Omicron Variant: દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફરેલ વ્યક્તિ કોરોનાથી સંક્રમિત, વેરિએન્ટની ઓળખ કરવા માટે થઈ રહી છે તપાસ

Omicron India News: કોરોના સંક્રમિત વ્યક્તિ 24 નવેમ્બરે દક્ષિણ આફ્રિકાથી દિલ્હી પહોંચ્યો હતો. આ પછી તે દિલ્હીથી મુંબઈ ગયો, જ્યાં તેની કોરોનાની તપાસ કરવામાં આવી.

Omicron Variant: દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફરેલ વ્યક્તિ કોરોનાથી સંક્રમિત, વેરિએન્ટની ઓળખ કરવા માટે થઈ રહી છે તપાસ

નવી દિલ્હીઃ Omicron India News: કોરોના વાયરસના ઓમિક્રોન વેરિએન્ટના ખતરા વચ્ચે દક્ષિણ આફ્રિકાથી ભારત આવેલા એક વ્યક્તિ કોરોના સંક્રમિત મળ્યો છે. પરંતુ વ્યક્તિ કોરોના વાયરસના ઓમિક્રોન વેરિએન્ટથી સંક્રમિત છે કે નહીં તેની જાણકારી તપાસ બાદ મળશે. સંક્રમિત વ્યક્તિના વેરિએન્ટની તપાસ માટે નમૂના મોકલવામાં આવ્યા છે.

24 નવેમ્બરે વ્યક્તિ આવ્યો હતો ભારત
કોરોના સંક્રમિત વ્યક્તિ 24 નવેમ્બરે દક્ષિણ આફ્રિકાથી દિલ્હી પહોંચ્યો હતો. આ પછી તે દિલ્હીથી મુંબઈ ગયો, જ્યાં તેની કોરોનાની તપાસ કરવામાં આવી. આ તપાસમાં જાણવા મળ્યું કે તે કોરોનાથી સંક્રમિત છે. જો કે, વેરિએન્ટને ઓળખવા માટે નમૂનાની તપાસ કરવામાં આવી રહી છે.

તમને જણાવી દઈએ કે કોરોના સંક્રમિત વ્યક્તિ પરિવારના લોકોની પણ તપાસ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે ભારતમાં અત્યાર સુધી ઓમિક્રોન વેરિએન્ટનો કોઈ કેસ સામે આવ્યો નથી. પરંતુ તેને વેરિએન્ટ ઓફ કન્સર્નનો દરજ્જો આપવામાં આવ્યો છે, જેના કારણે તંત્ર એલર્ટ પર છે. 

કેન્દ્રએ જાહેર કરી ગાઇડલાઇન
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે વિદેશથી ભારત આવતા પ્રવાસીઓ માટે નવી ગાઇડલાઇન બહાર પાડી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ભારત આવતા પ્રવાસીઓએ છેલ્લા 14 દિવસના પ્રવાસ ઇતિહાસની માહિતી આપવી પડશે. આ ઉપરાંત, એવું પણ કહેવામાં આવ્યું છે કે મુસાફરી પહેલા, મુસાફરો તેમના નેગેટિવ RT PCR રિપોર્ટ એર સુવિધા પોર્ટલ પર અપલોડ કરશે.

કેન્દ્રએ આવા 12 દેશોની યાદી પણ બહાર પાડી છે, જ્યાંથી ભારત આવતા પ્રવાસીઓ માટે વધારાના પગલાં લેવામાં આવ્યા છે. તેમાં યુકે, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, બાંગ્લાદેશ, બોત્સ્વાના, ચીન, મોરેશિયસ, ન્યુઝીલેન્ડ, ઝિમ્બાબ્વે, સિંગાપોર, હોંગકોંગ અને ઇઝરાયેલ સહિત યુરોપિયન યુનિયનના તમામ દેશોનો સમાવેશ થાય છે. આ દેશોમાંથી આવનારાઓએ પણ એરપોર્ટ પર કોરોના ટેસ્ટ કરાવવો પડશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news