PM મોદીનો સપા પર કટાક્ષ, 'લાલ ટોપીવાળાઓને લાલ બત્તી સાથે લેવાદેવા, આતંકીઓ પર છે મહેરબાન'

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના ગોરખપુરની મુલાકાતે છે. તેમણે ગોરખપુરને લગભગ 10 હજાર કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સની ભેટ આપી.

PM મોદીનો સપા પર કટાક્ષ, 'લાલ ટોપીવાળાઓને લાલ બત્તી સાથે લેવાદેવા, આતંકીઓ પર છે મહેરબાન'

ગોરખપુર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે ઉત્તર પ્રદેશના ગોરખપુરની મુલાકાતે છે. તેમણે ગોરખપુરને લગભગ 10 હજાર કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સની ભેટ આપી. આ દરમિયાન પીએમ મોદીએ ગોરખપુર ફર્ટિલાઈઝર પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યો. પીએમ મોદીએ આ પ્લાન્ટનું ભૂમિ પૂજન 22 જુલાઈ 2016ના રોજ કર્યું હતું. 30 વર્ષથી વધુ સમય સુધી બંધ રહ્યા બાદ તેને ફરી ચાલુ કરવામાં આવ્યો છે. લગભગ 8600 કરોડ રૂપિયાના ખર્ચે તેનું નિર્માણ કરવામાં આવ્યું છે. 

રેલીને કર્યું સંબોધન
ગોરખપુરમાં રેલીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે ધર્મ અને ક્રાંતિની નગરી ગોરખપુરના લોકોને હું પ્રણામ કરું છું. તમે બધા ફર્ટિલાઈઝર કારખાના અને એમ્સ માટે ઘણા દિવસથી રાહ જોઈ રહ્યા હતા. આજે એ દિવસ આવી ગયો છે. તમને બધાને ખુબ શુભેચ્છાઓ. આ તમારા બધાનો પ્રેમ છે જે અમને તમારા માટે રાત દિવસ કામ કરવાની પ્રેરણા આપે છે. પાંચ વર્ષ પહેલા હું અહીં એમ્સ અને ખાતરના કારખાનાનું ભૂમિ પૂજન કરવા આવ્યો હતો. આજે સાથે બંનેના લોકાર્પિણનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. યુપીના લોકોને ખુબ ખુબ શુભેચ્છાઓ. 

નવા ભારત માટે કઈ પણ અઘરું નથી- પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે જ્યારે નવું ભારત કઈક કરી લેવાનું નક્કી કરી લે છે તો તેના માટે કશું જ અઘરું નથી. જ્યારે તમે 2014માં મને સેવા કરવાની તક આપી તો અનેક ખાતર કારખાના બંધ પડ્યા હતા. ખાતરની વિદેશથી સતત આયાત વધી રહી હતી. જે ખાતર ઉપલબ્ધ હતું તે પણ ખેતી સિવાય અન્ય કામોમાં ગૂપચૂપ રીતે ઉપયોગ થતો હતો. ખાતર માટે ખેડૂતોએ લાકડી અને ગોળી ખાવા પડતા હતા. ખાતરના કાળાબજારી રોકવા માટે અમે 100 ટકા યુરિયાનું નીમ કોટિંગ કરાવ્યું. 

— ANI UP (@ANINewsUP) December 7, 2021

ખાતર મામલે ભારત બનશે આત્મનિર્ભર- પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ફર્ટિલાઈઝર કારખાનાના શિલાન્યાસ સમયે મે કહ્યું હતું કે ગોરખપુર વિકાસનું કેન્દ્ર બનશે. આજે એ સાચું પડતું જોવા મળી રહ્યું છે. તેનાથી પૂર્વાંચલમાં રોજગાર અને સ્વરોજગારની તકો પેદા થશે. અનેક નવા બિઝનેસ શરૂ થશે. ટ્રાન્સપોર્ટેશન અને સર્વિસ સેક્ટરને પ્રોત્સાહન મળશે. ખાતરના મામલામાં ભારત આત્મનિર્ભર બનશે. કોરોના સમયે અમે જાણ્યું કે ખાતરના મામલામાં આત્મનિર્ભરતા કેમ જરૂરી છે? ત્યારે વિદેશથી આયાત નહતું થઈ રહ્યું. દુનિયાભરમાં ખાતરના ભાવ વધી ગયા હતા. પરંતુ આપણા દેશમાં અમે ખાતરના ભાવ ન વધાર્યા. ખેડૂતો પર બોજો અમે ન નાખ્યો. 

ભારતમાં દુનિયા કરતા 12 ગણું સસ્તું છે યુરિયા
તેમણે વધુમાં કહ્યું કે જ્યાં દુનિયામાં યુરિયા 60થી 65 રૂપિયે પ્રતિ કિલોમાં વેચાઈ રહ્યું છે, ત્યાં ભારતમાં અમે ખેડૂતોને ખાતર 10થી 12 ગણું સસ્તુ આપવાનો પ્રયત્ન કર્યો છે. અમે કરોડો ખેડૂતોને Soil Health Card આપ્યા જેથી કરીને તેમને ખબર પડે કે તેમના ખેતરોને કયા પ્રકારના ખાતરોની જરૂર છે. અમે યુરિયાના ઉત્પાદનને વધારાવા પર ભાર મૂક્યો. બંધ પડેલા Fertilizer Plants ને ફરીથી ખોલવા માટે તાકાત લગાવી. ગોરખપુર પ્લાન્ટને ફરી શરૂ કરવા માટે વધુ એક ભગીરથ કાર્ય થયું. 

और इसलिए, याद रखिए, लाल टोपी वाले यूपी के लिए रेड अलर्ट हैं यानि खतरे की घंटी- पीएम @narendramodi#उन्नत_प्रदेश_उत्तर_प्रदेश

— BJP (@BJP4India) December 7, 2021

સપા પર પીએમ મોદીનો કટાક્ષ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે લાલ ટોપીવાળાઓને ફક્ત લાલ બત્તી સાથે લેવાદેવા છે. તેઓ આતંકીઓ પર મહેરબાન રહે છે. તેઓ યુપીમાં સરકાર બનાવીને આતંક ફેલાવવા માંગે છે. લાલ ટોપીવાળા ખતરાની ઘંટી છે. લાલ ટોપીવાળા આતંકીઓ પર મહેરબાન રહે છે. તેમને જનતાના દુ:ખ અને તકલીફ સાથે કોઈ લેવાદેવા નથી. લાલ ટોપીવાળા યુપી માટે રેડ અલર્ટ છે. 

लाल टोपी वालों को सत्ता चाहिए, घोटालों के लिए, अपनी तिजोरी भरने के लिए, अवैध कब्जों के लिए, माफियाओं को खुली छूट देने के लिए- पीएम @narendramodi#उन्नत_प्रदेश_उत्तर_प्रदेश pic.twitter.com/L0P7Fzcv1c

— BJP (@BJP4India) December 7, 2021

શેરડીના ખેડૂતોને ફાયદો- પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે દેશના અલગ અલગ ભાગોમાં બની રહેલા 5 ફર્ટિલાઈઝર પ્લાન્ટ શરૂ થયા બાદ 60 લાખ ટન વધારાનું યુરિયા દેશને મળશે. એટલે કે ભારતે હજારો કરોડ રૂપિયા વિદેશ મોકલવા નહીં પડે ભારતનો પૈસો ભારતમાં જ લાગશે. પહેલાની 2 સરકારોએ 10 વર્ષમાં જેટલી ચૂકવણી શેરડીના ખેડૂતોને કરી હતી લગભઘ એટલી સીએમ યોગીની સરકારે પોતાના સાડા ચાર વર્ષમાં કરી. અમારી સરકાર આવતા પહેલા યુપીથી ફક્ત 20 કરોડ લીટર ઈથેનોલ તેલ કંપનીઓને મોકલાતું હતું. આજે લગભગ 100 કરોડ ઈથેનોલ યુપીના ખેડૂતો ઓઈલ કંપનીઓને મોકલી રહ્યા છે. યોગી સરકારે શેરડીના ખેડૂતો માટે ગત વર્ષોમાં અભૂતપૂર્વ કામ કર્યું છે.  

ફર્ટિલાઈઝર પ્લાન્ટ અને AIIMS નું કર્યું ઉદ્ધાટન
પીએમ મોદી ગોરખપુરમાં ફર્ટિલાઈઝર પ્લાન્ટ અને એમ્સનું ઉદ્ધાટન કર્યું. પીએમ મોદી સાથે યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ, સીએમ યોગી આદિત્યનાથ અને ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય પણ હાજર છે. અત્રે જણાવવાનું કે 112 એકરમાં બનેલી આ એમ્સનું 2016માં પીએમ મોદીએ શિલાન્યાસ કર્યો હતો. પીએમ મોદીએ RMRC ની હાઈટેક લેબનું પણ ઉદ્ધાટન કર્યું. તેનો શિલાન્યાસ 2018માં થયો હતો. 

— ANI UP (@ANINewsUP) December 7, 2021

આજથી ફર્ટિલાઈઝર પ્લાન્ટ શરૂ
ગોરખપુરના ફર્ટિલાઈઝર પ્લાન્ટમાં દર વર્ષે 12.7 લાખ મેટ્રિક ટન નીમ કોટેડ યુરિયાનું ઉત્પાદન થશે. ખેડૂતોના જીવનમાં ખુશહાલી આવશે. ફર્ટિલાઈઝર પ્લાન્ટ શરૂ થવાથી લગભગ વીસ હજાર લોકોને રોજગારી મળશે. જ્યારે 1011 કરોડના ખર્ચે બનનારી એમ્સથી પૂર્વ ઉત્તર પ્રદેશની સાથે સાથે બિહાર, ઝારખંડ, અને નેપાળ સુધીની મોટી વસ્તીને વિશ્વસ્તરની મેડિકલ સુવિધાઓનો લાભ મળશે. ગોરખપુરમાં જ વાયરસ સંબંધિત બીમારીઓની તપાસ અને રિસર્ચ થઈ શકે તે માટે 36 કરોડ રૂપિયાના ખર્ચે આરએમઆરસી તૈયાર કરાઈ છે. આ હાઈટેક લેબ મોટા શહેરો પર નિર્ભરતાને ઓછી કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news