સ્વતંત્રતા દિવસ પર પીએમ મોદીએ કરી રાષ્ટ્રીય ડિજિટલ સ્વાસ્થ્ય મિશનની શરૂઆત
ભારત સહીત સમગ્ર દુનિયા આ સમયે કોરોના વાયરસના કહેર અને જીવલેણ મહામારીનો સામનો કરી રહી છે. આજના દિવસે ભારતને સુવર્ણ સ્વતંત્રતા પ્રાપ્ત થઇ હતી. દેશ આજે 74મો સ્વતંત્રા દિવસ ઉજવી રહ્યો છે
Trending Photos
નવી દિલ્હી: ભારત સહીત સમગ્ર દુનિયા આ સમયે કોરોના વાયરસના કહેર અને જીવલેણ મહામારીનો સામનો કરી રહી છે. આજના દિવસે ભારતને સુવર્ણ સ્વતંત્રતા પ્રાપ્ત થઇ હતી. દેશ આજે 74મો સ્વતંત્રા દિવસ ઉજવી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાથી દેશવાસીઓને સંબોધિત કરતા કેટલીક મોટી જાહેરાત કરી હતી. તેમણે આ મહાન દિવસ પર રાષ્ટ્રિય ડિજિટલ સ્વાસ્થ્ય અભિયાનનો શુભારંભ કર્યો છે.
પીએમ મોદીએ રાષ્ટ્રીય ડિજિટલ સ્વાસ્થ્ય મિશન કર્યું લોન્ચ
74માં સ્વાતંત્રતા દિવસ પર પીએમ મોદીએ નેશનલ ડિજિટલ હેલ્થ મિશનને લોન્ચ કર્યું છે. આ યોજના લોન્ચ કરતા પીએમ મોદીએ કહ્યું કે, આજથી દેશમાં વધુ એક મોટા અભિયાનની શરૂઆત થઇ રહી છે. તે છે નેશનલ ડિજિટલ હેલ્થ મિશન. નેશનલ ડિજિટલ હેલ્થ મિશન, ભારતના હેલ્થ સેક્ટરમાં નવી ક્રાંતિ લાવશે.
આ પણ વાંચો:- ‘હોતી હૈ, ચલતી હૈ...’ માનસિકતાથી હવે કામ નહિ ચાલે... આ છે PMના રાષ્ટ્રને સંબોધનના 10 મહત્વના મુદ્દા
आज से देश में एक और बहुत बड़ा अभियान शुरू होने जा रहा है।
ये है नेशनल डिजिटल हेल्थ मिशन।
नेशनल डिजिटल हेल्थ मिशन, भारत के हेल्थ सेक्टर में नई क्रांति लेकर आएगा: PM @narendramodi #AatmaNirbharBharat
— PMO India (@PMOIndia) August 15, 2020
શું છે રાષ્ટ્રિય ડિજિટલ સ્વાસ્થ્ય મિશન
દેશ માટે આજે ઘણો મહાન અને પવિત્ર દિવસ છે. પીએમ મોદીએ આ મહાન દિવસ પર ઐતિહાસિક યોજનાના શ્રી ગણેશ કર્યા છે. રાષ્ટ્રીય ડિજિટલ સ્વાસ્થ્ય મિશન અંતર્ગત એક વિશેષ કાર્ડ જાહેર કરવામાં આવશે. જે આધાર કાર્ડ જેવું હશે.
आपके हर टेस्ट, हर बीमारी, आपको किस डॉक्टर ने कौन सी दवा दी, कब दी, आपकी रिपोर्ट्स क्या थीं, ये सारी जानकारी इसी एक Health ID में समाहित होगी: PM @narendramodi #AatmaNirbharBharat
— PMO India (@PMOIndia) August 15, 2020
ઉલ્લેખનીય છે કે, આ કાર્ડ દ્વારા દર્દીના ખાનગી મેડિકલ રેકોર્ડ શોધી શકાય છે. સરળ શબ્દોમાં તમને જણાવી દઇએ કે, તમે દેશના કોઇપણ ખૂણામાં સારવાર કરાવવા જાઓ તો કોઈ સ્લિપ અને ટેસ્ટ રિપોર્ટ લઇ જવાની જરૂર પડશે નહીં. ડોક્ટર ગમે ત્યાંથી બેસીને તમારી યૂનિક આઇડી દ્વારા તે જાણકારી મેળવી શકેશે કે તમને કઇ બીમારી છે અને અત્યાર સુધીનો રિપોર્ટ શું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે