વન નેશન વન ઇલેક્શન બેઠક પુર્ણ: કમિટીની રચના કરી તમામ પાસાનો અભ્યાસ કરાશે

વડાપ્રધાન મોદી દ્વારા પ્રસ્તાવિત વન નેશન વન ઇલેક્શન પોલિસી માટેની બેઠકનો કોંગ્રેસ અને સપા - બસપા સહિતનાં અનેક વિપક્ષો બહિષ્કાર કરી ચુક્યા છે

વન નેશન વન ઇલેક્શન બેઠક પુર્ણ: કમિટીની રચના કરી તમામ પાસાનો અભ્યાસ કરાશે

નવી દિલ્હી : દેશમાં એક સાથે વિધાનસભા અને લોકસભાની ચૂંટણી કરાવવા મુદ્દે મોદી સરકારે પગલું ઉઠાવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આ મુદ્દે બેઠક કરી રહ્યા છે. જેમાં ભાગ લેવા માટે  તમામ પાર્ટી અને તમામ વિપક્ષી દળોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જો કે કોંગ્રેસ, ટીએમસી, એસપી, બીએસપી સહિત અનેક પાર્ટીઓ તેનો બહિષ્કાર કરી રહી છે. બીજી તરફ YSR, BJD, TRS જેવી પાર્ટીઓ તેમાં ભાગ લઇ રહી છે. બેઠકમાં એક દેશ એક ચૂંટણી ઉપરાંત પણ અનેક મુદ્દાઓ પર ચર્ચા થવાની છે. 

વન નેશન વન ઇલેક્શન અંગે કમિટીની રચના થશે.
વન નેશન વન ઇલેક્શન પર બેઠકમાં ભાગ લેવા આવેલા ટીઆરએસ નેતા ટી.રામારાવે કહ્યું કે, એક દેશ એક ચૂંટણી મોદી કે ભાજપનો એજન્ડા નથી. ટીઆરએસ નેતાના અનુસાર વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ મુદ્દે કોઇ ઉતાવળ નથી, ન તો તેમને 2024 સુધી તેને લાગુ કરવાનું છે. વડાપ્રધાને કહ્યું કે, હું તમારા વિચાર સાંભળુ અને તેના માટે કોઇ નકારાત્મક અને આલોચનાત્મક રીતે નથી જોતો. આગળ વધવા માટે સારુ પગલું છે. આપણે એક કમિટી પણ બનાવી શખીએ છીએ જે આમા રહેલી જટિલતાઓનો પણ અભ્યાસ કરશે. 

વન નેશન વન ઇલેક્શનનાં સમર્થનમાં દેવડા
વન નેશન વન ઇલેક્શન મુદ્દે બેઠક ખતમ થઇ ચુકી છે. વન નેશ વન ઇલેક્શન અંગે કોંગ્રેસ નેતા મિલિંદ દેવડાએ પાર્ટી લાઇનથી હટીને મંતવ્ય આપ્યું છે. કોંગ્રેસ અત્યાર સુધી નરેન્દ્ર મોદી સરકારનાં તે પ્રસ્તાવનો સૈદ્ધાંતિક રીતે વિરોધ કરી રહી હતી. જો કે મિલિંદ દેવડાએ કહ્યું કે, કેન્દ્ર સરકારનાં આ પ્રસ્તાવ અંગે ડિબેટ કરવામાં આવવી જોઇએ. તેમણે કહ્યું કે, આપણે તે ભુલવું ન જોઇએ કે 1967 સુધી આ દેશમાં એક સાથે ચૂંટણી થઇ રહી હતી. દેવડાએ કહ્યું કે, સંસદના પૂર્વ સભ્ય હોવાનાં કારણે કહેવા માંગશે કે સતત ચૂંટણી ગુડ ગવર્નેંસની દિશામાં બાધા છે. તેનાં કારણે તેના મુળ મુદ્દાઓથી ભટકી જાય છે અને તેમનું ફોકસ જનતાને લોભાવવામાં લાગી જાય છે. 

વન નેશન વન ઇલેક્શન
વન નેશન વન ઇલેક્શનનાં મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ચાલી રહેલી બેઠકમ થઇ ચુકી છે.

બેઠકમાં 14 પાર્ટીઓ ગેરહાજર
એક દેશ એક ચૂંટણી પર ચાલી રહેલી વડાપ્રધાન મોદીની બેઠકમાં 14 પાર્ટીઓ જોડાઇ નહોતી. એનડીએનાં સહયોગી રહેલી શીવસેના પણ આ બેઠકમાં ગેરહાજર રહી હતી. ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાઇકે એક દેશ એક ચૂંટણીને સમર્થન આપ્યું છે. જ્યારે સીપીએસ, સમાજવાદી પાર્ટી બેઠકમાં પહોંચી નથી. ઓરિસ્સાનાં મુખ્યમંત્રી નવીન પટનાઇકે એક દેશ એક ચૂંટણીનું સમર્થન કર્યું છે. મીટિંગમાં ગેરહાજર રહેલી પાર્ટીઓમાં કોંગ્રેસ, આપ, ટીએમસી, ટીડીપી, એઆઇડીએમકે, ડીએમકે, સપા, બસપા, શિવસેના, આરજેડી, જેડીએસ, ઝારખંડ મુક્તિ મોર્ચો, એઆઇયુડીઆઇ અને આઇયૂએમએલનો સમાવેશ થાય છે. 

‘એક દેશ, એક ચૂંટણી’ને લઇ પીએમ મોદીની બેઠકમાં સામેલ નહીં થાય કોંગ્રેસ
ચૂંટણી સુધારણા પર થાય ચર્ચા-ગૌરવ ગોગોઇ
કોંગ્રેસ નેતા ગૌરવ ગોગોઇએ કહ્યું કે, વન નેશનલ વન ઇલેક્શનનો મુદ્દો ચૂંટણીમાં ધ્યાન ભટકાવવા માટે છે. તેમણે કહ્યું કે, સરકાર ઇચ્છે તો ચૂંટણી સુધારણા અંગે ચર્ચા કરાવી શકે છે. આ સરકારે ચૂંટણીમાં અનેક કારણોમાં કરાવ્યું છે. હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં અલગ અલગ કરાવવામાં આવે. રાજ્યસભા ચૂંટણી અલગ કરાવી રહી છે. સરકાર જવાબ આપે કે આવુ શા માટે થઇ રહ્યું છે. 

ગુજરાત રાજ્યસભા ચૂંટણીને લઇ સુપ્રીમ કોર્ટે પંચને આપી નોટિસ, હવે 25મી જૂને યોજાશે સુનાવણી
એક રાષ્ટ્ર એક ચૂંટણીને સમર્થન - નવીન પટનાઇક
ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે કહ્યું કે, તેમની પાર્ટી વન નેશન વન ઇલેક્શનનું સમર્થનક રે છે. તેમણે સંવિધાન પ્રસ્તાવનામાં અહિંસા શબ્દનો સમાવેશ કરવા માટેની પણ માંગ કરી છે. 
 

— ANI (@ANI) June 19, 2019

આઠવલેનાં તુકબંધી ભાષણને સાંભળી PM મોદી અને રાહુલ હસી હસીને લોટપોટ થઇ ગયા
વન નેશન વન ઇલેક્શન અંગે કેટલીક પાર્ટીઓ ક્યારે પણ તૈયાર નહી થાય.
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે વડાપ્રધાન મોદી દ્વારા વન નેશન વન ઇલેક્શન મુદ્દે બોલાવાયેલી બેઠક અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ભાજપનાં તે વચનો પર ધ્યાન આપવું જોઇએ જે તેમણે જનતાને આપ્યું છે. અમને આશા છે કે તે લોકો આ વાયદાઓને પુર્ણ કરાવવા માટે કામ કરશે, કેટલીક પાર્ટીઓ છે જે વન નેશન વન ઇલેક્શનનાં મુદ્દે ક્યારે પણ તૈયાર નહી થાય. 

દક્ષિણ આફ્રિકાના ધનકુબેર ગુપ્તા બંધુઓના પુત્રના ભવ્ય લગ્ન 'વિવાદમાં', બોલીવુડ સ્ટાર્સનો જમાવડો
YSRએ કર્યું સમર્થન
આંધ્રના મુખ્યમંત્રી અને વાયએસઆર કોંગ્રેસના પ્રમુખ જગન મોહન રેડ્ડીની પાર્ટીએ એક દેશ એક ચૂંટણીનું સમર્થન કર્યું છે. પાર્ટીનું કહેવું છે કે આના કારણે ચૂંટણી ખર્ચ બચશે અને સમય પણ બચશે. વડાપ્રધાન મોદીની બેઠકમાં ભાગ લેવા માટે એનસીપી પ્રમુખ શરદ પવાર પણ પહોંચ્યા છે. એઆઇએસઆઇએમસ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી પણ બેઠકમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે. તેલંગાણાના મુખ્યમંત્રી KCR આ બેઠકમાં જોડાયા નહોતા. જો કે તેનો પુત્ર કેટીઆર હાજર રહ્યો હતો. 

Video: જીઆરપી કોન્સ્ટેબલે લાઇનમાં ઉભા રહેવા કહ્યું, બે યુવકોએ માર માર્યો
શરૂ થયું મોદી મંથન અનેક નેતાઓ હાજર
વડાપ્રધાન મોદી પણ એક દેશ એક ચૂંટણીની બેઠકમાં પહોંચી ચુક્યા છે. વડાપ્રધાન મોદીના પહોંચ્યા બાદ બેઠક ચાલુ થઇ ચુકી છે. આ બેઠકમાં વન નેશન વન ઇલેક્શન ઉપરાંત ભારતની આઝાદીનાં 75 વર્ષ, મહાત્મા ગાંધીની 150મી જયંતી જેવા મુદ્દાઓ પર વાત થશે. બેઠકમાં અનેક નેતાઓ હાજર રહ્યા છે પરંતુ કોંગ્રેસ, ટીએમસી, જેવી વિપક્ષી પાર્ટીઓ તરફથી કોઇ હાજર નથી રહ્યું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news