PM Modi Address Nation: પીએમ મોદીની મોટી જાહેરાત, ત્રણ કૃષિ કાયદા કર્યા રદ
PM Narendra Modi to Address Nation: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આ સંબોધન યુપી પ્રવાસ પહેલા થઈ રહ્યું છે. આ પછી પીએમ મોદી યુપીના ત્રણ દિવસના પ્રવાસે જવાના છે અને આજે મહોબા અને ઝાંસાથી બુંદેલખંડને અર્જુન સબસિડિયરી પ્રોજેક્ટ સહિત અનેક ભેટ આપશે.
Trending Photos
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) રાષ્ટ્રને સંબોધિત કરી રહ્યા છે (PM Narendra Modi Address Nation). પીએમ મોદીનું આ સંબોધન યુપી પ્રવાસ પહેલા થઈ રહ્યું છે. આ પછી પીએમ મોદી (PM Modi) યુપીના ત્રણ દિવસના પ્રવાસે જવાના છે અને આજે મહોબા અને ઝાંસાથી બુંદેલખંડને અર્જુન સબસિડિયરી પ્રોજેક્ટ સહિત અનેક ભેટ આપશે.
પીએમ મોદી (PM Modi) એ તેમના સંબોધનની શરૂઆત દેવ દિવાળી અને ગુરુ નાનક દેવજીના પ્રકાશના પવિત્ર તહેવાર પર શુભેચ્છાઓ સાથે કરી હતી. પીએમ મોદીએ કહ્યું, 'આજે દેવ દિવાળી છે, આજે ગુરુ નાનક દેવજીના પ્રકાશનો પવિત્ર તહેવાર છે. હું વિશ્વના તમામ લોકોને અને તમામ દેશવાસીઓને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. તે પણ ખૂબ જ સુખદ છે કે દોઢ વર્ષના લાંબા ગાળા બાદ હવે કરતારપુર સાબિહ કોરિડોર ફરી ખુલ્યો છે. સંસારમાં સેવાનો માર્ગ અપનાવવાથી જ જીવન સફળ થાય છે.
નાના ખેડૂતો માટે કર્યું ચારે તરફ કામ: પીએમ
પીએમ મોદીએ કહ્યું, અમારી સરકાર આ સેવા દ્વારા દેશવાસીઓનું જીવન સરળ બનાવવા માટે વ્યસ્ત છે. મારા પાંચ દાયકાના જાહેર જીવનમાં મેં ખેડૂત જીવનની મુશ્કેલીઓને નજીકથી જોઈ અને અનુભવી છે. તેથી જ જ્યારે દેશે મને સેવા કરવાની તક આપી ત્યારે મેં ખેડૂતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી. દેશમાં દસ કરોડથી વધુ ખેડૂતો છે, જેમની જમીન બે હેક્ટરથી ઓછી છે. દેશના નાના ખેડૂતોના પડકારોને પહોંચી વળવા માટે બિયારણ, વીમો અને બચત પર સર્વાંગી કાર્ય કરવામાં આવ્યું હતું.
પીએમ મોદીએ કહ્યું, 'સારી ગુણવત્તાના બિયારણ ઉપરાંત, સરકારે ખેડૂતોને નીમ કોટેડ યુરિયા, સોઈલ હેલ્થ કાર્ડ, સૂક્ષ્મ સિંચાઈ જેવી સુવિધાઓ સાથે પણ જોડ્યા છે. ખેડૂતોને તેમની મહેનતના બદલામાં તેમની ઉપજની યોગ્ય કિંમત મળે તે માટે ઘણા પગલાં પણ લેવામાં આવ્યા હતા. દેશે તેનું Rural market infrastructure મજબૂત કર્યું છે.
નવા ત્રણ કૃષિ કાયદાને પરત લેશે સરકાર
રાષ્ટ્રજોગ સંબોધન કરતા પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) એ મોટી જાહેરાત કરી છે. પીએમ મોદી સંબોધનમાં નવા ત્રણ કૃષિ કાયદા (New Agriculture Laws) ને પરત ખેંચવાની જાહેરાત કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે