Winter Session: મોદી સરકારે 7 વર્ષમાં કેટલા લોકોને આપી નોકરી? કેન્દ્રીય મંત્રીએ રાજ્યસભામાં રજુ કર્યો આંકડો
Parliament Winter Session 2 December Live Updates: સંસદના શિયાળુ સત્રનો આજે ચોથો દિવસ છે. સંસદના બંને ગૃહોમાં છેલ્લા ત્રણ દિવસથી વિપક્ષ સતત હંગામો મચાવી રહ્યો છે.
Trending Photos
Parliament Winter Session 2 December Live Updates: સંસદના શિયાળુ સત્રનો આજે ચોથો દિવસ છે. સંસદના બંને ગૃહોમાં છેલ્લા ત્રણ દિવસથી વિપક્ષ સતત હંગામો મચાવી રહ્યો છે. આ કારણે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી પણ સતત સ્થગિત થઈ રહી છે. શિયાળુ સત્રના આજે ચોથા દિવસે જો સતત હોબાળાની સ્થિતિ નહીં રહે તો લોકસભામાં કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનના જોખમ અને તેને પહોંચી વળવા માટેની તૈયારીઓ પર ચર્ચા થશે.
મોદી સરકારે કેટલા લોકોને આપી નોકરી
રાજ્યસભામાં કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે જાણકારી આપતા જણાવ્યું કે SSC, UPSC અને રેલવે રિક્રુટમેન્ટ બોર્ડના માધ્યમથી 2007-14 સુધી 6,19,027 નિયુક્તિ થઈ. ગત વર્ષમાં 6,98,011 નિયુક્તિઓ થઈ. 2014માં સરકાર બની તો કેન્દ્રીય પદોની સ્વીકૃત ક્ષમતા 36,45,584 હતી. હવે આ આંકડો વધીને 40,04,941 થઈ ગયો.
SSC, UPSC और रेलवे रिक्रूटमेंट बोर्ड के माध्यम से 2007-14 तक 6,19,027 नियुक्तियां हुई। पिछले 7 साल में 6,98,011 नियुक्तियां हुई। 2014 में सरकार बनी तो केंद्रीय पदों की स्वीकृत क्षमता 36,45,584 थी। अब ये आंकड़ा बढ़कर 40,04,941 हो गया: राज्यसभा में केंद्रीय मंत्री जितेंद्र सिंह pic.twitter.com/AalDmm7RLb
— ANI_HindiNews (@AHindinews) December 2, 2021
રાજ્યસભામાંથી વિપક્ષનો વોકઆઉટ
પ્રદર્શન દરમિયાન ખેડૂતોના મોત, વધતી મોંઘવારીના મુદ્દા પર વિપક્ષી સાંસદોએ રાજ્યસભામાં નારેબાજી કરી. કોંગ્રેસ, એનસીપી, આરજેડી, ટીઆરએસ અને IUML એ વોકઆઉટ કર્યો.
Winter session | Congress, NCP, RJD, TRS and IUML stage walkout from Rajya Sabha over the issue of inflation
— ANI (@ANI) December 2, 2021
શિવસેનાએ પીએમ કેર્સ પર ઉઠાવ્યા સવાલ
સિંધુદુર્ગથી શિવસેના સાંસદ વિનાયક રાઉતે લોકસભામાં કોવિડ-19 પર ચર્ચાની શરૂઆત કરી. તેમણે પ્રધાનમંત્રી મોદી, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો.મનસુખ માંડવિયા, રાજ્યોના મુખ્યમંત્રીઓ અને સ્વાસ્થ્ય મંત્રીઓનો આભાર માન્યો. રાઉતે પીએમ કેર્સ હેઠળ મળેલા વેન્ટિલેટરની ગુણવત્તા પર સવાલ ઉઠાવ્યા. રાઉતે કહ્યું કે જે વેન્ટિલેન્ટર્સ અપાયા છે તેમાંથી 60 ટકા બેકાર પડ્યા છે.
