PM મોદી ટ્વીટર પર બીજા સૌથી પ્રભાવશાળી વિશ્વ નેતા, ટ્રમ્પ ટોપ પર

1.1 કરોડથી વધુ ફોલોઅર્સની સાથે ભારતીય વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ ન માત્ર વિશ્વની સૌથી વધુ ફોલો થનારી મહિલા વિશ્વ નેતા છે.

PM મોદી ટ્વીટર પર બીજા સૌથી પ્રભાવશાળી વિશ્વ નેતા, ટ્રમ્પ ટોપ પર

નવી દિલ્હીઃ પોતાના વ્યક્તિગત ટ્વીટર એકાઉન્ટ પર 4.2 કરોડ ફોલોઅર્સની સાથે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી માત્ર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (5.2 કરોડ) અને પોપ ફ્રાન્સિસ (4.7 કરોડ)થી પાછળ છે, પરંતુ માઇક્રોબ્લોગિંગ સાઇટ પર પ્રભાવના મામલામાં તે બીજા સૌથી મહત્વપૂર્ણ વિશ્વ નેતા છે. એક ગ્લોબલ સ્ટડીમાં આ જાણકારી આપવામાં આવી છે. 

1.1 કરોડથી વધુ ફોલોઅર્સની સાથે ભારતીય વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ ન માત્ર વિશ્વની સૌથી વધુ ફોલો થનારી મહિલા વિશ્વ નેતા છે, પરંતુ વિશ્વમાં સૌથી વધુ ફોલો થનારા વિદેશ પ્રધાન પણ છે. ગ્લોબલ કમ્યુનિકેશન એજન્સી બીસીડબલ્યૂના 2018 ટ્વિપ્લોમેસી અભિયાસમાં આ જાણકારી આપવામાં આવી છે. 

આ અભ્યાસમાં 951 ટ્વીટર એકાઉન્ટની ગતિવિધિઓનો અભિયાન કરવામાં આવ્યો. જેમાં સરકારના પ્રમુખ અને વિદેશ પ્રધાન સામેલ હતા. આ અભ્યાસ ક્રાઉડટેંગલ ડોટ કોમના એગ્રીગેટ આંકડાના માધ્યમથી કરવામાં આવ્યો, જે એક કન્ટેન્ટ ડિસ્કવરી અને સોશિયલ મોનિટરિંગ પ્લેટફોર્મ છે. 

મોદીના જ્યાં વર્તમાનમાં ટ્વીટર પર 4.34 કરોડ ફોલોઅર્સ છે. તો ટ્રમ્પના 5.34 કરોડ અને સ્વરાજના 1.18 કરોડ ફોલોઅર્સ છે. ટ્રમ્પ 2017ના ઓક્ટોબરમાં પોપ ફ્રાન્સિસને પછાડતા વિશ્વમાં સૌથી વધુ ફોલોવ થનારા વિશ્વ નેતા બન્યા હતા. તેમના 9 ભાષાઓમાં ટ્વીટર એકાઉન્ટ છે, જેના કુલ 4.7 કરોડ ફોલોઅર્સ છે. 

ટ્રમ્પ દ્વારા 2017માં 20 જાન્યુઆરીએ પદભાર સંભાળ્યા બાદથી તેમના ફોલોઅર્સની સંખ્યા બમણી થઈ છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું કે, અમેરિકી રાષ્ટ્રપતિના ટ્વીટ પર છેલ્લા 12 મહિનામાં સરેરાશ 26.7 કરોડ ઇન્ટરેક્શન (લાઇક્સ અને રિટ્વીટ્સ) થયા. આ મોદીના ટ્વીટની તુલનામાં પાંચ ગણા વધારે છે, જેના 5.2 કરોડ ઇન્ટરેક્શન થયા, જ્યારે પોપ ફ્રાન્સિસના ટ્વીટના 2.2 ઇન્ટરેક્શન નોંધાયા છે. 

 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news