અફઘાનિસ્તાન સંકટ પર PM મોદીએ કરી બેઠક, કહ્યું- ભારત આવતા લઘુમતીઓને શરણ આપો

અફઘાનિસ્તાનમાં (Afghanistan) હાલની પરિસ્થિતિને જોતા પીએમ આવાસ પર આજે મોટી બેઠક યોજી હતી. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત ભારત પરત લાવવાના આદેશ આપ્યા છે

અફઘાનિસ્તાન સંકટ પર PM મોદીએ કરી બેઠક, કહ્યું- ભારત આવતા લઘુમતીઓને શરણ આપો

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં (Afghanistan) હાલની પરિસ્થિતિને જોતા પીએમ આવાસ પર આજે મોટી બેઠક યોજી હતી. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત ભારત પરત લાવવાના આદેશ આપ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પીએમ મોદીએ (PM Modi) કહ્યું કે, ભારત આવતા દરેક લઘુમતીઓની મદદ કરશે. પ્રધાનમંત્રીની આગેવાનીમાં યોજાયેલી બેઠકમાં ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah), સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh) અને એનએસએ અજિત ડોભાલ (Ajit Doval) હાજર રહ્યા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રધાનમંત્રી (PM Modi) બેઠકમાં તમામ સંબંધિત અધિકારીઓને આવનારા દિવસમાં અફઘાનિસ્તાનથી (Afghanistan) ભારતીય નાગરિકોને (Indian Citizens) સુરક્ષિત બહાર કાઢવા માટે તમામ જરૂરી ઉપાયો કરવાના આદેશ આપ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રધાનમંત્રી મોદીએ (PM Modi) એમ પણ કહ્યું કે, ભારતે ના માત્ર પોતાના નાગરિકોની રક્ષા કરવી જોઇએ, પરંતુ આપણે તે શીખ અને હિન્દુ લઘુમતીઓને પણ શરણ આપવી જોઇએ જે ભારત આવવા ઇચ્છે છે અને આપણે દરેક સંભવ મદદ પણ કરવી જોઇએ. મદદ માટે ભારત તરફ જોઇ રહેલા આપણા અફઘાન ભાઈઓ અને બહેનોની મદદ કરવામાં આવે.

બેઠકમાં પીએમ મોદીના પ્રધાન સચિવ ડોક્ટર પીકે મિશ્રા, એનએસએ અજિત ડોભાલ અને કેબિનેટ સચિવ રાજીવ ગૌબા સહિત ઘણા વિરષ્ઠ અધિકારીઓ સામેલ થયા હતા. માનવામાં આવી રહ્યું છે કે, બેઠકમાં વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા અને રાજદુત રુદ્રેન્ટ્ર ટંડન પણ હાજર હતા. રાજદુત ટંડન કાબુલથી આવતી ફ્લાઈટમાં આજે જામનગર ખાતે ઉતર્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news