લોકસભામાં કોવિડ-19 ના મુદ્દા પર ચર્ચા શરૂ
રાજ્યસભામાં પ્રશ્નકાળ ચાલુ છે. લોકસભામાં નિયમ 193 હેઠળ કોવિડ-19ના વિભિન્ન પહેલુઓ પર ચર્ચા થશે. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે કોરોનાએ સંપૂર્ણ માનવતાને પ્રભાવિત કરી છે. બિરલાએ કહ્યું કે ભારતે સામૂહિક ભાવનાથી મહામારીનો સામનો કર્યો અને અનેક પાઠ ભણ્યા. નવા વેરિએન્ટના આવવાથી ચિંતા વધી છે.
Lok Sabha holds a discussion on the COVID-19 pandemic.
(Photo source: Sansad TV) pic.twitter.com/6ePblpT7CC
— ANI (@ANI) December 2, 2021
રાજ્યસભામાં હંગામો ચાલુ
રાજ્યસભામાં પ્રશ્નકાળ ચાલુ છે. પરંતુ વિપક્ષી સાંસદોનો હંગામો સતત ચાલુ છે. જ્યારે લોકસભામાં પ્રશ્નકાળ પૂરો થઈ ગયો છે.
11 દેશોમાંથી આવનારા લોકોના થાય છે ટેસ્ટ
લોકસભામાં એક સવાલના જવાબમાં નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે હાલમાં 11 દેશોમાંથી આવનારા લોકોના ટેસ્ટ કરવામાં આવે છે. 15 દિવસ ક્વોરન્ટાઈન કરાય છે. હાલ 21 દેશો સાથે એર બબલ એગ્રીમેન્ટ છે. 10 વધુ દેશ સાથે વાત ચાલુ છે. ફર્સ્ટ ટાઈમ ટ્રાવેલર્સ માટે હાલ કોઈ સ્કીમ નથી.
ખેડૂતોના મોત પર કોંગ્રેસ સાંસદે કહ્યું-બધી માહિતી છે
સરકાર દ્વારા ખેડૂત આંદોલન દ્વારા જીવ ગુમાવનારા લોકોનો રેકોર્ડ ન હોવાના જવાબ પર કોંગ્રેસના સાંસદ દીપેન્દ્ર હૂડાએ કહ્યું કે જેટલા ખેડૂતોએ પોતાના જીવનું બલિદાન આપ્યું છે તેમના રેકોર્ડ સાર્વજનિક છે. સંયુક્ત કિસાન મોરચાએ તેને પ્રકાશિત કર્યો છે. દરેક પ્રદેશમાં ગામ સ્તરે આ જાણકારી છે.
રાજ્યસભા 12 વાગ્યા સુધી સ્થગિત
12 સાંસદોના સસ્પેન્શનને લઈને વિપક્ષના હંગામાના પગલે રાજ્યસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરાઈ છે.
#WATCH | Congress MP Rahul Gandhi joins the Opposition leaders' protest against the suspension of 12 Opposition members of Rajya Sabha, in Delhi pic.twitter.com/w7Y1gSLTym
— ANI (@ANI) December 2, 2021
કોરોનાના નવા વેરિએન્ટ પર ચર્ચા
શિયાળુ સત્રના આજે ચોથા દિવસે જો સતત હોબાળાની સ્થિતિ નહીં રહે તો લોકસભામાં કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનના જોખમ અને તેને પહોંચી વળવા માટેની તૈયારીઓ પર ચર્ચા થશે.
પીએમ મોદીની બેઠક
સંસદના શિયાળુ સત્રને લઈને પીએમ મોદીએ સંસદ ભવનમાં ટોચના મંત્રીઓ સાથે બેઠક પણ યોજી.
Delhi | Opposition leaders wearing black bands protest against the suspension of 12 Opposition members of Rajya Sabha pic.twitter.com/ioBA4FKjZd
— ANI (@ANI) December 2, 2021
કાળી પટ્ટી પહેરેલા જોવા મળ્યા સાંસદો, રાહુલ ગાંધી પણ જોડાયા
12 સભ્યોના સસ્પેન્શનને લઈને રાજ્યસભાના વિપક્ષના સાંસદો હાથ પર કાળી પટ્ટી બાંધેલી જોવા મળી. તેઓ ગાંધીજીની પ્રતિમા પાસે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પણ જોડાયા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે