Omicron: અમેરિકા પહોંચી ગયો કોરોનાનો નવો વેરિએન્ટ 'ઓમિક્રોન', પહેલો કેસ નોંધાતા હડકંપ મચ્યો
અમેરિકામાં કોરોના વાયરસના નવા સ્વરૂપ ઓમિક્રિોનના પહેલા કેસની પુષ્ટિ થઈ છે. કેલિફોર્નિયાના એક વ્યક્તિમાં વાયરસના આ નવા સ્વરૂપનું સંક્રમણ જોવા મળ્યું છે.
Trending Photos
વોશિંગ્ટન: અમેરિકામાં કોરોના વાયરસના નવા સ્વરૂપ ઓમિક્રિોનના પહેલા કેસની પુષ્ટિ થઈ છે. કેલિફોર્નિયાના એક વ્યક્તિમાં વાયરસના આ નવા સ્વરૂપનું સંક્રમણ જોવા મળ્યું છે. વ્હાઈટ હાઉસે આ જાણકારી બુધવારે આપી. વૈજ્ઞાનિકો નવા સ્વરૂપથી પેદા થયેલા જોખમ અંગે સતત અભ્યાસ કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ જો બાઈડેનના પ્રશાસને ગત મહિનાના અંતમાં દક્ષિણ અફ્રિકી દેશોથી મુસાફરી પર પ્રતિબંધ લગાવ્યો હતો. અહીં કોવિડના નવા સ્વરૂપ અંગે જાણકારી મળી હતી.
અમેરિકાના ટોચના સંક્રમણ રોગ વિશેષજ્ઞ ડો. એન્થની ફાઉચીએ વ્હાઈટ હાઉસમાં કહ્યું કે આ અમેરિકામાં કોવિડ-19ના ઓમિક્રોન સ્વરૂપથી સંક્રમિત થવાનો પહેલો કેસ છે. તેમણે કહ્યું કે સંક્રમિત વ્યક્તિ 22 નવેમ્બરે દક્ષિણ આફ્રિકાથી પાછો ફર્યો હતો અને 19 નવેમ્બરે તપાસમાં તે સંક્રમિત મળી આવ્યો. ફાઉચીએ કહ્યું કે વ્યક્તિનું રસીકરણ થયું છે. પરંતુ તેણે રસીનો બુસ્ટર ડોઝ લીધો નથી અને તેનામાં મામૂલી લક્ષણો છે.
ફાઉચીએ કહ્યું કે ઓમિક્રોન સ્વરૂપ અંગે વધુ જાણકારી બેથી ચાર અઠવાડિયામાં મળશે, કારણ કે વૈજ્ઞાનિક તેના પર કામ કરી રહ્યા છે.
અહીં ઘર ખરીદતાની સાથે જ સરકાર આપે છે સાડા સાત લાખ રૂપિયા, તમામ સુખ સુવિધાઓ પણ એકદમ ફ્રી
23 દેશોમાં પહોંચ્યો કોરોના
અત્રે જણાવવાનું કે વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) નું કહેવું છે કે આ વેરિએન્ટ ઓછામાં ઓછા 23 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે અને તે અન્ય દેશોમાં પણ પ્રસરે તેવી પૂરેપૂરી આશંકા છે. WHO પ્રમુખ ટેડ્રોસ અધાનોમ ઘેબ્રેયસસ (Tedros Adhanom Ghebreyesus) એ બુધવારે કહ્યું કે ઓમિક્રોન WHO ના છમાંથી પાંચ ક્ષેત્રોના ઓછામાં ઓછા 23 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. તેમણે આશંકા વ્યક્ત કરતા કહ્યું કે ઓમિક્રોન વેરિએન્ટ હજુ વધુ દેશોમાં ફેલાશે.
સાઉદી અરબમાં પણ મળ્યો કેસ
ઓમિક્રોન વેરિએન્ટ સાઉદી અરબમાં પણ પગપેસારો કરી ચૂક્યો છે. ગલ્ફ દેશમાં આ પોતાની રીતે પહેલો કેસ છે. કહેવાય છે કે જે વ્યક્તિમાં ઓમિક્રોનના લક્ષણો જોવા મળ્યા છે તે થોડા દિવસ પહેલા ઉત્તર આફ્રિકાથી પાછો ફર્યો હતો. સંક્રમિત વ્યક્તિને કડક નિગરાણીમાં રાખવામાં આવ્યો છે. તેના સંપર્કમાં આવેલા લોકોને પણ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે