Corona Update: શું રજિસ્ટ્રેશન કરાવ્યા વગર કોરોના રસી મૂકાવી શકાશે? ખાસ જાણો જવાબ

સરકારે મોટા પાયે કોરોના રસીકરણની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. દેશમાં આગામી થોડા દિવસોમાં કોરોના રસીકરણ શરૂ થઈ જશે. પરંતુ શું આ લાભ બધાને મળશે? આખરે તે માટે શું સિસ્ટમ હશે? જાણો આ સવાલોના જવાબ....

Corona Update: શું રજિસ્ટ્રેશન કરાવ્યા વગર કોરોના રસી મૂકાવી શકાશે? ખાસ જાણો જવાબ

નવી દિલ્હી: દેશમાં કોરોનાનો પ્રકોપ ધીરે ધીરે ઘટી રહ્યો હોય તેવું જણાય છે. આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 23,068 દર્દીઓ નોંધાયા છે. જ્યારે તેની સામે 24,661 દર્દીઓ સાજા પણ થઈ ગયા છે. દેશમાં કોરોના વાયરસના કુલ કેસનો આંકડો 1,01,46,846 પર પહોંચી ગયો છે.આ બાજુ સરકારે મોટા પાયે કોરોના રસીકરણની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. દેશમાં આગામી થોડા દિવસોમાં કોરોના રસીકરણ શરૂ થઈ જશે. પરંતુ શું આ લાભ બધાને મળશે? આખરે તે માટે શું સિસ્ટમ હશે? જાણો આ સવાલોના જવાબ....

રસીકરણ માટે લોકોએ રજિસ્ટ્રેશન કરાવવું જ પડશે
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ કોરોના રસી તમામ લોકો મૂકાવી શકશે. પરંતુ આ માટે તેમણે રજિસ્ટ્રેશન પ્રક્રિયા કરવી પડશે. આ રજિસ્ટ્રેશન આરોગ્ય વિભાગના કેન્દ્રોમાં કરવામાં આવશે. રજિસ્ટ્રેશન થયા બાદ જ તેમને સ્થાન અને સમયની જાણકારી આપવામાં આવશે. 

📍 क्या कोई व्यक्ति स्वास्थ्य विभाग के पंजीकरण के बिना कोविड-19 वैक्सीन का टीका लगवा सकता है❓

➡️ नहीं, टीकाकरण के लिए लाभार्थी का पंजीकरण होना अनिवार्य है। पंजीकरण के बाद ही, स्थान और समय की जानकारी लाभार्थी के साथ साझा की जाएगी।#StaySafe #COVID19Vaccine pic.twitter.com/ebzfhxVf6u

— #IndiaFightsCorona (@COVIDNewsByMIB) December 24, 2020

રજિસ્ટ્રેશન માટે ઓળખનો કોઈ એક પુરાવો આપવો પડશે
આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ રસી માટે રજિસ્ટ્રેશન કરાવવા લોકોએ પાન કાર્ડ, પાસપોર્ટ, પેન્શન કાર્ડ, મનરેગા જોબ કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ કે વોટર આઈડીમાંથી કોઈ એક લઈને જવું પડશે. આમાંથી કોઈ પણ પુરાવો નહીં હોય તો લોકોનું રજિસ્ટ્રેશન થશે નહીં. 

With 336 new deaths, toll mounts to 1,47,092. Total active cases at 2,81,919

Total discharged cases at 97,17,834 with 24,661 new discharges in the last 24 hours. pic.twitter.com/mOA0poMGrY

— ANI (@ANI) December 25, 2020

દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 2,81,919 થઈ, કુલ કેસ 1,01,46,846 થયા
આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 23,068 દર્દીઓ નોંધાયા છે. જ્યારે તેની સામે 24,661 દર્દીઓ સાજા પણ થઈ ગયા છે. દેશમાં કોરોના વાયરસના કુલ કેસનો આંકડો 1,01,46,846 પર પહોંચી ગયો છે. જેમાંથી 2,81,919 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે અને 97,17,834 દર્દીઓ કોરોનાને માત આપીને સાજા થઈ ગયા છે. કોરોનાએ એક જ દિવસમાં 336 લોકોના ભોગ લીધા. કુલ મૃત્યુઆંક હવે 1,47,092 પર પહોંચ્યો છે.  કોરોનાને ફરીથી ઉભરતો રોકવા માટે અનેક રાજ્યોમાં હાલ નાઈટ કરફ્યૂ પણ લગાવવામાં આવેલો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news