'મન કી બાત'માં પીએમ મોદીએ જળ સંરક્ષણ પર આપ્યો મોટો સંદેશ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી બાદ ફરીથી એકવાર આજે રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા દેશવાસીઓને સંબોધન કર્યું.
Trending Photos
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના બીજા કાર્યકાળના પહેલા મન કી બાત કાર્યક્રમમાં જળ સંરક્ષણ પર ખાસ ભાર મૂક્યો. પીએમ મોદીએ કહ્યું કે દેશમાં એક મોટો ભાગ દર વર્ષે જળ સંકટમાંથી પસાર થાય છે. તેનાથી બચવા માટે જળ સંરક્ષણની જરૂર છે. પીએમ મોદીએ કહ્યું કે અમને વિશ્વાસ છે કે અમે જનશક્તિ અને સહયોગથી આ સંકટનું સમાધાન કરી લઈશું. નવું જળશક્તિ મંત્રાલય બનાવવામાં આવ્યું છે. તેનાથી કોઈ પણ સંકટ માટે તત્કાળ નિર્ણય લઈ શકાશે. આ મહિનાની 22મી તારીખે હજારો પંચાયતોમાં તમામ લોકોએ જળ સંરક્ષમનો સંકલ્પ લીધો.
આ દરમિયાન પીએમ મોદીએ ઝારખંડના હજારી બાગના એક સરપંચનો સંદેશ પણ સંભળાવ્યો. સરપંચે કહ્યું કે પાણી સંરક્ષણ માટે પીએમ મોદીએ મને પત્ર લખ્યો તે વાત પર મને વિશ્વાસ જ નહતો થયો. પીએમ મોદીએ કહ્યું કે બિરસા મુંડાની ધરતી, જ્યાં પ્રકૃતિ સાથે તાલમેળ બેસાડવો સંસ્કૃતિનો ભાગ છે, ત્યાં હવે જાગરૂકતા શરૂ થઈ છે. મારી તરફથી તમામ સરપંચોને ખુબ ખુબ શુભકામના. પીએમ મોદીએ કહ્યું કે સ્વચ્છતા આંદોલનની જેમ જ લોકો હવે ગામડાઓમાં જળમંદિર બનાવવાની હોડમાં લાગ્યા છે. આ દરમિયાન પીએમ મોદીએ પંજાબ, રાજસ્થાન, તલંગણા, તામિલનાડુ, અને ઉત્તરાખંડમાં જળ સંરક્ષણના ઉપાયોની પણ ચર્ચા કરી.
જળ સંરક્ષમ માટે 3 ભલામણ કરી
આ દરમિયાન પીએમ મોદીએ જળ સંરક્ષણને લઈને નાગરિકોને 3 ભલામણ કરી. પહેલી સ્વચછતાની જેમ જ જળ સંરક્ષમને પણ જન આંદોલનનું સ્વરૂપ આપો. બીજી, જળ સંરક્ષણના પ્રયોગોનો અભ્યાસ કરો. ત્રીજી, જળ સંરક્ષમની દિશામાં મહત્વપૂર્ણ યોગદાન આપનારી જાણકારીઓ શેર કરો. પીએમ મોદીએ જનશક્તિ ફોર જળશક્તિ હેશટેગ ચલાવવાની પણ અપીલ કરી.
જુઓ LIVE TV
પ્રેમચંદની વાર્તાઓનો ઉલ્લેખ
પીએમ મોદીએ કહ્યું કે તમે મને અનેકવાર કહેતા સાંભળ્યો હતો કે બુકે નહીં બુક. ત્યારથી અનેક જગ્યાએ લોકો મને પુસ્તક આપવા માંડ્યા છે. હાલમાં જ કોઈએ મને પ્રેમચંદની વાર્તાનું પુસ્તક ભેંટ આપ્યું. કેટલીક કહાનીઓ ફરીથી વાંચવાની તક મળી. તેમની કહાનીઓ પણ મારા મનને સ્પર્શી ગઈ. તેમની વાર્તાઓમાં સમગ્ર ભારતની ભાવનાઓ સમાયેલી છે. તેમની નશા નામની વાર્તા વાંચી. તેમાંથી જાણવા મળ્યું કે સાવધાન ન રહેવાથી ખરાબ સંગત કેવી રીતે તમને પ્રભાવિત કરી શકે છે. બીજી વાર્તા ઈદગાહ છે. જ્યારે એક નાનો બાળક હામિદ ચિપીયો લઈને પહોંચે છે તો માનવીય સંવેદના ચરમસીમા પર પહોંચી જાય છે. આવી જ એક માર્મિક કહાની છે પૂસ કી રાત. આ વાર્તા લગભગ એક સદી જૂની છે પરંતુ આજે પણ પ્રાસંગિક લાગે છે.
ઈમજન્સીમાં દરેકને એવું લાગ્યું કે અમારું છીનવાઈ ગયું
મન કી બાત કાર્યક્રમમાં ઈમરજન્સીનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે લોકતંત્ર અમારો વારસો છે. તેને સુરક્ષિત રાખવો જોઈએ. તેમણે કહ્યું કે દેશમાં જ્યારે ઈમરજન્સી લાગુ થઈ ત્યારે તેનો વિરોધ રાજકીય દાયરા સુધી સિમિત નહતો. દરેકના મનમાં એક આક્રોશ હતો. ઈમરજન્સીમાં દરેક નાગરિકને એવું લાગ્યું હતું કે તેનું કઈંક છીનવાઈ ગયું છે. આપણે લોકતંત્રની વિરાસત સાથે ઉછરેલા લોકો છીએ આથી લોકો ઈમરજન્સીમાં કમી મહેસૂસ કરતા હતાં. ભારતની દરેક વ્યક્તિએ પોતાની તમામ સમસ્યાઓે બાજુમાં રાખીને લોકતંત્ર માટે મતદાન કર્યું હતું. કોઈ ચીજ જ્યારે આપણી પાસે હોય છે તો આપણે તેની કિંમત ઓછી આંકીએ છીએ પરંતુ આપણે જાણવું જોઈએ કે લોકતંત્ર કેટલું મહત્વનું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે