દેશના આ જિલ્લામાં લોકોએ બનાવ્યું કોરોના દેવી મંદિર, 100 વર્ષ પહેલા પણ બનાવ્યું હતું આ મંદિર

દેશમાં કોરોના મહામારીની બીજી લહેર વચ્ચે મોતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે કોઈમ્બતુરમાં કેટલાક લોકોએ ભેગા મળીને કોરોના દેવીના નામ પર એક મંદિરનું નિર્માણ કર્યું છે.

દેશના આ જિલ્લામાં લોકોએ બનાવ્યું કોરોના દેવી મંદિર, 100 વર્ષ પહેલા પણ બનાવ્યું હતું આ મંદિર

નવી દિલ્હી: દેશમાં કોરોના મહામારીની બીજી લહેર વચ્ચે મોતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે કોઈમ્બતુરમાં કેટલાક લોકોએ ભેગા મળીને કોરોના દેવીના નામ પર એક મંદિરનું નિર્માણ કર્યું છે. આ સ્થિતિ 1900 ના દાયકાની શરૂઆતી દોર સમાન છે. જ્યારે પ્લેગના કારણે લોકો જીવ ગુમાવી રહ્યા હતા. તે સમયે કેટલાક લોકોએ ભેગા મળીને પ્લેગ મરિયમ્મન મંદિર બનાવ્યું હતું.

કોઇમ્બતુર જિલ્લામાં વર્ષો પહેલા પ્લેગના પ્રકોપ બાદ મંદિર બનાવવામાં આવ્યું હતું અને તેમાં એક મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવી હતી. કોરોના દેવીનું આ મંદિર કોઈમ્બતુર શહેરની સીમમાં ઇરુગુર નજીક કામચિપુરમ સ્થિત છે. મંદિરની સ્થાપના કમાચિપુરમ અદિનામના અધિકારીઓ દ્વારા તેમના પરિસરમાં કરવામાં આવી છે.

કામચિપુરમ અદિનામના એક અધિકારીએ જણાવ્યું હતું કે 'કોરોના દેવી એક કાળા પથ્થરની મૂર્તિ છે, જે 1.5 ફૂટ લાંચી છે અને અમને વિશ્વાસ છે કે દેવી લોકોને આ ગંભીર રોગથી બચાવે છે.' દક્ષિણ ભારતમાં કોરોના દેવીને સમર્પિત આ બીજું મંદિર છે. આ પહેલા કેરળના કોલ્લમ જિલ્લાના કડક્કલ ખાતે આવા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news