Omicron ના કારણે ત્રીજી લહેર નક્કી, આ મહિને પીક પર, કોવિડ સુપરમોડલ પેનલની ચેતવણી

કોરોના વાયરસ (Coronavirus) ના નવા વેરિએન્ટ ઓમિક્રોન (Omicron) નો ખતરો વિશ્વભરમાં મંડરાઈ રહ્યો છે. આ દરમિયાન નેશનલ કોવિડ-19 સુપરમોડલ (National Covid-19 Supermodel)  પેનલે આગાહી કરી છે કે આગામી વર્ષે ફેબ્રુઆરીમાં કોરોના (Corona) પીક પર હશે.

Omicron ના કારણે ત્રીજી લહેર નક્કી, આ મહિને પીક પર, કોવિડ સુપરમોડલ પેનલની ચેતવણી

નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus) ના નવા વેરિએન્ટ ઓમિક્રોન (Omicron) નો ખતરો વિશ્વભરમાં મંડરાઈ રહ્યો છે. આ દરમિયાન નેશનલ કોવિડ-19 સુપરમોડલ (National Covid-19 Supermodel)  પેનલે આગાહી કરી છે કે આગામી વર્ષે ફેબ્રુઆરીમાં કોરોના (Corona) પીક પર હશે. ઓમિક્રોન (Omicron) ના કારણે ભારતમાં કોરોના વાયરસની ત્રીજી લહેર (Coronavirus Third Wave)  આવશે.

ડેલ્ટા વેરિઅન્ટને રિપ્લેસ કરશે ઓમિક્રોન 
તમને જણાવી દઈએ કે ભારતમાં દરરોજ કોરોના વાયરસના લગભગ 7 થી સાડા સાત હજાર કેસ આવી રહ્યા છે. આ કેસો ડેલ્ટા વેરિઅન્ટના છે. પરંતુ ટૂંક સમયમાં ઓમિક્રોન ડેલ્ટા વેરિઅન્ટનું સ્થાન લેશે.

કોરોનાની ત્રીજી લહેર આવશે
નેશનલ કોવિડ-19 સુપરમોડલ કમિટીના હેડ વિદ્યાસાગરે કહ્યું કે ઓમિક્રોન (Omicron) ના કારણે ભારતમાં કોરોનાની ત્રીજી લહેર આવશે પરંતુ તે બીજી લહેર કરતા નબળી હશે. એટલા માટે કારણ કે ભારતના મોટાભાગના લોકોમાં કોરોનાની બીજી લહેરમાં ઇમ્યુનિટી (Immunity) વિકસિત થઈ ચૂકી છે. જોકે એ નક્કી છે કે કોરોનાની ત્રીજી લહેર આવશે.

ત્રીજી વેવમાં દરરોજ વધુ કેસ નોંધાશે
જાણી લો કે વિદ્યાસાગર આઈઆઈટી હૈદરાબાદમાં પ્રોફેસર છે. તેમણે કહ્યું કે બીજા વેવ કરતાં ત્રીજા વેવમાં દરરોજ વધુ કેસ આવશે. હકીકતમાં, ફ્રન્ટલાઈન વર્કર્સ સિવાય ઉપરાંત અન્ય ભારતીય નાગરિકોએ 1 માર્ચ, 2020 થી રસીકરણ કરવાનું શરૂ થયું હતું. જ્યારે ભારતમાં ડેલ્ટા વેરિઅન્ટ ઝડપથી ફેલાયો હતો ત્યારે મોટાભાગના ભારતીયોને રસી આપવામાં આવી ન હતી. પરંતુ આ વખતે એવું થશે નહીં. કોરોનાની બીજી લહેર દરમિયાન ક્ષમતામાં વધારો કર્યો છે, એટલે પહેલા કરતા કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવો વધુ સરળ છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ કોરોનાના નવા પ્રકાર વિશે સમગ્ર વિશ્વને ચેતવણી આપી છે કે દોઢથી ત્રણ દિવસમાં ઓમિક્રોન (Omicron) ના કેસ બમણા થઈ રહ્યા છે. કોરોનાનો નવો વેરિએન્ટ લગભગ 90 દેશોમાં પહોંચી ગયો છે અને ભારતમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 126 થઈ ગઈ છે. ઓમિક્રોન (Omicron) નું સંક્રમણ ધીમે ધીમે દેશના 11 રાજ્યોમાં ફેલાઈ ગયું છે. દેશમાં દરરોજ આ નવા વેરિએન્ટથી સંક્રમિત થનાર લોકોની પુષ્ટિ થઈ રહી છે. તેના માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં પણ કહ્યું કે ઓમિક્રોન વેરિઅન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને ટૂંક સમયમાં તે ડેલ્ટા વેરિઅન્ટને પણ પાછળ છોડી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news