JIO કંપની ટાવર નાખવાને બદલે આપી રહી છે લાખો રૂપિયા ભાડું, અનેક ખેડૂતોના ખીસ્સા ખાલી
Trending Photos
જયેન્દ્ર ભોઇ/ગોધરા : ખાનગી કંપનીના મોબાઇલ ટાવર ખેતરમાં ઉભો કરવાની લાલચ આપી ખેડૂતો સાથે ચીટિંગ કરતી દિલ્હીની ગેંગના પાંચ આરોપીઓને ગોધરા સાયબર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધા છે. ભેજાબાજોની મોડેસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો છે. જામતારાની જેમ હવે દિલ્હીની ગેંગ ઓનલાઇન છેતરપીંડી કરવામાં માહેર છે. આ ગેંગના એક પછી એક તરકટમાં લોકો ફસાતા જઈ રહ્યા છે. ખાસ કરી આ ગેંગ આદિવાસી વિસ્તારના અને તેમાંય પંચમહાલ દાહોદ વિસ્તારના લોકોને વધુ નિશાન બનાવતી હોય છે.
થોડા દિવસ પહેલા બનેલ એક ઓનલાઇન છેતરપીંડીની ઘટના પણ આવી જ ચોંકાવનારી છે. જ્યાં જીઓ કંપનીના મોબાઇલ ટાવર ખેતરમાં ઉભો કરવાની લાલચ આપી ખેડૂતો સાથે ચીટિંગ કરતી દિલ્હીની ગેંગના પાંચ આરોપીઓને ગોધરા સાયબર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધા છે. ભેજાબાઝોની મોડેસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો છે. ભેજાબાઝો ખેડૂતોના મોબાઈલ ફોન વડે સંપર્ક કરી પ્રોસેસ ફી નામે અલગ-અલગ બેંક એકાઉન્ટોમાં નાણાં ટ્રાન્સફર કરાવતા હતા. જીઓ કંપની, ટેલિફોન ઓથોરિટી તેમજ અમેરિકન બેંકના ખોટા ડોક્યુમેન્ટ બનાવી ખેડૂતોને છેતરતા હતા.
પંચમહાલ જિલ્લાના બે ખેડૂતો સાથે છેતરપિંડી કરી ૬.૪૫ લાખ ઓનલાઈન અલગ અલગ બેન્કના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. છેતરપીંડીનો ભોગ બનેલા ખેડૂતોએ ગોધરા સાયબર ક્રાઈમ બ્રાન્ચ અને દામાવાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે આધારે સાયબર ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ જે.એન.પરમાર અને ટીમે બેન્ક એકાઉન્ટ અને અન્ય ટેક્નિકલ સર્વેલન્સ કરી દિલ્હી જઈ ચીટીંગ કરનાર દિલ્હી ગેંગના કુલ- ૫ આરોપીને ઝડપી લેવામાં સફળતા મેળવી છે. પોલીસે આરોપીઓ પાસેથી ૪.૪૫ લાખ રૂપિયા રોકડા રીકવર કરી પાંચ મોબાઈલ કબ્જે લીધા છે.
પંચમહાલ સાયબર ક્રાઈમ બ્રાન્ચે જિલ્લામાં મોબાઈલ ટાવર નાંખવા મુદ્દે થયેલી છેતરપિંડીના નોંધાયેલા બે ગુનાનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે આરોપીઓ દ્વારા અન્ય ગુના આચરવામાં આવ્યા છે કે, કેમ જેની તપાસ માટે રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ શરૂ કરી છે. સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અન્ય કોઈ વ્યક્તિ આ પ્રકારની છેતરપિંડીનો ભોગ બન્યા હોય તેઓને પોલીસ મથકે સંપર્ક કરવા જણાવ્યું છે.છેતરપિંડી કરતી ગેંગના અન્ય ચાર આરોપીને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.
પોલીસ દ્વારા ઝડપી પડાયેલા આરોપીઓ...
(૧) નવક્રમસસંહ અનહવરણસસિંહ (ઉ.વ. ૨૬, ધંધો- લાઇટીંગ તથા જનરેટર, રહે.એ- ૯/૯૯, રામા નવહાર, કરાલા ગામ, ઉત્તર- પનશ્રમ દિલ્હી )
(૨) સચીન શ્રીરામપ્રસા ર્માગ, (ઉ.વ. ૪૫, ધંધો- ટેન્ટ અને ડી.જે., રહે.૫૯- સી, રાજીવનગર, EXT બેગમપુર, ન્યુ દિલ્હી)
(૩) સાહીલ નવરેન્રર, (ઉ.વ.૨૨, ધંધો-બેંક રીકવરી, રહે. મકાન નં- ૧૪૦, એમ.સી.ડી. ફલેટ, ફસ્ટ ફલોર, જહાંગીરપુરી, ન્યુ દિલ્હી
(૪) નનતેર્કુમાર બલજીતસસંહ, ઉ.વ. ૨૮, ધંધો- સફાઇ કામિાર, રહે. મકાન નં. ૫૬૭, એમ.સી.ડી. ફલેટ, જહાંગીરપુરી, ન્યુ દિલ્હી.
(૫) રાહુલકુમાર પ્રદિપકુમાર બસીન, ઉ.વ. ૩૪, ધંધો- ટેક્ષી ડ્રાઇવર, રહે. એ.૨- ૩૯, ડી.ડી.એ. કોલોની, ચોખંડી, તીલકનગર, ન્યુ દિલ્હીનો સમાવેશ થાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે