શ્રમિકો માટે પીએમ મોદીએ શરૂ કરી રોજગાર યોજના, 116 જિલ્લામાં મળશે ફાયદો


કોરોના લૉકડાઉનમાં પ્રવાસી શ્રમિકોએ અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે, તેણણે મોટા પાયા પર ઘરે પરત ફરવા માટે મજબૂર થવુ પડ્યુ છે. તેવામાં મજૂરોની સામે રોજગારનું સંકટ ઊભુ થયુ છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર એક ખાસ અભિયાન શરૂ કરવા કર્યું છે. આ યોજનાનું નામ ગરીબ કલ્યાણ રોજગાર છે. 
 

 શ્રમિકો માટે પીએમ મોદીએ શરૂ કરી રોજગાર યોજના, 116 જિલ્લામાં મળશે ફાયદો

નવી દિલ્હીઃ કોરોના લૉકડાઉનમાં પ્રવાસી શ્રમિકોએ અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે, તેણણે મોટા પાયા પર ઘરે પરત ફરવા માટે મજબૂર થવુ પડ્યુ છે. તેવામાં મજૂરોની સામે રોજગારનું સંકટ ઊભુ થયુ છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકારે એક ખાસ અભિયાન શરૂ કર્યું છે. આ યોજનાનું નામ ગરીબ કલ્યાણ રોજગાર છે. જેમાં ગામડાઓમાં પરત ફરેલા શ્રમિકોને રોજગાર મળશે.

ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન નામની આ યોજનાને વીડિયો કોન્ફરન્સ દ્વારા બિહારમાં લોન્ચ કરવામાં આવી હતી. આ યોજનાના ડિજિટલ શુભારંભમાં પાંચ અન્ય રાજ્યોના મુખ્યમંત્રી અને કેટલાક કેન્દ્રીય મંત્રીઓ ભાગ લીધો હતો. 

UPDATES:

- પીએમ મોદીએ કહ્યુ કે, બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, ઓડિશા, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના 116 જિલ્લામાં આ અભિયાનને પૂરજોશમાં ચલાવવામાં આવશે. ઘણા ટેલેન્ટેડ લોકો આ દિવસોમાં પોતાના ગામ પરત ફર્યા છે. દેશના દરેક શહેરને ગતિ અને પ્રગતિ આપનાર શ્રમ અને હુનર જ્યારે ખડિયા જેવા ગ્રામીણ વિસ્તારમાં લાગશે, તો તેનાથી બિહારના વિકાસને પણ ઘણી ગતિ મળશે. ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન હેઠળ પોતાના ગામના વિકાસ માટે, તમને રોજગાર આપવા માટે 50 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવાનો છે. આ રકમને ગામડાઓમાં રોજગાર માટે, વિકાસના કામો માટે આશરે 25 કાર્યક્ષેત્રોની ઓળખ કરવામાં આવી છે. 

- પીએમ મોદીએ કહ્યુ કે, મને આ કાર્યક્રમની પ્રેરણા કેટલાક શ્રમિક સાથીઓ પાસેથી મળી. મેં મીડિયામાં લૉકડાઉનમાં એક ઉન્નાવના સમાચાર જોયા. ત્યાં એક સ્કૂલમાં ક્વોરેન્ટીન સેન્ટર બનાવવામાં આવ્યું હતું. ત્યાં રહેનારા શ્રમિકોની કલર કામમાં માસ્ટરી હતી. તેણે સ્કૂલની પોતાના હુનરથી કાયાકલ્પ કરી દીધી. 

- પીએમ મોદીએ કહ્યુ કે, ગ્રાઉન્ડ પર કામ કરનાર ગ્રામ પ્રધાન તમારી પ્રશંસા કરે કે ન કરે. હું તમારી પ્રશંસા કરુ છું. હું આ શક્તિને નમન કરુ છું. દેશના ગામડાઓને નમન. શત શત નમન. મને જણાવવામાં આવ્યું કે, પરમદિવસથી પટનામાં આધુનિક મશીન કોરોનાનું ટેસ્ટિંગ શરૂ કરવાનું છે. હું બિહારના લોકોને શુભેચ્છા આપુ છું. 

-6 લાખથી વધુ ગામડાઓ વાળો આપણો દેશ, જેમાં ભારતની બે-તૃતીયાંસ વસ્તી, આશરે 80-85 કરોડ લોકો જ્યાં રહે છે, તે ગ્રામીણ ભારતમાં કોરોના સંક્રમણને ખુબ સારી રીતે રોકવામાં આવ્યું છે. કોરોનાનું એટલું મોટુ સંકટ, વિશ્વ જેની સામે હલી ગયુ, થોભી ગયુ, પરંતુ તમે મજબૂતીથી ઉભા રહ્યા. ભારતના ગામોએ જે રીતે કોરોનાનો મુકાબલો કર્યો છે, તેણે શહેરોનો ખુબ મોટો પાઠ ભણાવ્યો છે. 

- પીએમ મોદીએ કહ્યુ કે, ભારતના લોકોએ કોરોનાનો મજબૂતીથી મુકાબલો કર્યો. દેશના ગામોએ શહેરોને વધુ શીખ આપી છે. ગામડાઓના લોકોએ કોરોનાને પ્રભાવી રીતથી રોક્યો છે.

- પ્રધાનમંત્રી મોદીએ ગરીબ કલ્યાણ યોજનાને વીડિયો કોન્ફરન્સ દ્વારા લોન્ચ કરી છે. 

- પીએમ મોદીએ કહ્યુ કે, લદ્દાખમાં જે વીરોએ બલિદાન આપ્યુ છે. આ પરાક્રમ બિહાર રેજીમેન્ટનું છે. દરેક બિહારીને તેના પર ગર્વ છે. બિહારના જે સાથીઓએ બલિદાન આપ્યુ છે, તેમને શ્રદ્ધા સુમન અર્પિત કરુ છુ. હું વિશ્વાસ અપાવુ છું કે દેશ તમારી સાથે છે. 

- નીતીશ કુમારે કહ્યુ કે, ગરીબ કલ્યાણ યોજનાથી ઘણા લોકોને લાભ મળશે. નીતીશ કુમારે જીએસટીમાં છૂટ આપવાની માગ કરી. તેમણે કહ્યુ કે, કેન્દ્ર સરકારે ગરીબ કલ્યાણ દ્વારા લોકોની મદદનો પ્રયાસ કર્યો છે તે પ્રશંસાપાત્ર છે. 

- કાર્યક્રમમાં બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે કહ્યુ કે, કોરોના લૉકડાઉનમાં ઘણા લોકો બિહાર પરત આવ્યા છે, આ દરમિયાન લોકોને ક્વોરેન્ટીનમાં રાખવામાં કામ કરવામાં આવ્યું.

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news