New Education Policy: ભારતને વિકાસની ઊંચાઈ પર પહોંચાડશે નવી શિક્ષણ નીતિ-PM મોદી

પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ ઈ-કોન્કલેવને સંબોધીત કરતા નવી શિક્ષણ નીતિ (New Education Policy) ના અગણિત ફાયદા વર્ણવ્યાં. તેમણે જણાવ્યું કે નવી શિક્ષણ નીતિથી ઉચ્ચ શિક્ષણમાં શું ફેરફાર થયા અને યુવાઓને તેનો કેવી રીતે ફાયદો મળશે.

New Education Policy: ભારતને વિકાસની ઊંચાઈ પર પહોંચાડશે નવી શિક્ષણ નીતિ-PM મોદી

નવી દિલ્હી: પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ ઈ-કોન્કલેવને સંબોધીત કરતા નવી શિક્ષણ નીતિ (New Education Policy) ના અગણિત ફાયદા વર્ણવ્યાં. તેમણે જણાવ્યું કે નવી શિક્ષણ નીતિથી ઉચ્ચ શિક્ષણમાં શું ફેરફાર થયા અને યુવાઓને તેનો કેવી રીતે ફાયદો મળશે. અત્રે જણાવવાનું કે દેશમાં 34 વર્ષ બાદ નવી શિક્ષણનીતિ જાહેર થઈ છે. આ મુદ્દે આજે શિક્ષણ મંત્રાલય અને વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ તરફથી ઈ-કોન્કલેવનું આયોજન થયું છે. 

પીએમ મોદીએ કહ્યું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સંબંધમાં આ કોન્કલેવ ખુબ મહત્વપૂર્ણ છે. આજે અહીં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંગે જાણકારી મળશે. 3-4 વર્ષના વ્યાપક વિચાર વિમર્શ અને લાખો સૂચનો પર મંથન બાદ આ શિક્ષણ નીતિ તૈયાર કરાઈ છે. 

એ પણ આનંદની વાત છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવ્યા બાદ દેશના કોઈ પણ ક્ષેત્રમાંથી, કોઈ પણ વર્ગમાંથી એ વાત નથી ઉઠી કે તેમાં કોઈ પણ પ્રકારનો પક્ષપાત છે કે કોઈ એકબાજુ ઝૂકાવ છે. કેટલાક લોકોના મનમાં એ સવાલ ઉઠવો સ્વાભાવિક છે કે આટલા મોટા સુધારા કાગળ પર તો કરી દેવાયા પણ તેને ગ્રાઉન્ડસ્તરે કેવી રીતે ઉતારવામાં આવશે. એટલે હવે બધાની નજર તેના અમલીકરણ પર છે. જેટલી વધુ સ્પષ્ટ જાણકારી હશે એટલું જ સરળ આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિને લાગુ કરવાનું રહેશે. 

તેમણે કહ્યું કે આજે દેશભરમાં તેની વ્યાપક ચર્ચા થઈ રહી છે. અલગ અલગ ક્ષેત્રના લોકો, અલગ અલગ વિચારધારાના લોકો પોતાના વિચાર રજુ  કરી રહ્યાં છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિને રિવ્યૂ કરી રહ્યાં છે. આ એક હેલ્ધી ડિબેટ છે. આ જેટલી વધુ થશે એટલો જ લાભ દેશની શિક્ષણ વ્યવસ્થાને થશે. 

તેમણે કહ્યું કે તમે બધા રાષ્ટ્રીય શિક્ષણ નીતિને લાગુ કરવા જોડે સીધી રીતે જોડાયેલા છો અને આથી તમારી ભૂમિકા ખુબ મહત્વની છે. જ્યાં સુધી રાજકીય ઈચ્છાશક્તિની વાત છે તો હું પૂરેપૂરી રીતે કમિટેડ છું અને તમારી સાથે છું. 

દરેક દેશ પોતાની શિક્ષણ વ્યવસ્થામાં પોતાની નેશનલ વેલ્યૂઝ જોડીને તથા પોતાના નેશનલ ગોલ્સ મુજબ સુધારા કરીને ચાલે છે. હેતુ એ હોય છે કે દેશની એજ્યુકેશન સિસ્ટમ પોતાના વર્તમાન અને આવનારી પેઢીના ભવિષ્યને તૈયાર કરે. ભારતની રાષ્ટ્રીય શિક્ષમ નીતિનો આધાર પણ આ જ વિચાર છે. 

PM મોદીએ માતૃભાષામાં શિક્ષણ આપવાની ભલામણ નવી શિક્ષણ નીતિમાં કેમ કરાઈ તે અંગે જણાવ્યું કે માતૃભાષામાં શીખવાની ઝડપ વધુ હોય છે. તેમણે કહ્યુંકે એ વાતમાં કોઈ વિવાદ નથી કે બાળકોના ઘરની બોલી અને શાળામાં અભ્યાસની ભાષા એક જ હોવાથી બાળકની શીખવાની ઝડપ વધુ સારી હોય છે. આ પણ એક મોટું કારણ છે કે જેના લીધે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી પાંચમા ધોરણ સુધી તેમનો અભ્યાસ માતૃભાષામાં જ કરાવવા પર સહમતિ વ્યક્ત કરાઈ છે. જેનાથી બાળકોનો પાયો મજબુત થશે. તેમના આગળના અભ્યાસ માટે પણ બેઝ વધુ મજબુત થશે. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે ભારત સરકારે હાલમાં જ નવી શિક્ષણ નીતિ 2020નો ડ્રાફ્ટ બહાર પાડ્યો છે. જેમાં દેશમાં અભ્યાસની પેટર્ન બદલા, એમફિલ ખતમ કરવા અને માતૃભાષા પર ભાર મૂકાયો છે. આ નીતિમાં માનવ સંસાધન મંત્રાલયનું નામ બદલીને શિક્ષણ મંત્રાલય કરાયું છે. આ સાથે જ એવા વિષયો પર ભાર મૂક્યો છે જેનાથી બાળકોમાં કૌશલની ક્ષમતા પહેલા કરતા વધે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news