Rajkot માં ગેંગવોર! બહેનની બાતમી આપનારને પથ્થરના ઘા મારીને હત્યા અને પછી...

કુવાડવા રોડ પર થયેલી હત્યાનો પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે. ગત શનિવારે થયેલી હત્યા મામલે પોલીસે બે શખ્સોને પકડી પાડ્યા છે. ચોરીમાં પકડાયેલી બહેનની  બાતમી આપ્યાની શંકા હત્યામાં પરીણમી હતી. કોણ છે આ શખ્સો અને કઇ રીતે આપ્યો હત્યાને અંજામ તે ખુબ જ રોચક છે. પોલીસના સકંજામાં રહેલા આ શખ્સોના નામ છે કમલેશ ઉર્ફે કમો વાડદોરિયા અને ગોપાલ ઉર્ફે ગોવિંદ સોલંકી. આ શખ્સો પર આરોપ છે મુકેશ સોલંકી નામના વ્યક્તિની હત્યા તેમના દ્વારા કરવામાં આવી છે. ગત શનિવારના રોજ રાત્રીના સમયે કુવાડવા રોડ પર મુકેશ નામના વ્યક્તિની પથ્થરના ધા ઝીંકીને હત્યા કરી નાખી હતી. પોલીસ તપાસમાં હત્યા જે સ્થળે થઇ હતી ત્યાં રહેલી ઇંડાની લારી સંચાલકે બંન્ને આરોપીને જોયા હતા. જેને લઇને પોલીસે તપાસ શરૂ કરી હતી ત્યાર બાદ બાતમીના આધારે બંન્ને શખ્સોને પકડી પાડ્યા છે.

Rajkot માં ગેંગવોર! બહેનની બાતમી આપનારને પથ્થરના ઘા મારીને હત્યા અને પછી...

ઉદય રંજન/રાજકોટ : કુવાડવા રોડ પર થયેલી હત્યાનો પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે. ગત શનિવારે થયેલી હત્યા મામલે પોલીસે બે શખ્સોને પકડી પાડ્યા છે. ચોરીમાં પકડાયેલી બહેનની  બાતમી આપ્યાની શંકા હત્યામાં પરીણમી હતી. કોણ છે આ શખ્સો અને કઇ રીતે આપ્યો હત્યાને અંજામ તે ખુબ જ રોચક છે. પોલીસના સકંજામાં રહેલા આ શખ્સોના નામ છે કમલેશ ઉર્ફે કમો વાડદોરિયા અને ગોપાલ ઉર્ફે ગોવિંદ સોલંકી. આ શખ્સો પર આરોપ છે મુકેશ સોલંકી નામના વ્યક્તિની હત્યા તેમના દ્વારા કરવામાં આવી છે. ગત શનિવારના રોજ રાત્રીના સમયે કુવાડવા રોડ પર મુકેશ નામના વ્યક્તિની પથ્થરના ધા ઝીંકીને હત્યા કરી નાખી હતી. પોલીસ તપાસમાં હત્યા જે સ્થળે થઇ હતી ત્યાં રહેલી ઇંડાની લારી સંચાલકે બંન્ને આરોપીને જોયા હતા. જેને લઇને પોલીસે તપાસ શરૂ કરી હતી ત્યાર બાદ બાતમીના આધારે બંન્ને શખ્સોને પકડી પાડ્યા છે.

શા માટે કરી હત્યા? 
પોલીસના કહેવા પ્રમાણે હત્યા કરનાર કમલેશે કબૂલાત આપી હતી કે, 5 વર્ષ પહેલા પોરબંદર પોલીસે કમલેશની બહેનને ચોરીના ગુનામાં પકડી પાડી હતી. કમલેશની બહેને પોલીસ સ્ટેશનમાં જ આત્મહત્યા કરી હતી. ત્યાર બાદમાં કમલેશના બનેવીએ પણ આત્મહત્યા કરી લીધી હતી. આ બાબતે કમલેશને આશંકા હતી કે તેની બહેનની બાતમી મુકેશ સોલંકીએ આપી હતી. આ બાબતે મુકેશ અને કમલેશના પરિવારજનો વચ્ચે મનદુ:ખ ચાલતું હતું. દરમિયાન શનિવારે સાંજના સમયે મુકેશ અને કમલેશ તથા ગોપાલ વચ્ચે માથાકૂટ થઇ હતી.

જેના પગલે કમલેશ અને ગોપાલ મુકેશને લઇને એક વેરાન સ્થળે ગયા હતા. જ્યાં પથ્થરના ધા ઝીંકીને હત્યા કરી નાખી હતી. હાલ પોલીસે બંન્ને આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે. પોલીસના કહેવા પ્રમાણે પકડાયેલા આરોપી ગોપાલ ઉર્ફે ગોવિંદ અગાઉ ચોરીના ગુનામાં પકડાય ચુક્યો છે. હાલ પોલીસ બંન્નેના રિમાન્ડ લેવાની તાજવીજ હાથ ધરી છે અને આરોપીઓ વિરુધ્ધ કાયદાનો ગાળિયો મજબૂત કરવા પૂરાવાઓ એકત્ર કરી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news