દેશદ્રોહ કેસ: કનૈયા-ઉમર ખાલીદ પર દાખલ ચાર્જશીટ, આજે પટિયાલા હાઉસ કોર્ટ આપશે ચુકાદો

પોલીસે આરોપ પત્રમાં અનેક સાક્ષીઓનો હવાલો ટાંકતા કહ્યું કે 9 ફેબ્રુઆરી 2016નાં રોજ યુનિવર્સિટી પરિસરમાં કનૈયા કુમાર સાથે ચાલી રહ્યા હતા

દેશદ્રોહ કેસ: કનૈયા-ઉમર ખાલીદ પર દાખલ ચાર્જશીટ, આજે પટિયાલા હાઉસ કોર્ટ આપશે ચુકાદો

નવી દિલ્હી : રાજધાની દિલ્હીનાં જવાહરલાલ યુનિવર્સિટી (JNU)માં ફેબ્રુઆરી, 2016નાં નારા મુદ્દે પોલીસે પોતાની ચાર્જશીટ દાખલ કર્યા બાદ આજે પટિયાલા હાઉસ કોર્ટમાં આ મુદ્દે સુનવણી થવાની છે. આ ચાર્જશીટમાં JNUનાં પૂર્વ વિદ્યાર્થીસંઘના અધ્યક્ષ કનૈયા કુમાર, ઉમર ખાલીદ, અનિર્બાન ભઠ્ટાચાર્ય સહિત કુલ 10 આરોપીઓનાં નામ છે. 1200 પાનાની આ ચાર્જશીટનું સંજ્ઞાન લેતા પટિયાલા હાઉસ કોર્ટે આજે ચુકાદો આપવાનો હતો, જો કે જજ રજા પર હોવાનાં કારણે સુનવણી થઇ શકી નહોતી. જેના કારણે આગામી સુનવણી 19 જાન્યુઆરી (આજે) થશે. 

કનૈયાએ લગાવ્યા દેશ વિરોધી નારા
પોલીસે આરોપ પત્રમાં અનેક સાક્ષીઓનાનં નિવેદનોનો હવાલો ટાંકતા કહ્યું કે, 9 ફેબ્રુઆરી 2016નાં રોજ યુનિવર્સિટી પરિસરમાં કનૈયા પ્રદર્શનકર્તાઓ સાથે ચાલી રહ્યા હતા અને ઘણા મોટા પ્રમાણમાં અજાણ્યા લોકો નારેબાજી કરી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે સંસદ હુમલાનો માસ્ટર માઇન્ડ અફઝ ગુરૂને આપવામાં આવેલી ફાંસીને એક વર્ષ પુર્ણ થયો તે દિવસે યુનિવર્સિટી પરિસયમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 

જજ રજા પર હોવાનાં કારણે સુનવણી ટળી હતી. 
કોર્ટ 19 જાન્યુઆરીએ આરોપપત્ર અંગે વિચાર કરશે. આ કેસ મંગળવારે સુનવણી થવાની હતી. જો કે સંબંધિત જજ રજા પર હોવાનાં કારણે આગામી સુનવણીની તારીખ જાહેર કરવામાં આવી હતી. આરોપ પત્ર અનુસાર સાક્ષીઓએ તેમ પણ જણાવ્યું કે, કનૈયા ઘટના સ્થળ પર હાજર હતો જ્યાં પ્રદર્શનકર્તાએ હાથમાં અફઝલનાં પોસ્ટર હતા. અંતિમ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, કનૈયાએ સરકારની વિરુદ્ધ નફરત અને અસંતોષ ભડકાવવા માટે પોતે જ ભારત વિરોધી નારા લગાવ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news