PAK પૂર્વ PMની જિંદગીના 24 કલાક જ બાકી? ડોક્ટરોએ કહ્યું-જલદી વિદેશ મોકલો, સરકારે માંગ્યા 7 અબજ રૂપિયા
પાકિસ્તાનના(Pakistan) પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ (Nawaz Sharif) ની સારવાર કરી રહેલા ડોક્ટરોએ કહ્યું છે કે શરીફની હાલત ખુબ જ નાજુક છે અને તેમને સારવાર માટે આગામી 24 કલાકની અંદર જ વિદેશ લઈ જવા ખુબ જરૂરી છે.
Trending Photos
ઈસ્લામાબાદ: પાકિસ્તાનના(Pakistan) પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ (Nawaz Sharif) ની સારવાર કરી રહેલા ડોક્ટરોએ કહ્યું છે કે શરીફની હાલત ખુબ જ નાજુક છે અને તેમને સારવાર માટે આગામી 24 કલાકની અંદર જ વિદેશ લઈ જવા ખુબ જરૂરી છે. તેમનું કહેવું છે કે જો તેમાં મોડું થયું તો પૂર્વ વડાપ્રધાનના જીવને જોખમ ઊભું થઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સમાં એક બાજુ નવાઝ શરીફના સ્વાસ્થ્યને લઈને આ પ્રકારના રિપોર્ટ છે જ્યારે બીજી બાજુ તેમનું નામ વિદેશ જવા માટે પ્રતિબંધિત લોકોની સૂચિ એક્ઝિટ કંટ્રોલ લિસ્ટ (ઈસીએલ)માંથી કાઢવાને લઈને પાકિસ્તાનમાં ખુબ રાજકારણ રમાઈ રહ્યું છે.
સરકારે નવાઝ શરીફને ચાર અઠવાડિયા માટે સશર્ત વિદેશ જવાની મંજૂરી આપી છે . જેની વિરુદ્ધમાં નવાઝ શરીફની પાર્ટી મુસ્લિમ લીગ-નવાઝે ગુરુવારે સાંજે લાહોરની હાઈકોર્ટમાં શરણ લીધી છે. હાઈકોર્ટે આ મામલાની સુનાવણી કરી અને તેને કાલ(શુક્રવાર) સુધી સ્થગિત કરી.
લાહોર હાઈકોર્ટે મુસ્લિમ લીગ નવાઝ દ્વારા નવાઝ શરીફનું નામ કોઈ પણ શરત વગર ઈસીએલમાંથી કાઢવા માટેની અરજી પર સુનાવણી કરી. સરકારી વકીલે અરજીનો વિરોધ કરતા કહ્યું કે નવાઝ શરીફ હમણા છૂટ્યા છે. કોર્ટે તેમને પૂછ્યું કે શું સરકાર પાસે તેનો અધિકાર છે કે તેઓ ઈસીએલમાંથી નામ કાઢવા માટે શરત લગાવે. કોર્ટે પૂછ્યું કે શું નવાઝ શરીફ સારવાર માટે વિદેશ જવા માંગે છે. જેના પર નવાઝ શરીફના વકીલે કહ્યું કે હાં જવા માંગે છે. પરંતુ તેમને તેમની મંજૂરી અપાય તો.
જુઓ LIVE TV
કોર્ટે સરકારના વકીલને જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપતા સુનાવણી કાલ પર ટાળી. ભ્રષ્ટાચારના મામલાઓમાં દોષિત ઠેરવવામાં આવેલા નવાઝને કોર્ટે સ્વાસ્થ્યના આધારે જામીન આપ્યા છે.
પાકિસ્તાનની સરકારે કહ્યું કે તેઓ લગભગ સાત અબજ રૂપિયા (પાકિસ્તાની) બોન્ડ તરીકે જમા કરવાને વિદેશ જઈ શકે છે. જેના પર મુસ્લિમ લીગ નવાઝે કહ્યું કે આ રકમ એક પ્રકારે ગેરકાયદે વસૂલી છે અને નવાઝ શરીફ આ શરત કબુલ કરશે નહીં. તેમને સારવાર માટે કોઈ પણ શરત વગર વિદેશ જવાની મંજૂરી મળે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે