પાકિસ્તાને ફરી કર્યું સિઝફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો મુંહતોડ જવાબ

જમ્મુ-કાશ્મીર (Jammu & Kashmir)ના પૂંછ જિલ્લામાં એલઓસી (LOC) પાસે રવિવારના પાકિસ્તાની (Pakistan) સેનાએ ભારે ગોળીબાર કર્યો હતો, ત્યારબાદ ભારતીય સેનાએ પણ તેના જવાબમાં વળતો પ્રહાર કર્યો હતો. સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા કર્નલ દેવેન્દ્ર આનંદે જણાવ્યું હતું કે, રવિવારે સાંજે 5.45 વાગ્યે, પાકિસ્તાને પુંછ જિલ્લામાં આવેલા માનકોટે ખાતે નાના હથિયારો વડે ગોળીબાર કર્યો હતો.
પાકિસ્તાને ફરી કર્યું સિઝફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો મુંહતોડ જવાબ

શ્રીનગર: જમ્મુ-કાશ્મીર (Jammu & Kashmir)ના પૂંછ જિલ્લામાં એલઓસી (LOC) પાસે રવિવારના પાકિસ્તાની (Pakistan) સેનાએ ભારે ગોળીબાર કર્યો હતો, ત્યારબાદ ભારતીય સેનાએ પણ તેના જવાબમાં વળતો પ્રહાર કર્યો હતો. સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા કર્નલ દેવેન્દ્ર આનંદે જણાવ્યું હતું કે, રવિવારે સાંજે 5.45 વાગ્યે, પાકિસ્તાને પુંછ જિલ્લામાં આવેલા માનકોટે ખાતે નાના હથિયારો વડે ગોળીબાર કર્યો હતો.

પ્રવક્તાએ કહ્યું કે ભારતીય સેનાએ આનો જવાબ આપ્યો અને પાકિસ્તાની સેનાને પીછેહઠ કરવા દબાણ કર્યું. તે જ સમયે, પાકિસ્તાની સેનાએ ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લાના તંગધાર અને નૌગામ સેક્ટરમાં નિયંત્રણ રેખાની બાજુમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું. જેમાં પાકિસ્તાને ભારતીય સેનાની ફોરવર્ડ પોસ્ટ્સને નિશાન બનાવ્યું હતું.

તે સમય દરમિયાન, ત્રણ નાગરિકોને ગોળી વાગવાથી ઘાયલ થયા હતા. જે બાદ સેનાએ સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરનાહ સેક્ટરને ખાલી કરાવ્યું હતું. કુપવાડાના પોલીસ એસએસપીએ કહ્યું હતું કે કુપવાડા જિલ્લાના હંદવાડાના નૌગામ સેક્ટરમાં પાકિસ્તાની સેનાએ યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે, પાકિસ્તાને નૌગામ સેક્ટરમાં નિયંત્રણ રેખાની બાજુમાં મોર્ટાર અને હથિયારથી ફાયરિંગ કર્યું હતું, જેના જવાબમાં કાર્યવાહી કરવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news