PM મોદીના ભત્રીજીનું પર્સ છીનવીને ફરાર થયેલા બદમાશને પોલીસે દબોચ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભત્રીજી દમયંતીબેન મોદીનું પર્સ છીનવીને ભાગનારા બદમાશોમાંથી એક વ્યક્તિની પોલીસે ધરપકડ કરી લીધી છે.

PM મોદીના ભત્રીજીનું પર્સ છીનવીને ફરાર થયેલા બદમાશને પોલીસે દબોચ્યો

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભત્રીજી દમયંતીબેન મોદીનું પર્સ છીનવીને ભાગનારા બદમાશોમાંથી એક વ્યક્તિની પોલીસે ધરપકડ કરી લીધી છે. ધરપકડ કરાયેલા વ્યક્તિનું નામ નોનુ છે. પોલીસને નોનુ પાસેથી દમયંતીબેનનું પર્સ, મોબાઈલ વગેરે મળી આવ્યાં છે. અત્રે જણાવવાનું કે શનિવારે ગુજરાતી સમાજ ભવનના ગેટ પર દમયંતીબેનને કેટલાક બદમાશોએ લૂંટી લીધા હતાં.દમયંતીબેન મોદી સાથે દિલ્હીના સિવિલ લાઇન્સ વિસ્તારમાં આ ઘટના બની હતી. અમૃતસરથી દિલ્હી આવ્યા બાદ ગુજરાતી સમાજ ભવન (Gujarati Bhavan) બહાર રીક્ષાથી ઉતરતા જતા હતા ત્યારે તેમનું પર્સ ચોરીને ફરાર થયો હતો. 

— ANI (@ANI) October 13, 2019

દમયંતીબેનના પર્સમાં 56 હજાર રૂપિયા રોકડા, બે ફોન, અને કેટલાક જરૂરી દસ્તાવેજો હતાં. સિવિલ લાઈન્સ પોલીસે આ મામલે કેસ દાખલ કર્યો. પોલીસ પાસે સીસીટીવી કેમેરાના કારણે સમગ્ર ઘટનાની પૂરી જાણકારી મળી. ત્યારબાદ મોડી રાતે આરોપીની ધરપકડ કરાઈ. 

જુઓ LIVE TV

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભત્રીજી દમયંતી મોદી ગઈ કાલે શનિવારે સવારે અમૃતસરથી દિલ્હી પહોંચ્યા હતા. તેમનો દિલ્હીમાં બહુ જ ખરાબ અનુભવ થયો હતો. દિલ્હીમાં સિવિલ લાઈન્સ વિસ્તારમાં આવેલ ગુજરાતી સમાજમાં દમયંતી મોદીએ રુમ બૂક કરાવ્યો હતો. તેઓ જૂની દિલ્હીથી રીક્ષામાં પરિવારની સાથે ગુજરાતી ભવન પહોંચ્યા હતા. તેઓ જેવા ગેટ પર ઉતર્યા કે ત્યાં સ્કૂટી પર સવાર બે બદમાશો આવ્યાં અને તેમનું પર્સ ચોરીને ફરાર થયા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news