India Global Week: ઈતિહાસ દર્શાવે છે કે ભારતે દરેક પડકારને પાર પાડ્યો છે- પીએમ મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે ઈન્ડિયા ગ્લોબલ વીક (India Global Week) ને સંબોધન કર્યું. પીએમ મોદીએ કહ્યું કે ભારત એવા ટેલેન્ટ પાવરનું હબ છે કે જે દુનિયામાં પોતાની પહોંચ દેખાડવા ઈચ્છે છે. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કોરોના વયારસ સંકટ અને અર્થવ્યવસ્થાને લઈને સર્જાયેલા પડકારો પર વાત કરી. આ સાથે જ રોકાણકારોને ભારતમાં રોકાણ કરવા જણાવ્યું. 

India Global Week: ઈતિહાસ દર્શાવે છે કે ભારતે દરેક પડકારને પાર પાડ્યો છે- પીએમ મોદી

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે ઈન્ડિયા ગ્લોબલ વીકને સંબોધન કર્યું. પીએમ મોદીએ કહ્યું કે ભારત એવા ટેલેન્ટ પાવરનું હબ છે કે જે દુનિયામાં પોતાની પહોંચ દેખાડવા ઈચ્છે છે. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કોરોના વયારસ સંકટ અને અર્થવ્યવસ્થાને લઈને સર્જાયેલા પડકારો પર વાત કરી. આ સાથે જ રોકાણકારોને ભારતમાં રોકાણ કરવા જણાવ્યું. તેમણે કહ્યું કે ઈતિહાસ દર્શાવે છે કે ભારતે દરેક પડકારને પાર પાડ્યો છે. પછી તે સામાજિક હોય કે આર્થિક. 

પીએમ મોદીએ કહ્યું કે સોશિયલ સમસ્યાઓ હોય કે પછી આર્થિક મુશ્કેલીઓ...ભારતે હંમેશા આગળ વધીને કામ કર્યું છે. આજે ભારત કોરોના વાયરસ સામે લડત લડી રહ્યું છે. આ સાથે જ અમે અર્થવ્યવસ્થાના સ્વાસ્થ્ય ઉપર પણ નજર રાખી રહ્યાં છીએ. 

— ANI (@ANI) July 9, 2020

પીએમ મોદીએ કહ્યું કે વૈશ્વિક સમૃદ્ધિ અને અચ્છાઈ માટે ભારત દરેક પગલું ભરવા તૈયાર છે. આ એ ભારત છે જે ટ્રાન્સફોર્મ, પરફોર્મમાં વિશ્વાસ ધરાવે છે. 

સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે અમારી સરકારે છેલ્લા 6 વર્ષમાં અનેક એવા નિર્ણયો લીધા કે જેનાથી આગળ સરળતા થઈ શકે. જીએસટી સહિત અનેક મોટા નિર્ણયો તેનું ઉદાહરણ છે. કોરોના સંકટ વચ્ચે અમે સામાન્ય માણસને મદદ કરવાની કોશિશ કરી. હવે અર્થવ્યવસ્થાને વધુ સરળ બનાવવામાં આવી રહી છે. 

પ્રધાનમંત્રીએ કહ્યું કે અમે રિલીફ પેકેજની જાહેરાત કરી. જેના દ્વારા અમે સીધા ગરીબોના ખાતામાં પૈસા નાખીએ છીએ. સરકાર તરફથી ગરીબોને ભોજન અપાઈ રહ્યું છે. હવે અનલોકના સમયમાં અમે મજૂરોને રોજગાર આપવાનું કામ કર્યું છે. તેનાથી રોજગાર પણ મળશે અને ગામડાઓમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ બનશે. 

જુઓ LIVE TV

ઈન્ડિયન ગ્લોબલ વીકમાં પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં જે દવાઓ બની રહી છે તે દુનિયાની જરૂરિયાતોને પૂરી કરી રહી છે. આપણા દેશમાં કોરોના વાયરસની રસી પણ બનાવવામાં આવી રહી છે. વેક્સિન બનાવવામાં ભારતની મહત્વની ભૂમિકા રહેવાની છે. આજે દેશ આત્મનિર્ભર ભારત તરફ આગળ વધી રહ્યો છે. 

— ANI (@ANI) July 9, 2020

અત્રે જણાવવાનું કે ત્રણ દિવસની આ વર્ચ્યુઅલ કોન્ફરરન્સની થીમ 'બી ધ રિવાઈવલ: ઈન્ડિયા એન્ડ એ બેટર ન્યૂ વર્લ્ડ' છે. ઈન્ડિયા ગ્લોબલ વીક 2020માં 30 દેશોના 5000 લોકો ભાગ લઈ રહ્યાં છે. ઈન્ડિયા ગ્લોબલ વીક 2020માં ગ્લોબલ સ્પીકર 75 સેશન કરશે. બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સ પણ તેનો ભાગ બનશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news