Omicron Variant નો ખૌફ, RT-PCR ટેસ્ટ વગર હવે આ રાજ્યમાં નહીં મળે પ્રવેશ

કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોન (Coronavirus New Variant Omicron) એ ચિંતા વધારી દીધી છે અને સરકારે નવા વેરિએન્ટથી બચવા માટે તૈયારીઓ તેજ કરી છે.

Omicron Variant નો ખૌફ, RT-PCR ટેસ્ટ વગર હવે આ રાજ્યમાં નહીં મળે પ્રવેશ

મુંબઈ: કોરોના વાયરસ (Corona Virus) ના નવા વેરિએન્ટ ઓમિક્રોન (Coronavirus New Variant Omicron) એ ચિંતા વધારી દીધી છે અને સરકારે નવા વેરિએન્ટથી બચવા માટે તૈયારીઓ તેજ કરી છે. આ બધા વચ્ચે મહારાષ્ટ્ર સરકારે કોવિડ-19ના ઓમિક્રોન વેરિએન્ટના સંક્રમણ પર રોક લગાવવા માટે મોટું પગલું ભર્યું છે અને હવે ફ્લાઈટથી આવતા તમામ મુસાફરો માટે આરટી-પીસીઆર ટેસ્ટ(RT-PCR Test) કરાવવાનું ફરજિયાત કર્યું છે. 

અન્ય રાજ્યોમાંથી આવતા લોકોએ કરાવવો પડશે ટેસ્ટ
મહારાષ્ટ્ર સરકારના નવા નિર્ણય મુજબ બીજા રાજ્યોમાંથી આવતા હવાઈ મુસાફરોએ આરટી-પીસીઆર ટેસ્ટ (RTPCR Test) કરાવવો પડશે. આ અગાઉ પહેલા વિદેશથી આવતા મુસાફરોનો જ આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવામાં આવી રહ્યો હતો. આ સાથે જ મહારાષ્ટ્રની અંદર મુસાફરી કરનારા મુસાફરો માટે કોરોના રસીના બંને ડોઝ લીધેલા હોવા જરૂરી છે. રસીના બંને ડોઝ નહીં લાગ્યા હોવાની સ્થિતિમાં મુસાફરોએ આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવાનો રહેશે. 

હાઈ રિસ્કવાળા દેશોથી પાછા ફરેલા 6 લોકો કોરોના સંક્રમિત
દક્ષિણ આફ્રિકા અને અન્ય હાઈ રિસ્કવાળા દેશોથી મહારાષ્ટ્ર પાછા ફરેલા 6 લોકો કોરોના વાયરસ સંક્રમિત મળી આવ્યા છે. ત્યારબાદ પ્રશાસનની ચિંતા વધી ગઈ છે. કોરોના વાયરસથી સંક્રમિત મળી આવેલા 6 લોકોમાં હજુ સુધી નવા વેરિએન્ટ ઓમિક્રોનની પુષ્ટિ થઈ નથી. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગે કહ્યું કે કોરોના સંક્રમિત મળી આવેલા લોકોના નમૂના જીનોમ સિક્વેન્સિંગ માટે મોકલી દેવાયા છે અને રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. આ સાથે જ તેમની કોન્ટેક્ટ ટ્રેસિંગ પણ થઈ રહી છે. 

આ મુસાફરો દક્ષિણ આફ્રિકા અને અન્ય દેશોથી આવેલા છે જે મુંબઈ મહાનગર પાલિકા, કલ્યાણ-ડોમ્બિવલી, મીરા-ભાયંદર અને પુણે નગર નિગમ સીમાઓમાં મળ્યા છે. નાઈજીરિયાથી પહોંચેલા બે મુસાફરો પુણે નીજક પિંપરી-ચિંચવાડ નિગમ ક્ષેત્રમાં મળી આવ્યા છે. રાજ્ય સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યાં મુજબ તેમના સંપર્કમાં આવેલા લોકોની ભાળ મેળવવાની કવાયત ચાલુ છે. આ તમામ મુસાફરો જો કે તપાસમાં કોરોના સંક્રમિત મળ્યા છે પરંતુ તેઓ કાં તો લક્ષણો વગરના કે હળવા લક્ષણોવાળા છે. 

ભિવંડીના વૃદ્ધાશ્રમમાં વધુ 17 લોકો પોઝિટિવ
મહારાષ્ટ્રના ભિવંડી સ્થિત માતોશ્રી વૃદ્ધાશ્રમમાં 17 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. આ અગાઉ સોમવારે વૃદ્ધાશ્રમમાં 62 લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા હતા. ત્યારબાદ 52 અન્ય લોકોના ટેસ્ટ કરાયા. એન્ટીજન ટેસ્ટમાં 17 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. પરંતુ આરટી પીસીઆર ટેસ્ટમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે અને હવે તેમને આઈસોલેટ કરાયા છે. ભિવંડીના વૃદ્ધાશ્રમમાં કોરોના પોઝિટિવ મળી આવેલા લોકોમાં મોટાભાગના લોકોએ કોરોના રસીના બંને ડોઝ લીધા હતા. 

મહારાષ્ટ્રમાં કોરોનાના 678 નવા કેસ
મહારાષ્ટ્રમાં મંગળવારે કોરોનાના નવા 678 કેસ સામે આવ્યા હતા. જ્યારે મહામારીના કારણે 35 દર્દીઓના મોત થયા છે. ત્યારબાદ હવે રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 66 લાખ 35 હજાર 658 થઈ ગઈ છે. અત્યાર સુધીમાં કોરોનાના કારણે 1 લાખ 40 હજાર 997 લોકો પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news