Tourist Destination of Rajasthan: માર્ચમાં ફરવા જવાનો છે પ્લાન, રાજસ્થાનની આ જગ્યાઓ પર આવશે ફરવાની મજા

જો તમે માર્ચ મહિનામાં ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો. તો તમે રાજસ્થાનને પોતાનું ડેસ્ટિનેશન બનાવી શકો છો. અહીંયા અનેક એવી જગ્યાઓ છે.

Tourist Destination of Rajasthan: માર્ચમાં ફરવા જવાનો છે પ્લાન, રાજસ્થાનની આ જગ્યાઓ પર આવશે ફરવાની મજા

ઝી બ્યૂરો, અમદાવાદઃ જો તમે માર્ચ મહિનામાં ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો. તો તમે રાજસ્થાનને પોતાનું ડેસ્ટિનેશન બનાવી શકો છો. અહીંયા અનેક એવી જગ્યાઓ છે. જો તમે માર્ચ મહિનામાં ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો. તો તમે રાજસ્થાનને પોતાનું ડેસ્ટિનેશન બનાવી શકો છો. અહીંયા અનેક એવી જગ્યાઓ છે, જ્યાં ફેમિલી કે પાર્ટનરની સાથે બેસ્ટ મોમેન્ટ્સ કેચ કરી શકો છો. આ જગ્યાઓ પર તમે ચોક્કસ ફરવા જઈ શકો છો.

1. હવા મહલ:
પિંક સિટી કહેવાતા જયપુરમાં ફરવા માટે આવતાં પ્રવાસીઓ હવા મહલને જોયા વિના પાછા આવતા નથી. ઐતિહાસિક મહત્વ અને શાનદાર વાસ્તુકલાનું ઉદાહરણ સમાન આ ઈમારતને ટ્રિપ દરમિયાન જરૂર જોવા મળશે.

2. ચોખી ઢાળી:
લગભગ 10 એકરમાં ફેલાયેલા આ રિસોર્ટમાં તમે રાજસ્થાનની સંસ્કૃતિ અને ટેસ્ટી ફૂડની મજા લઈ શકો છો. અહીંયા તમને પ્રાચીન કલાકૃતિઓ, હસ્તશિલ્પ, ચિત્રકારી, લોક કથાઓ અને મૂર્તિઓની સાથે પારંપરિક રાજસ્થાનનું વાસ્તવિક ચિત્રણ દર્શાવે છે.

3. જેસલમેર:
એક અદભૂત સંસ્કૃતિ અને શાંત માહોલ માટે જાણીતું જેસલમેર રાજસ્થાનના મોસ્ટ ફેવરિટ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન છે. દિવસમાં અહીંયા અનેક ઐતિહાસિક જગ્યા પર ફર્યા પછી તમે સાંજે રેતીલા રણવિસ્તારમાં શાનદાર રાજસ્થાની ફૂડ અને લોક નૃત્યની મજા લઈ શકો છો.

4. માઉન્ટ આબુ:
આ જગ્યા મનાલી, શિમલાની જેમ એક હનીમૂન ડેસ્ટિનેશન માનવામાં આવે છે. આ જગ્યાનો ખૂબસૂરત નજારો તમને બહુ પસંદ આવશે. રાજસ્થાનની આ જગ્યાની ટ્રિપ દરમિયાન તમને બહુ મજા આવશે.

પકવાન:
રાજસ્થાનની મુલાકાત લેતાં હોય અને ત્યાંના ટેસ્ટ પકવાનનો સ્વાદ ન માણો તો નવાઈ કહેવાય. રાજસ્થાન આવતાં મોટાભાગના ટૂરિસ્ટ દાલ-બાટી અને ચૂરમાનો સ્વાદ જરૂર લે છે. સાથે જ પીરસવામાં આવતી સૂકી લાલ મરચાંની ચટણી ખાવાનો સ્વાદ બેગણો કરી દે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news