ઓમિક્રોન સામે આ વેક્સીનનો બુસ્ટર ડોઝ ખુબજ અસરકારક, ICMR ના અભ્યાસમાં થયો ખુલાસો
Corona Vaccine Booster Dose: આ અભ્યાસમાં 51 લોકોએ ભાગ લીધો હતો, જેમને 6 મહિના પહેલા જ કોવેક્સીનના બંને ડોઝ આપવામાં આવ્યા હતા. તેમને વેક્સીનનો ત્રીજા ડોઝ એટલે કે બુસ્ટર શોટ લગાવ્યા બાદ 28 દિવસ પછી અસરનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.
Trending Photos
નવી દિલ્હી: કોરોના વેક્સીન કોવેક્સીનનો બુસ્ટર ડોઝ ઓમિક્રોન સહિત SARS-CoV-2 વેરિયન્ટ ઓફ કન્સર્ન્સ સામે ઘણો અસરકારક છે. ICMR અને ભારત બાયોટેકના અભ્યાસમાં આ ખુલાસો થયો છે. અભ્યાસમાં સામે આવ્યું કે વેક્સીનના બંને ડોઝ પૂર્ણ કર્યાના છ મહિના પછી કોવેક્સીનનો બુસ્ટર ડોઝ સારી એન્ટીબોડી વિકસિત કરે છે.
ઇન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજીમાં સીનિયર સાયન્ટિસ્ટ ડો. પ્રજ્ઞા યાદવે જણાવ્યું કે, લગભગ 30 મ્યુટેશન સાથે ઓમિક્રોનના વેરિયન્ટે ચિંતા વધારી છે કે વેક્સીન તેના પર બિનઅસરકારક હોઈ શકે છે. આ ઉપરાંત અન્ય માન્ય રસી માટે વાયરસના ઉભરતા વેરિયન્ટ્સ સામે એન્ટીબોડી પ્રતિસાદમાં ઘટડો થવાના રિપોર્ટે દુનિયાભરમાં ચિંતાની લહેરને વેગ આપ્યો છે.
51 લોકો પર કરવામાં આવેલા અભ્યાસના તારણો
આ અભ્યાસમાં 51 લોકોએ ભાગ લીધો હતો, જેમણે 6 મહિના અગાઉ વેક્સીનના બંને ડોઝ પૂર્ણ કર્યા બાદ ત્રીજો ડોઝ એટલે કે બુસ્ટર શોટ લગાવ્યાના 28 દિવસ પછી અસરનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને કોવેક્સીનના નિર્માતા ભારત બાયોટેક તરફથી જાન્યુઆરીમાં આ અભ્યાસ કરવામાં આવ્યો હતો, જેનાં તારણો 24 માર્ચે જર્નલ ઓફ ટ્રાવેલ મેડિસિનમાં પ્રકાશિત થયા હતા.
એનઆઇવીના એક અન્ય વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો. ગજાનન સકપાલે જણાવ્યું કે, B.1 અને વીઓસી-ડેલ્ટા, બીટા અને ઓમિક્રોન વેરિયન્ટ સામે બુસ્ટર ડોઝથી સારી એન્ટીબોડી વિક્સીત થઈ છે. તેમણે કહ્યું કે, આ સૂચવે છે કે કોવેક્સીનનો બુસ્ટર ડોઝ એન્ટીબોડી પ્રતિક્રિયાઓને મજબુત રીતે તટસ્થ કરવા અને SARS-CoV-2 ના વિવિધ વેરિયન્ટોને સરળતાથી બેઅસર કરી દીધા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે