બાલકોટ એરસ્ટ્રાઇક બાદ પાકિસ્તાને બદલ્યું પ્લાનિંગ, આવુ હતું આયોજન
Trending Photos
નવી દિલ્હી : બાલકોટમાં જૈશ એ મોહમ્મદના આતંકવાદી કેમ્પ પર ભારતના સર્જીકલ સ્ટ્રાઇકથી પાકિસ્તાન ગભરાઇ ગયું હતું. પાકિસ્તાની સેના અને આઇએસઆઇતે સમજી શકતા નહોતા કે કયા પ્રકારે આતંકવાદી હુમલાને પાર પાડવામાં આવે. સાથે જ ભારતે જવાબી કાર્યવાહીથી કઇ રીતે પોતાની જાતને બચાવી શકાય. બાલકોટમાં ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઇક બાદ ગુપ્તચર એજન્સીઓ પાસેથી Zee NEWS ને મળેલી એક્સક્લુસિવ માહિતી અનુસાર જ્યારથી ભારતીય વાયુસેનાએ બાલકોટમાં જૈશના કેમ્પ પર હુમલાની કાર્યવાહી કરી છે. ત્યાર બાદથી પાકિસ્તાન સેના ખુબ જ દબાણમાં છે અને તેઓ સતત પોતાની રણનીતિમાં પરિવર્તન કરવામાં લાગેલા છે.
અલવરના MPનું હેલિકોપ્ટર બેકાબુ બનીને ગોળ ગોળ ફરવા લાગ્યું, માંડ માંડ બચ્યા, જુઓ VIDEO
બાલકોટ હુમલા બાદ તૈયારીઓ ગુપ્ત એજન્સીઓનાં રિપોર્ટ અનુસાર પાકિસ્તાન ભારત પર રહેલી પોતાની સીમાને મજબુત કરવામાં લાગેલા છે, જેથી તેઓ ભારતનાં હુમલાથી પોતાની જાતને બચાવી શકે. આવો તમને જણાવીએ છીએ કે બાલકોટનાં હુમલા બાદ પાકિસ્તાન ભારતની વિરુદ્ધ કઇ રણનીતિ બનાવી રહ્યા છે?
મેરઠમાં કોઈ પણ હિન્દુ પરિવારનું પલાયન થયું નથી: CM યોગી આદિત્યનાથ
ગુપ્તચર એજન્સીઓનો મોટો ખુલાસો
પાકિસ્તાની એરફોર્સે કહ્યું કે, તેઓ ઘણા લાંબા સમયથી પેન્ડિંગ પડેલા હથિયારો અને રડારની ખરીદી કરે. પાકિસ્તાન લાઇન ઓફ કંટ્રોલ અને ભારત પર રહેલી સીમા આસપાસની રડાર સિસ્ટમને મજબુત કરવામાં લાગેલા છે, જેના કારણે બાલકોટ જેવા વધારે એક હુમલાને ટાળી શકાય છે.
'મન કી બાત'માં પીએમ મોદીએ જળ સંરક્ષણ પર આપ્યો મોટો સંદેશ
પાકિસ્તાની સેનાએ પીઓકેમાં રહેલા તમામ ટેરર કેમ્પમાં રહેલા આતંકવાદીઓને કહ્યું કે, તેઓ ખુલ્લેઆમ હથિયાર લઇને પીઓકે અથવા લાઇન ઓફ કંટ્રોલની આસપાસ ન જાય. સાથે જ વગર પાકિસ્તાની વર્દી પહેર્યા વગર આતંકવાદીઓના કેમ્પની બહાર કાઢવા પર પ્રતિબંધ લગાવી દેવાઇ છે. ગુપ્તચર એજન્સીઓના અનુસાર તેની પાછળ સૌથી મોટુ કારણ એજ છે કે પાકિસ્તાન આ આતંકવાદીઓને ભારતના સેટેલાઇટ્સ અને ડ્રોન્સથી બચાવવા માંગે છે.
અમરનાથ યાત્રા આજથી શરૂ, ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે શ્રદ્ધાળુઓનો પહેલો જથ્થો રવાના
પાકિસ્તાની સેના આંતરરાષ્ટ્રીય દબાણના કારણે થોડા મહિનાઓ માટે ટેરર કેમ્પસને પોતાની સક્રિયતા ઘટાડવા માટે કહ્યું છે, જેના કારણે દબાણ ઘટતાની સાથે જ ફરીથી ભારતમાં મોટા પ્રમાણમાં આતંકવાદીઓની ઘુસણખોરી કરાવવામાં આવી શકે. પાકિસ્તાનની આઇએસઆઇ અફઘાનિસ્તાનનાં હક્કાની નેટવર્ક, જૈશ એ મોહમ્મદ, તાલિબાન અને આઇએસઆઇએસ આતંકવાદીઓ વચ્ચે બેઠક કરાવી રહ્યા છે. જેના કારણે ભવિષ્યમાં તાલિબાની આતંકવાદીઓને ભારત પર હુમલા કરાવી શકે છે.
મધ્યપ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ બદલવામાં આવી શકે છે, CM કમલનાથે આપ્યા સંકેત
પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી જૈશ એ મોહમ્મદ અને મૌલાના મસુદ અઝહરની વિરુદ્ધ લાગેલા પ્રતિબંધથી પરેશાન છે. બીજી તરફ અફઘાનિસ્તાન સીમા અને પાકિસ્તાન સીમાની નજીક પાકિસ્તાન જૈશ એ મુતકી નામથી એક નવા આતંકવાદી જુથને બનાવવી રહ્યા છે. રિપોર્ટ અનુસાર પાકિસ્તાને તેની સાથે જોડાયેલા આતંકવાદીઓની ટ્રેનિંગ માટે મીરમશાહ શહેરમાં ટેરર કેમ્પસ બનાવવાના પ્રયાસો કરી રહ્યા છે. મીરમશાહ પાકિસ્તાનના નોર્થ વજીરીસ્તાનનો હિસ્સો છે અને તે અફઘાનિસ્તાનથી માત્ર 60 કિલોમીટરના અંતરે છે.
મંગળસુત્ર-સિંદુર અંગે નુસરતે કહ્યું, મારા પહેરવેશ પર ટીપ્પણીનો કોઇને અધિકાર નહી
પાકિસ્તાન એરફોર્સે કહ્યું કે, તેઓ લાંબા સમયથી પેઇન્ટિંગ પડેલા હથિયારો અને રડારની ખરીદી કરે. પાકિસ્તાન લાઇન ઓફ કંટ્રોલ અને ભારત પર રહેલ સીમાની આસપાસ રડાર સિસ્ટમને મજબુત કરવામાં લાગેલા છે, જેના કારણે બાલકોટ જેવો એક વધારે હુમલો ટાળી શકાય.પાકિસ્તાન ભારતીય વાયુસેનાના જંગી જહાજોને સિસ્ટમને જામ કરવા માટે વિશ્વનાં કેટલાક દેશોથી રડાર જામ ખરીદવામાં લાગેલા છે. જેના કારણે હુમલાના સમયે ભારતની કમ્યુનિકેશ સિસ્ટમને બ્રેક કરવામાં આવી શકે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે