થાળે પડતું જનજીવન: જમ્મુ કાશ્મીરનાં 93 ટકા હિસ્સા પરથી પ્રતિબંધ હટ્યો

જમ્મુ કાશ્મીરમાંથી ધીરે ધીરે લગાવાયેલા તમામ પ્રતિબંધો હટી રહ્યા છે અને જનજીવન ધીરે ધીરે થાળે પડી રહ્યું છે

થાળે પડતું જનજીવન: જમ્મુ કાશ્મીરનાં 93 ટકા હિસ્સા પરથી પ્રતિબંધ હટ્યો

શ્રીનગર : અનુચ્છેદ 370 હટાવાયા બાદ જમ્મુ કાશ્મીરમાં ધીરે ધીરે પ્રતિબંધ હટી રહ્યા છે. કાશ્મીરમાં 92 પોલીસ સ્ટેશન એવા છે, જ્યાં દિવસના સમયે કોઇ જ પ્રતિબંધ નથી. જ્યારે જમ્મુ કાશ્મીર અને લદ્દાખનાં 93 ટકા હિસ્સામાં કોઇ પણ પ્રતિબંધનાત્મક આદેશ લાગુ નથી. સોમવારે જમ્મુ કાશ્મીરના પ્રિંસિપલ સેક્રેટરી (પ્લાનિંગ, મોનિટરિંગ અને ડેવલપમેન્ટ) રોહિત કંસલે કહ્યું કે, ગત્ત અઠવાડીયે 81 ટકા પોલીસ સ્ટેશનોમાં પ્રતિબંધો નહોતા, જેને વધારીને 92 ટકા કરી દેવાઇ છે. જ્યારે જમ્મુ અને લદ્દાખમાં દિવસથી કોઇ પણ પ્રતિબંધ નથી. ખીણમાં લેન્ડલાઇન સેવા પણ બહાલ કરી દેવાઇ છે.

કસ્ટડીમાં ઉમર અબ્દુલ્લાનો બદલાયો વેશ: આવી રીતે પસાર કરે છે દિવસો
ફોન સેવાઓમાં વધારો
કંસલે કહ્યું કે, 29 અન્ય એક્સચેંજને બહાલ કરી છે. હવે 95માંથી 76 એક્સચેન્જ ચાલી રહ્યા છે. તેમણે કહ્યું કે, ખીણમાં 26 હજાર લેન્ડલાઇન્સને ચાલુ કરી દેવામાં આવી છે. તેમણે આગળ કહ્યું કે, જમ્મુ અને લદ્દાખમાં મોબાઇલ ફોન સંપુર્ણ પ્રકારે ચાલુ છે. તંત્રએ જણાવ્યું કે, સરકારી ઓફીસ પણ પહેલાની જેમ જ કામ કરી રહ્યા છે અને સ્ટાફ પણ હાજર છે.

NRC ની અંતિમ યાદીમાં પૂર્વ રાષ્ટ્રપતિના પરિવારનું નામ જ ગાયબ થઇ ગયું
પ્રાઇમરી, મિડલ અને હાઇ સ્કુલમાં પણ સ્ટાફની એટેન્ડન્સ સારી રહી. રોહિત કંસલે કહ્યું કે, પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટ પહેલાથી જ ચાલી રહ્યું હતું. હવે પબ્લિક ટ્રાન્સપોર્ટની પણ રસ્તાઓ પર પરત ફરી રહ્યા છે. આ ઉપરાંત બીજા રાજ્યોને જનારી બસો પણ ઉપલબ્ધ છે. પ્રિંસિપલ સેક્રેટરીએ કહ્યું કે, 300 ટ્રકોમાં ફળ ટ્રાન્સપોર્ટ કરવામાં આવી રહ્યા છે. ખીણની બહાર 1.5 લાખ મેટ્રીક ટન ફળ ઉત્પાદન મોકલવામાં આવ્યા છે.

દિલ્હી-NCR માં 45% થી વધારે મહિલાઓ કરે છે દારૂનુ સેવન, સર્વેના ચોંકાવનારા આંકડા
સ્વાસ્થય સેવાઓમાં વધારો
તમામ જરૂરી સેવાઓ અને અન્ય વિભાગ સામાન્ય કામ કરી રહ્યા છે, જેમાં મેડિકલ સુવિધાઓનો પણ સમાવેશ થાય છે. ખીણની તમામ હોસ્પિટલમાં દવાઓ ઉપલબ્ધ છે. આશરે 2.5 લાખ લોકોએ ઓપીડીમાંસારવાર કરાવી, 20 હજાર લોકો ઇનડોર પેશન્ટ ડિપાર્ટમેન્ટ પહોંચ્યા. આ ઉપરાંત 200 મોટી સર્જરી થઇ. સિઝેરીયન અને નોર્મલ થઇને 2 હજાર ડિલીવરી થઇ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news