Noida International Airport: PM મોદીએ એશિયાના સૌથી મોટા એરપોર્ટનો કર્યો શિલાન્યાસ, જણાવ્યો શું છે માસ્ટરપ્લાન
Noida International Airport: પીએમ મોદીએ જેવરમાં એશિયાના સોથી મોટા અને વિશ્વના ચોથા સૌથી મોટા એરપોર્ટનો શિલાન્યાસ કર્યો.
Trending Photos
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે જેવરમાં એશિયાના સોથી મોટા અને વિશ્વના ચોથા સૌથી મોટા એરપોર્ટ (Noida International Airport) નો શિલાન્યાસ કર્યો. શિલાન્યાસ કર્યા બાદ તેમણે જનસભા પણ સંબોધી. પીએમ મોદીએ કહ્યું કે આજે નોઈડા એરપોર્ટનો શિલાન્યાસ થયો. અમારી રાષ્ટ્રસેવાની નીતિ સામે કેટલાક રાજકીય પક્ષોની સ્વાર્થનીતિ ચાલી શકતી નથી. ડબલ એન્જિનની સરકારથી યુપીનો ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. અત્રે જણાવવાનું કે પીએમ મોદીના આ પ્રવાસ સાથે બે ખાસ વાતો જોડાયેલી છે. એક તો એ કે જલદી યુપીમાં વિધાનસભા ચૂંટણી થવા જઈ રહી છે અને બીજી છે ત્રણ કૃષિ કાયદાની વાપસીની જાહેરાત બાદ પીએમ મોદીનો આ પહેલો યુપી પ્રવાસ હતો.
પીએમ મોદીએ કર્યો જેવર એરપોર્ટનો શિલાન્યાસ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વના ચોથા અને એશિયાના સૌથી મોટા નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ (Noida International Airport) નો શિલાન્યાસ કર્યો. ત્યારબાદ જનસભાને સંબોધશે. આ એરપોર્ટ એશિયાનું સૌથી મોટું એરપોર્ટ અને ફર્સ્ટ નેટ ઝીરો એમિશન એરપોર્ટ હશે એટલે કે સંપૂર્ણ રીતે પ્રદૂષણમુક્ત.
#WATCH | PM Narendra Modi lays foundation stone of Noida International Airport, Jewar in Gautam Buddh Nagar
(Source: DD) pic.twitter.com/M1EnwoCWdC
— ANI UP (@ANINewsUP) November 25, 2021
શિલાન્યાસ કર્યા બાદ જનમેદનીને સંબોધન
પીએમ મોદીએ એરપોર્ટનો શિલાન્યાસ કર્યા બાદ જનમેદનીને સંબોધન કરી રહ્યા છે. તેમણે કહ્યું કે તમને બધાને, દેશના તમામ લોકોને ઉત્તર પ્રદેશના ભાઈ બહેનોને નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટની ખુબ ખુબ શુભેચ્છાઓ. તેનો મોટો લાભ દિલ્હી-એનસીઆર અને પશ્ચિમ યુપીના કરોડો લોકોને થશે. નોઈડા એરપોર્ટ કનેક્ટિવિટીની દ્રષ્ટિએ પણ એક ઉત્તમ મોડલ સાબિત થશે. અહીં આવવા જવા માટે ટેક્સીથી લઈને મેટ્રો અને રેલ એમ દરેક પ્રકારની કનેક્ટિવિટી રહેશે.
એગ્રીકલ્ચર સેક્ટરમાં પણ પશ્ચિમ યુપીની મહત્વની ભાગીદારી
પીએમ મોદીએ કહ્યું કે અહીં અલીગઢ, મથુરા, મેરઠ, આગ્રા, બિજનૌર, મુરાદાબાદ, બરેલી જેવા અનેક ઔદ્યોગિક વિસ્તારો છે. અહીં સર્વિસ સેક્ટરની પણ મોટી ઈકોસિસ્ટમ છે અને એગ્રીકલ્ચર સેક્ટરમાં પણ પશ્ચિમ યુપીની મહત્વની ભાગીદારી છે. હવે આ વિસ્તારોનું સામર્થ્ય પણ ખુબ વધી જશે. એરપોર્ટના નિર્માણ દરમિયાન રોજગારીની હજારો તક ઊભી થાય છે. એરપોર્ટને સૂચારુ રૂપથી ચલાવવા માટે પણ હજારો લોકોની જરૂર પડે છે. પશ્ચિમી યુપીના હજારો લોકોને આ એરપોર્ટ નવી રોજગારી પણ આપશે.
Noida International Airport will serve as the logistic gateway of North India: PM Narendra Modi after laying foundation stone of the airport pic.twitter.com/RmYhHFbeGl
— ANI UP (@ANINewsUP) November 25, 2021
નોઈડા એરપોર્ટની મોટી ભૂમિકા-પ્રધાનમંત્રી
પીએમ મોદીએ કહ્યું કે આજે દેશમાં જેટલી ઝડપથી એવિએશન સેક્ટરમાં વૃદ્ધિ થઈ રહી છે, જેટલી ઝડપથી ભારતીય કંપનીઓ સેકડો નવા વિમાનોની ખરીદી કરી રહી છે, તેમના માટે પણ નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટની ખુબ મોટી ભૂમિકા રહેશે. તેમણે કહ્યું કે હવે તો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પણ તૈયાર થવાનો છે. તેના દ્વારા પણ અનેક શહેરો સુધી પહોંચવું સરળ બની જશે. એટલું જ નહીં અહીંથી ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર માટે પણ સીધી કનેક્ટિવિટી રહેશે.
નોઈડા એરપોર્ટની મોટી ભૂમિકા- પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે આજે દેશમાં જેટલી ઝડપથી એવિએશન સેક્ટરમાં વૃદ્ધિ થઈ રહી છે, જેટલી ઝડપથી ભારતીય કંપનીઓ સેકડો નવા વિમાનોની ખરીદી કરી રહી છે, તેમના માટે પણ નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટની ખુબ મોટી ભૂમિકા રહેશે. તેમણે કહ્યું કે હવે તો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પણ તૈયાર થવાનો છે. તેના દ્વારા પણ અનેક શહેરો સુધી પહોંચવું સરળ બની જશે. એટલું જ નહીં અહીંથી ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર માટે પણ સીધી કનેક્ટિવિટી રહેશે.
पश्चिमी उत्तर प्रदेश में भी लाखों करोड़ रुपये के प्रोजेक्ट्स पर काम चल रहा है।
रैपिड रेल कॉरिडोर हो, एक्सप्रेस वे हो, मेट्रो कनेक्टिविटी हो, पूर्वी और पश्चिमी समंदर से उत्तर प्रदेश को जोड़ने वाले डेडिकेटेड फ्रेट कॉरिडोर हों।
ये आधुनिक होते उत्तर प्रदेश की नई पहचान बन रहे हैं। pic.twitter.com/bK9CdzotoT
— BJP (@BJP4India) November 25, 2021
પ.યુપીમાં લાખો કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ પર ચાલે છે કામ
પીએમ મોદીએ કહ્યું કે આઝાદીના 7 દાયકા બાદ પહેલીવાર ઉત્તર પ્રદેશને એ મળવાનું શરૂ થયું છે જેના માટે તે હંમેશાથી હકદાર રહ્યું છે. ડબલ એન્જિનની સરકારના પ્રયત્નોથી આજે ઉત્તર પ્રદેશ દેશના સૌથી કનેક્ટેડ ક્ષેત્રમાં પરિવર્તિત થઈ રહ્યું છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં પણ લાખો કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું કામ ચાલુ છે. રેપિડ રેલ કોરિડોર હોય, એક્સપ્રેસ વે હોય, મેટ્રો કનેક્ટિવિટી હોય, પૂર્વ અને પશ્ચિમ સમુદ્રથી ઉત્તર પ્રદેશને જોડનારો ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર હોય.
પીએમ મોદીએ કહ્યું કે પહેલા ઉત્તર પ્રદેશને જાત અંગેના ટોણા, ભ્રષ્ટાચારના ટોણા, માફિયારાજ અને કૌભાંડોના ટોણા સાંભળવા પડતા હતા. પરંતુ સીએમ યોગીના નેતૃત્વમાં અહીંની તસવીર બદલાઈ રહી છે. રોકાણકારોની પહેલી પસંદ ઉત્તર પ્રદેશ બન્યું છે. ઉત્તર પ્રદેશ એટલે ઉત્તમ પ્રદેશ, ઉત્તમ રોકાણ થઈ ગયું છે.
પૂર્વની સરકારોએ પશ્ચિમ યુપીના વિકાસને કર્યો નજરઅંદાજ
પીએમ મોદીએ કહ્યું કે પહેલાની સરકારોએ પશ્ચિમ ઉત્તર પ્રદેશના વિકાસને નજરઅંદાજ કર્યો. યુપીની ભાજપ સરકારે જેવર એરપોર્ટનું સપનું જોયું હતું. પરંતુ દિલ્હી અને લખનૌની સરકારની ખેંચતાણમાં આ એરપોર્ટ ફસાઈ રહ્યું છે. પહેલાની સરકારે કેન્દ્ર સરકારને પત્ર લખીને કહ્યું હતું કે આ એરપોર્ટના પ્રોજેક્ટને બંધ કરી દેવામાં આવે. તેમણે કહ્યું કે મોદી અને યોગી ઈચ્છત તો 2017માં ચૂંટણી જીત્યા બાદ જ અમે નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટનો શિલાન્યાસ કરી શકે તેમ હતા. ફોટો પડાવી લેત પરંતુ અમારે ફક્ત કાગળ પર રેખા ખેંચવાની નહતી. કારણ કે તે ભારતના વિકાસની જવાબદારી હતી. અમે એ સુનિશ્ચિત કર્યું કે પ્રોજેક્ટ અટકે અને ભટકે નહીં. અમે એ સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે નિર્ધારિત સમય પર કામ પૂરું થાય. મોડું થાય તો અમે દંડની જોગવાઈ કરી.
इंफ्रास्ट्रक्चर हमारे लिए राजनीति का नहीं बल्कि राष्ट्रनीति का हिस्सा है।
हम सुनिश्चित कर रहे हैं कि प्रोजेक्ट्स अटके नहीं, लटके नहीं, भटके नहीं।
हम ये सुनिश्चित करने का प्रयास करते हैं कि तय समय के भीतर ही इंफ्रास्ट्रक्चर का काम पूरा किया जाए।
- पीएम मोदी#नए_यूपी_की_उड़ान pic.twitter.com/D6PYQJU83O
— BJP (@BJP4India) November 25, 2021
ઈન્ફ્રાસ્ટ્રક્ચર અમારા માટે રાજનીતિ નહીં પરંતુ રાષ્ટ્રનીતિનો ભાગ
પીએમ મોદીએ કહ્યું કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અમારા માટે રાજનીતિ નહીં પરંતુ રાષ્ટ્રનીતિનો ભાગ છે. અમે સુનિશ્ચિત કરતા રહ્યા કે પ્રોજેક્ટ અટકે નહીં, લટકે નહીં કે ભટકે નહીં. અમે એ સુનિશ્ચિત કરવાનો પ્રયત્ન કરીએ છીએ કે નિર્ધારીત સમયની અંદર જ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ પૂરું કરવામાં આવે.
પીએમ મોદીએ એરપોર્ટનું મોડલ જોયું
આ અગાઉ પીએમ મોદી જ્યારે જેવર પહોંચ્યા તો ત્યાં તેમણે નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટના મોડલને જોયું અને જાણકારી મેળવી. પીએમ મોદીની સાથે સીએમ યોગી આદિત્યનાથ તથા કેન્દ્રીય નાગરિક ઉડ્ડયનમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિંયા પણ સાથે હતા. ગૌતમબુદ્ધ નગરના જેવરમાં બનવા જઈ રહેલું આ નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ યોગી સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટમાંથી એક છે.
Prime Minister Narendra Modi to inaugurate the Noida International Airport in Gautam Buddh Nagar, shortly.
The PM is accompanied by CM Yogi Adityanath and Union Civil Aviation Minister Jyotiraditya M. Scindia pic.twitter.com/ZIqnFHvhIp
— ANI UP (@ANINewsUP) November 25, 2021
કેમ ખાસ છે આ એરપોર્ટ?
આ એરપોર્ટ યુપીનું પાંચમા નંબરનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હશે. દેશમાં હાલ તમિલનાડુ અને કેરળ જ એવા રાજ્યો છે જ્યાં 4-4 આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે. એટલે કે આવનારા સમયમાં યુપી સૌથી વધુ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ધરાવતું રાજ્ય બનશે. રાજ્યમાં 2012 સુધીમાં ફક્ત બે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હતા. 20 ઓક્ટોબરે પીએમ મોદી દ્વારા ઉદ્ધાટન કરાયા બાદ કુશીનગર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ શરૂ થયું જ્યારે અયોધ્યામાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બની રહ્યું છે જ્યાં આગામી વર્ષ સુધીમાં સેવાઓ શરૂ થઈ જશે. નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ ભારત અને એશિયાનું સૌથી મોટું એરપોર્ટ અને દુનિયાનું ચોથું સૌથી મોટું એરપોર્ટ હશે.
કોણ બનાવશે આ એરપોર્ટ
Noida International Airport ના નિર્માણ માટે યમુના એક્સપ્રેસ વે ઔદ્યોગિક વિકાસ પ્રાધિકરણ (YEIDA) ને વર્કિંગ એજન્સી તરીકે નિયુક્ત કરાઈ છે અને વિક્સિત કરવાની જવાબદારી ઝ્યુરિક એરપોર્ટ ઈન્ટરનેશનલ એજીને સોંપવામાં આવી છે.
જેવર એરપોર્ટ બનાવવામાં કેટલા રૂપિયા થશે ખર્ચ?
હવે જ્યારે આટલું ભવ્ય એરપોર્ટ બનવા જઈ રહ્યું છે તે સ્પષ્ટ છે કે તેના પર પૈસા પણ ખુબ ખર્ચ થશે. તેના નિર્માણ માટે ઉત્તર પ્રદેશસરકારે ફેબ્રુઆરી 2021માં 2000 કરોડ રૂપિયાના બજેટની જાહેરાત કરી હતી. તેને પૂરું કરવામાં લગભગ 29 હજાર 650 કરોડ રૂપિયાનો ખર્ચો થઈ શકે છે. જેવર એરપોર્ટનું નિર્માણ 5845 હેક્ટર જમીન પર થઈ રહ્યું છે. અહીંથી એક સાથે ઓછામાં ઓછી 178 ફ્લાઈટ ઉડાણ ભરી શકશે. જો કે પહેલા તબક્કામાં તેનું નિર્માણ 1334 હેક્ટર જમીન પર થશે . નિર્માણ કાર્ય ચાર તબક્કામાં પૂરું થશે.
કેટલા હશે રનવે?
મળતી માહિતી મુજબ જેવર એરપોર્ટ પર કુલ 5 રનવે હશે અને શરૂઆતમાં અહીંથી લગભગ વાર્ષિક 1 કરોડ 20 લાખ મુસાફરો હવાઈ મુસાફરી કરી શકશે. પહેલા વર્ષે 40 લાખ મુસાફરોની અવરજવર રહેવાનો અંદાજ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે