Coronavirus: જાપાનમાં ક્રુઝમાં ફસાયેલા બે ભારતીયોને લાગ્યો ચેપ, દૂતાવાસે કરી પુષ્ટિ
આખરે જાપાનમાં ઉભેલી ડાયમંડ પ્રિન્સેસ શિપ પર રહેલા ભારતીય પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. મહત્વનું છે કે શિપમાં રહેલા આશરે 3700 યાત્રીકોમાંથી 138 ભારતીય છે અને હવે 2 ભારતીયોમાં કોરોના વાયરસનો ચેપ લાગી ગયો છે.
Trending Photos
ટોક્યોઃ 'ડાયમંડ પ્રિન્સેસ' ક્રુઝમાં ખતરનાક નોવલ કોરોના વાયરસથી ચેપગ્રસ્ત થનારા દર્દીઓની સંખ્યા દરરોજ વધી રહી છે. આ ક્રુઝ શિપ જાપાનના યોકોહામાના કિનારા પર પાછલા ઘણા દિવસથી ઉભી છે. ક્રુઝમાં 3711 યાત્રી સવાર છે જેમાં કુલ 138 ભારતીય છે. હવે જાણકારી મળી છે કે ક્રૂઝ પર રહેલા બે ભારતીયોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને તેને કોરોનાનો ચેપ લાગી ગયો છે. બુધવારે જાપાનમાં ભારતીય દૂતાવાસના અધિકારીઓએ પુષ્ટિ કરતા કહ્યું કે, અત્યાર સુધી ક્રુઝ પર રહેલા 174 લોકોને કોરોના પોતાની ઝપેટમાં લઈ ચુક્યો છે.
14 દિવસની અવધિ 19 ફેબ્રુઆરીએ થઈ રહી છે પૂરી
મહત્વનું છે કે પાછલા સપ્તાહે ડાયમંડ પ્રિન્સેસ શિપ જાપાનના કિનારે પહોંચી હતી. પરંચુ પાછલા મહિને હોંગકોંગ જઈ ચુકેલા યાત્રીમાં નોવલ કોરોના વાયરસનો ચેપ જાણવા મળ્યા બાદ આ ક્રુઝ ત્યાં જ ઉભી છે. ક્રુઝમાં રહેલા યાત્રીકોમાંથી કોઈને જાપાનમાં ઉતરવા ન દીધા અને તેને 14 દિવસ સુધી ત્યાં રોકી દેવામાં આવ્યું છે. 14 દિવસની તે અવધિ 19 ફેબ્રુઆરીએ પૂરી થશે.
ચીનમાં કોરોના વાયરસનો કહેર, મૃત્યુઆંક પહોંચ્યો 1100ને પાર
ભારતીય દૂતાવાસે એક નિવેદનમાં કહ્યું, 'શિપ પર નોવલ કોરોના વાયરસના ચેપના બે શંકાસ્પદ દર્દીઓ હોવાને કારણે તેને 19 ફેબ્રુઆરી 2020 સુધી કિનારા પર રોકી દેવામાં આવી છે.' મહત્વનું છે કે શિપમાં રહેલા ભારતીયોએ ભારત સરકારને અપીલ કરી હતી કે તેને બહાર કાઢીને દેશમાં પરત લાવવામાં આવે. તેના પરિવારજનોએ પણ ભારત સરકારને ક્રુઝ પર રહેલા ભારતીયોની મદદ કરવાનું કહ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
જુઓ LIVE TV
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે