્યો હતો. 

સમગ્ર દુનિયા માટે ચેતવણી! જાણો રશિયાના રાષ્ટ્રપતિ પુતિને PM મોદીને કર્યો ફોન, આ મુદ્દા પર થઈ વાતચીત

નવી દિલ્હી: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન 6 ડિસેમ્બરના રોજ ભારત-રશિયા શિખર સંમેલનમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચ્યા હતા. પુતિને પોતાના આ પ્રવાસમાં ભારતને એક મિત્ર દેશ ગણાવ્યો હતો. 

Asia Pacific Region પર વિચારોનું આદાન પ્રદાન
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ટેલિફોન પર વાતચીત કરી અને એશિયા પ્રશાંત વિસ્તાર(Asia Pacific Region) માં સ્થિતિ પર વિચારોનું આદાન પ્રદાન કર્યું. એક રશિયાના અધિકારીએ આ જાણકારી આપી. હિન્દ પ્રશાંત વિસ્તારને હંમેશા એશિયા-પ્રશાંત ક્ષેત્રના નામે ઓળખવામાં આવે છે. 

રશિયાના અધિકારીએ આપી જાણકારી
રશિયાના અધિકારીએ કહ્યું કે બંને નેતાઓએ 6 ડિસેમ્બરના રોજ પુતિનના ભારત પ્રવાસ દરમિયાન અંતિમ સ્વરૂપ અપાયેલી સમજૂતિઓને લાગૂ કરવાના વ્યવહારિક પહેલુઓ પર ચર્ચા કરી. અધિકારીએ કહ્યું કે પુતિને છ ડિસેમ્બરના રોજ નવી દિલ્હીની ઉચ્ચ સ્તરની યાત્રા દરમિયાન રશિયન શિષ્ટમંડળના આતિથ્ય સત્કાર બદલ નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો છે. 

વિશેષ રણનીતિક ભાગીદારીનો ઈરાદો
તેમણે કહ્યું કે 'તેમણે વાતચીત દરમિયાન થયેલી સમજૂતિઓના અમલીકરણ(implementation) ના વ્યવહારિક પહેલુંઓ પર ચર્ચા કરી તથા રશિયા અને ભારત વચ્ચે વિશેષ રણનીતિક ભાગીદારીના વધુ મલ્ટીડાઈમેન્શનલ વિકાસ માટે પરસ્પર ઈરાદા સ્પષ્ટ કર્યા.' અત્રે જણાવવાનું કે પુતિનના ભારત પ્રવાસ દરમિયાન દ્વિપક્ષીય સંબંધોને વધુ વિસ્તારિત કરવા માટે 28 સમજૂતિઓ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. 

(ઈનપુટ-ભાષા)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news