પાલઘરમાં સાધુઓની હત્યા મામલે અનિલ દેશમુખે કહ્યું -'101 આરોપીઓમાં કોઈ મુસ્લિમ નથી'

પાલઘરમાં સાધુઓની હત્યા મામલે મહારાષ્ટ્ર ગૃહ મંત્રાલયે 101 આરોપીઓની સૂચિ બહાર પાડી છે. મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ કહ્યું કે આરોપીઓમાં કોઈ મુસ્લિમ નથી. 16 એપ્રિલના રોજ બે સાધુઓ સહિત ત્રણ લોકોની હત્યાના કેસની તપાસ હવે CIDને સોંપી દેવાઈ છે. 

પાલઘરમાં સાધુઓની હત્યા મામલે અનિલ દેશમુખે કહ્યું -'101 આરોપીઓમાં કોઈ મુસ્લિમ નથી'

પાલઘર: પાલઘરમાં સાધુઓની હત્યા મામલે મહારાષ્ટ્ર ગૃહ મંત્રાલયે 101 આરોપીઓની સૂચિ બહાર પાડી છે. મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ કહ્યું કે આરોપીઓમાં કોઈ મુસ્લિમ નથી. 16 એપ્રિલના રોજ બે સાધુઓ સહિત ત્રણ લોકોની હત્યાના કેસની તપાસ હવે CIDને સોંપી દેવાઈ છે. 

પાલઘરની ઘટના પર મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું કે CIDના એક વિશેષ IG સ્તરના અધિકારી આ મામલે તપાસ કરી રહ્યાં છે. પોલીસે અપરાધના 8 કલાકની અંદર 101 લોકોની ધરપકડ કરી હતી. અમે આજે વ્હોટ્સએપ દ્વારા આરોપીઓના નામ બહાર પાડી રહ્યાં છીએ. આ સૂચિમાં કોઈ પણ મુસ્લિમ નથી. 

તેમણે સ્પષ્ટ કર્યું કે વીડિયોમાં એક અવાજ સંભળાયો છે 'ઓયે બસ', લોકોએ તેને ઓનલાઈન પ્રસારિત કર્યો અને કેટલાક લોકોએ તેને 'શોએબ બસ' કહ્યું. રાજ્યનું આખુ વહિવટીતંત્ર મહામારી સામે લડી રહ્યું છે અને કેટલાક લોકોએ આ મામલાને સાંપ્રદાયિક બનાવવાની કોશિશ કરી. 

— ANI (@ANI) April 22, 2020

આ બાજુ પાલઘરમાં હચમચાવી નાખનારી આ ઘટના અંગે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે મહારાષ્ટ્ર પોલીસના ડીજીપીને નોટિસ ફટકારીને 4 અઠવાડિયાની અંદર ઘટનાનો વિસ્તૃત રિપોર્ટ આપવા જણાવ્યું છે. શું કાર્યવાહી કરાઈ અને કેટલી સહાયતા અપાઈ, તેની પણ જાણકારી માંગવામાં આવી છે. 

અત્રે જણાવવાનું કે આ અગાઉ ઉદ્ધવ ઠાકરે પણ કહી ચૂક્યા છે કે આ મામલાને કોઈ ધાર્મિક રંગ આપવાની કોશિશ ન કરે. ગેરસમજમાં સાધુઓ પર હુમલો થયો. ઠાકરેએ સોમવારે કહ્યું કે જે પણ લોકો આ સમગ્ર મામલે ગેરસમજ ફેલાવવાની કોશિશ કરી રહ્યાં છે તેઓ એવું ન કરે.  તેમણે કહ્યું હતું કે આ સમગ્ર ઘટનાને લઈને મારી ગૃહમંત્રી અમિત શાહ સાથે વાત થઈ છે. આ મામલે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે પણ વાત થઈ છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે ગૃહમંત્રીએ મારા પર ભરોસો જતાવ્યો છે. તેમણે કહ્યું કે જે રીતે તમે કોરોના સામે લડી રહ્યા છો તે જ રીતે ગુંડાઓ સામે પણ લડો. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news