કસ્ટડીમાં ઉમર અબ્દુલ્લાનો બદલાયો વેશ: આવી રીતે પસાર કરે છે દિવસો

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સ નેતા ઉમર અબ્દુલ્લાને કસ્ટડીમાં લેવાયા બાદ તેના પરિવારનાં અનેક સભ્યો એક સાથે મળવાની પરવાનગી  સોમવારે પહેલીવાર અપાઇ

કસ્ટડીમાં ઉમર અબ્દુલ્લાનો બદલાયો વેશ: આવી રીતે પસાર કરે છે દિવસો

શ્રીનગર : જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખયમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લાને હવે કોઇ જુએ તો પહેલી નજરમાં ઓળખી શકે તેમ નથી. તેણે ગત્ત 29 દિવસથી દાઢી વધારી છે. ઉમર અબ્દુલ્લાનું કહેવું છે કે જ્યાં સુધી તેને મુક્ત નહી કરવામાં આવે તે શેવ નહી કરે. ઉમર અબ્દુલ્લાને કસ્ટડીમાં લેવાયા બાદ તેમને પરિવારનાં અનેક સભ્યો એક સાથે તેમને મળવાની પરવાનગી સોમવારે પહેલીવાર આપવામાં આવી. આ મુલાકાત બાદ જ કસ્ટડીમાં ઉમર અબ્દુલ્લા અંગેની અનેક નવી વાતો સામે આવી.

પાકિસ્તાનના સુર ઢીલા પડ્યાં : ઇમરાને કહ્યું પરમાણુ હથિયારની પહેલ નહી કરીએ
કસ્ટડીમાં આવુ છે ઉમર અબ્દુલ્લાનું શેડ્યુલ
ઉમર અબ્દુલ્લા કસ્ટડીમાં પોતાનો સમય કઇ રીતે વિતાવી રહ્યા છે અને તેમનું દિવસનું શેડ્યુલ શું રહે છે, આ સવાલ તેમનાં ભત્રિજા જૈદે તેમને પુછ્યું. આ અંગે ઉમર અબ્દુલ્લાએ જણાવ્યું કે, તેઓ હરિનિવાસ સરકારી ગેસ્ટ હાઉસના લોન્સમાં દરરોજ 8 કિલોમીટર દોડે છે. સોમવારે ઉમર અબ્દુલ્લાની મોટી બહેન સાફિયા અબ્દુલ્લા પોતાનાં બે બાળકો સાથે તેમને મળ્યાં. આ પ્રસંગે ઉમર અબ્દુલ્લાનાં ફઇ પણ હાજર હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા અનુચ્છેદ 370ના પ્રાવધાનોને જમ્મુ કાશ્મીરથી હટાવાયા બાદ 5 ઓગષ્ટથી ઉમર અબ્દુલ્લા હરિનિવાસ ગેસ્ટ હાઉસની કસ્ટડીમાં છે. 

NRC ની અંતિમ યાદીમાં પૂર્વ રાષ્ટ્રપતિના પરિવારનું નામ જ ગાયબ થઇ ગયું
પુસ્તક વાંચવાની સાથે સાથે પોતાની પસંદગીની ફિલ્મો જુએ છે.
સાફિયાએ એક અગ્રણી ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, હું હું એક અઠવાડીયમાં ઉમર સાહેબને ત્રણ વખત મળી, કારણ કે મેજીસ્ટ્રેટે અમારી પરવાનગી આપી છે. આજે સવારે હું મારા બાળકો સાથે તથા ફઇને સાથે લઇને ગઇ હતી. ત્યાં સેટેલાઇટ ટીવી પણ કામ નહી કરી રહ્યું હોવાનાં કારણે તેમને સીડી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત પુસ્તકો પણ અપાયા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news