Election 2021: બંગાળમાં મમતા, તમિલનાડુમાં કોંગ્રેસ ગઠબંધન, જાણો પાંચ રાજ્યના અનુમાનઃ સર્વે

ચાર રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમ છે. તમામ રાજકીય પાર્ટીઓ ચૂંટણી પ્રચાર કરી રહી છે. પશ્ચિમ બંગાળ, અસમ, કેરલ, તમિલનાડુ અને પુડુચેરીમાં રાજકીય દળ ચૂંટણી જીતવા માટે અભિયાનમાં લાગ્યા છે. આ વચ્ચે ક્યા રાજ્યમાં કઈ પાર્ટી જીતશે તેનો એક સર્વે સામે આવ્યો છે. 
 

Election 2021: બંગાળમાં મમતા, તમિલનાડુમાં કોંગ્રેસ ગઠબંધન, જાણો પાંચ રાજ્યના અનુમાનઃ સર્વે

નવી દિલ્હીઃ ચાર રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમ છે. તમામ રાજકીય પાર્ટીઓ ચૂંટણી પ્રચાર કરી રહી છે. પશ્ચિમ બંગાળ, અસમ, કેરલ, તમિલનાડુ અને પુડુચેરીમાં રાજકીય દળ ચૂંટણી જીતવા માટે અભિયાનમાં લાગ્યા છે. આ વચ્ચે રાજ્યમાં કોની સરકાર બનશે તેને લઈને એક ખાનગી ચેનલે વોટરનો સર્વે કર્યો છે. 

સર્વે અનુસાર કેરલમાં લેફ્ટ ડેમોક્રેટિક ફ્રંટ (LDF) ના ફરીથી વાપસીની સંભાવના છે. એલડીએફ કુલ 140 સીટોમાંથી 82 પર જીત હાસિલ કરી શકે છે. તો યૂનાઇટેડ ડેમોક્રેટિક ફ્રંટ (UDF) 56 સીટો પર જીત હાસિલ કરી શકે છે, જ્યારે ભાજપને માત્ર એક સીટ મળી શકે છે. 

સર્વે અનુસાર તમિલનાડુમાં સત્તા પરિવર્તનના સંકેત મળ્યા છે. અન્નાદ્રમુકની આગેવાનીવાળા ગઠબંધનને માત્ર 65 સીટો મળવાનું અનુમાન છે. તો ડીએમકેના નેતૃત્વવાળા યૂપીએ ગઠબંધન 158 સીટો જીતી શકે છે. કુલ મળીને તમિલનાડુમાં યૂપીએની સરકાર બનવાના સંકેત મળી રહ્યાં છે. 

અસમમાં ભાજપની વાપસી
આ ચૂંટણી સર્વે પ્રમાણે અસમમાં ફરી ભાજપની વાપસી થઈ શકે છે. સર્વે પ્રમાણે અસમમાં એનડીએ ગઠબંધન 126માંથી 67 સીટ જીતી શકે છે. પરંતુ યૂપીએ આ વખતે સારૂ પ્રદર્શન કરશે અને તેના ખાતામાં 57 સીટ આવી શકે છે. અન્યને બે સીટ મળવાનું અનુમાન છે. 126 સભ્યોવાળી અસમ વિધાનસભામાં બહુમતી માટે 64 સીટ જોઈએ.

બંગાળમાં ટીએમસીને મળી શકે છે જીત
પશ્ચિમ બંગાળમાં ટીએમસીને 154 સીટ મળવાનું અનુમાન છે, જ્યારે ભાજપને 107 બેઠકો મળી શકે છે. 2016ની ચૂંટણીમાં ટીએમસીએ 211 સીટ જીતી હતી તો ભાજપે માત્ર ત્રણ બેઠકથી સંતોષ કર્યો હતો. સર્વે પ્રમાણે બંગાળમાં ટીએમસીની વાપસી થઈ શકે છે પરંતુ તેની સીટો ઘટવાથી ભાજપ મજબૂત થશે. 

પુડુચેરીમાં બની શકે છે એનડીએ સરકાર
પુડુચેરીમાં 30 સીટોમાંથી એનડીએને 16થી 20 બેઠકો મળી શકે છે. તો યૂપીએના ખાતામાં 13 સીટ આવી શકે છે. કોંગ્રેસે આ કેન્દ્ર શાસિત પ્રદેશમાં સત્તા ગુમાવવી પડી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news