Breaking News: પંજાબના તરનતારનમાં ફટાકડાથી ભરેલી ટ્રોલીમાં મોટો બ્લાસ્ટ, 14ના મોત
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :પંજાબના તરનતારન (tarn taran blast) માં શનિવારે એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન થયેલા બ્લાસ્ટ (blast) માં 15 લોકોના મોત થયા છે, જ્યારે કે અનેક લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં એડમિટ કરાયા છે. સૂચના મળતા જ પોલીસ તથા સ્થાનિક મેનેજમેન્ટ ઘટના સ્થળ પર પહોંચી ગયું છે.
Tarn Taran SSP Dhruv Dahiya: During nagar kirtan, firecrackers were being burnt using explosive material because of which tractor-trolley exploded accidentally. According to eyewitnesses,14-15 individuals died on spot&3 have been admitted to hospital in critical condition.#Punjab https://t.co/bIa6fsyQ0M pic.twitter.com/b11WYDEXKh
— ANI (@ANI) February 8, 2020
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરમાં બાબા દીપસિંહજીના જન્મદિવસ પ્રસંગે ઉપલક્ષ્યમાં નગર કીર્તનનું આયોજન કરાયું હતું. આ દરમિયાન ફટાકડાથી ભરાયેલ એક ટ્રોલીમાં જબરદસ્ત વિસ્ફોટ (Crackers Blast) થયો હતો. આ બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે, અંદાજે એક ડઝન લોકોના ઘટના સ્થળ પર જ મોત નિપજ્યા હાત. જ્યારે કે અનેક લોકો ઘાયલ થયા છે. કેટલાક ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયા હતા, પરંતુ ગંભીર રીતે ઘાયલ કેટલાક લોકોએ સારવાર દરમિયાન જ દમ તોડ્યો હતો.
બીજી તરફ, પોલીસ તથા સ્થાનિક મેનેજમેન્ટે બચાવ કાર્ય શરૂ કર્યું છે. લોકોને પૂછપરછ કરવામાં આવી રહી છે, જેથી ઘટના બનવા પાછળનું ખરુ કારણ જાણી શકાય. ઉલ્લેખનીય છે કે, તરનતારન જિલ્લા પંજાબ રાજ્યોના માઝા વિસ્તારનું એક શહેર છે. તેની સરહદ પાકિસ્થાન સાથે જોડાયેલી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે