દિલ્હીના 70 ધારાસભ્યોમાંથી 50%ની વિરુદ્ધ ગંભીર ક્રિમિનલ કેસઃ એડીઆર


આમ આદમી પાર્ટીના 62 ધારાસભ્યોમાંથી પ્રત્યેકની સરેરાશ સંપત્તિ 14.96 કરોડ રૂપિયા છે. તો ભાજપના 8 ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ 9.10 કરોડ રૂપિયા છે. 

દિલ્હીના 70 ધારાસભ્યોમાંથી 50%ની વિરુદ્ધ ગંભીર ક્રિમિનલ કેસઃ એડીઆર

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભામાં ચૂંટાયેલા 70 ધારાસભ્યોમાંથી 37એ જાહેરાત કરી છે કે તેની વિરુદ્ધ ગંભીર ક્રિમિનલ કેસ પેન્ડિંગ છે. તેમાં હત્યાનો પ્રયત્ન અને બળાત્કાર જેવા આરોપ પણ છે. ચૂંટણી સુધાર માટે કામ કરનારી બિન-સરકારી સંસ્થા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)એ ધારાસભ્યોના એફિડેવિડનો અભ્યાસ કરીને આ જાણકારી આપી છે. 

અભ્યાસનું કહેવું છે કે નવા ચૂંટાયેલા ધારાસભ્યો દ્વારા કરવામાં આવેલી જાહેરાતના વિશ્લેષણથી ખ્યાલ આવે છે કે તેમાંથી 43 ક્રિમિનલ કેસનો સામનો કરી રહ્યાં છે. આ 43 ધારાસભ્યોમાંથી 37એ જણાવ્યું કે, તેની વિરુદ્ધ બળાત્કાર, હત્યાનો પ્રયાસ અને મહિલાઓ વિરુદ્ધ ગુનાઓ જેવા ગંભીર ક્રિમિનલ કેસો પેન્ડિંગ છે. 

37માંથી 13 ધારાસભ્યોએ મહિલાઓ વિરુદ્ધ ગુના સંબંધિત મામલાની જાહેરાત કરી છે. આ 13માંથી એકે જણાવ્યું કે, તેની વિરુદ્ધ બળાત્કારનો કેસ પેન્ડિંગ છે. પાછલી વિધાનસભામાં 70માંથી 24 ધારાસભ્યો વિરુદ્ધ ક્રિમિનલ કેસો ચાલી રહ્યાં હતા. 

કરોડોના માલિક છે ધારાસભ્યો
આ અભ્યાસમાં તે પણ જાણવા મળ્યું છે કે આપના 45 અને ભાજપના 7 ધારાસભ્યોએ એક-એક કરોડ રૂપિયાથી વધુની સંપત્તિની જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટીના 62 ધારાસભ્યોમાંથી પ્રત્યેકની સરેરાશ સંપત્તિ 14.96 કરોડ રૂપિયા છે. તો ભાજપના 8 ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ 9.10 કરોડ રૂપિયા છે. 

દિલ્હીઃ હાર બાદ પીસી ચાકો અને સુભાષ ચોપડાનું રાજીનામું મંજુર, શક્તિસિંહને અપાયો ચાર્જ

આ છે દિલ્હીના સૌથી ધનવાન ધારાસભ્ય
મુંડકા સીટથી જીત મેળવનાર આપના ધારાસભ્ય ધર્મપાલ લાકડાની પાસે 292 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે અને નવી વિધાનસભામાં તે સૌથી ધનવાન ધારાસભ્ય છે. લાકડા બાદ આરકે પુરમના ધારાસભ્ય પ્રમિલા ટોકસનો નંબર આવે છે તેમની કુલ સંપત્તિ 80 કરોડ રૂપિયા છે. 

ત્યારબાદ પટેલ નગરના ધારાસભ્ય રાજ કુમાર આનંદનો નંબર આવે છે, જેમની સંપત્તિ 78 કરોડ રૂપિયા છે. 70 ધારાસભ્યોમાંથી સૌથી ઓછી 76000ની સંપત્તિ મંગોલપુરીના ધારાસભ્ય રાખી બિરલાની છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news