Job શોધનારાઓ માટે ગુડ ન્યૂઝ, Vodafone-Idea કરાવશે સરકારી નોકરીની તૈયારી!
ટેલિકોમ કંપની વોડાફોન-આઇડીયા નોકરી શોધનારા યુવાનો માટે સારા સમાચાર લઇને આવી છે. કંપની ટેલિકોમ સર્વિસ આપવાની સાથે જ હવે લોકોને સરકારી નોકરીની પણ તૈયારી પણ કરાવશે.
Trending Photos
નવી દિલ્હી: ટેલિકોમ કંપની વોડાફોન-આઇડીયા નોકરી શોધનારા યુવાનો માટે સારા સમાચાર લઇને આવી છે. કંપની ટેલિકોમ સર્વિસ આપવાની સાથે જ હવે લોકોને સરકારી નોકરીની પણ તૈયારી પણ કરાવશે.
આ Platforms સાથે મિલાવશે હાથ
વોડાફોન-આઇડિયાએ બુધવારે જોબ પ્લેટફોર્મ Apna, ઇંગ્લિશ લર્નિંગ પ્લેટફોર્મ Enguru અને સરકારી પરીક્ષાની તૈયાર કરનાર પ્લેટફોર્મ Pariksha સાથે પાર્ટનરશિપ કરી છે. વોડાફોનના આપગલાંથી નેટવર્ક સાથે તે લોકો પણ જોડાશે, જે નોકરી શોધી રહ્યા છે.
નહી ચૂકવવો પડે વધારાનો ચાર્જ
કંપનીએ જણાવ્યું કે જોબ પ્લેટફોર્મ Apna સાથે ભાગીદારી કરવા પર વોડાફોન-આઇડીયાના કસ્ટમર્સને કોઇ વધારો ચાર્જ ચૂકવવો નહી પડે અને તેમને અન્ય ઉમેદવારના મુકાબલે પ્લેટફોર્મ પર નોકરીઓ માટે વધુ વિજિબિલિટી મળશે. કંપનીના ચીફ માર્કેટિંગ ઓફિસર અવનીશ ખોસલાએ પાર્ટનરશિપની જાહેરાત કરતાં કહ્યું કે અમે યૂઝર્સ માટે ઘણા પ્રકારના અનુભવ, પ્રોડક્ટ અને સર્વિસિઝ સાથે જોડાયેલ અવસર પેદા કરી રહ્યા છીએ અને તેનાથી કંઝ્યૂમર્સ સાથે અમારા સંબંધોને મજબૂત થશે.
મોક ટેસ્ટ પણ હશે સામેલ
તેમણે જણાવ્યું કે અમારા કસ્ટમર્સને અંગ્રેજી શિખવાડનાર પ્લેટફોર્મ Enguru પર સબ્જેક્ટ એક્સપર્ટ દ્રારા સંચાલિત અનલિમિટેડ ઇન્ટરેક્ટિવ લાઇવ ક્લાસિસના 14 દિવસની ફ્રી ટ્રાયલ મળશે. ત્યારબાદ તે પ્લેટફોર્મ પર 15-25 ટકાના ડિસ્કાઉન્ટ પર આ કોર્સિસનો ફાયદો ઉઠાવી શકાય છે. આ પ્રકારે Vi Jobs & Education કેન્દ્ર અને રાજ્ય સરકારની નોકરીઓની તૈયારી કરનાર ઉમેદવારોને Pariksha પર એક મહિનાનું મફત સબ્સક્રિપ્શન આપશે. તેમાં 150થી વધુ પરીક્ષાઓ માટે અસીમિત મોક ટેસ્ટ પણ સામેલ હશે. ફ્રી ટ્રાયલ બાદ યૂઝર્સે દર મહિને 249 રૂપિયાની સબ્સક્રિપ્શન ફી ચૂકવવી પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે