નૂપુર શર્મા પર ભાજપની કડક કાર્યવાહી, વિવાદિત નિવેદન બાદ કરી સસ્પેંડ

ભાજપ પ્રવક્તા નૂપુર શર્માને પ્રાથમિક સભ્ય પદેથી સસ્પેંડ કરવામાં આવ્યા છે. પૈગંબર મોહમંદ પર વિવાદિત ટિપ્પણી બાદ પાર્ટીએ તેમના વિરૂદ્ધ એક્શન લીધી છે. નવીન કુમાર જિંદલને પણ પાર્ટીના સભ્યપદેથી સસ્પેંડ કરવામાં આવ્યા છે. ન

નૂપુર શર્મા પર ભાજપની કડક કાર્યવાહી, વિવાદિત નિવેદન બાદ કરી સસ્પેંડ

BJP Expelled Nupur Sharma: ભાજપ પ્રવક્તા નૂપુર શર્માને પ્રાથમિક સભ્ય પદેથી સસ્પેંડ કરવામાં આવ્યા છે. પૈગંબર મોહમંદ પર વિવાદિત ટિપ્પણી બાદ પાર્ટીએ તેમના વિરૂદ્ધ એક્શન લીધી છે. નવીન કુમાર જિંદલને પણ પાર્ટીના સભ્યપદેથી સસ્પેંડ કરવામાં આવ્યા છે. નવીન કુમાર જિંદલ, દિલ્હી ભાજપના મીડિયા હેદ છે. નૂપુર શર્માને છ માટે સસ્પેંડ કરવામાં આવ્યા છે. 

— ANI (@ANI) June 5, 2022

આ પહેલાં ભારતીય જનતા પાર્ટીએ નૂપુર શર્માના પૈગંબર મોહમંદ પર આવેલા કથિત વિવાદિત નિવેદન બાદ હોબાળાને શાંત કરવાના પ્રયાસ હેઠળ રવિવારે કહ્યું કે તે તમામ ધર્મોનું સન્માન કરે છે અને કોઇપણ ધર્મના પૂજનીય લોકોનું અપમાન સ્વિકાર કરશે નહી. નૂપુર શર્માના નિવેદનથી ઉપજેલા વિવાદ વચ્ચે ભાજપ મહાસચિવ અરૂણ સિંહે એક નિવેદન જાહેર કરી કહ્યું હતું કે તેમને પાર્ટીને એવો કોઇપણ વિચાર સ્વિકાર્ય નથી, જે કોઇપણ ધર્મ અથવા સંપ્રદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડે. 

તેમણે કહ્યું કે ભાજપ ના તો આવા વિચારોને માને છે ના તો તેને પ્રોત્સાહન આપે છે. ભાજપ તરફથી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવેલા આ નિવેદનમાં કોઇપણ ઘટના અથવા નિવેદનનો ઉલ્લેખ નથી. ઉલ્લેખનીય છે કે શર્માના નિવેદનને લઇને મુસ્લિમ સમાજમાં રોષ છે. સિંહે કહ્યું કે ભારતની હજારો વર્ષોની યાત્રામાં દરેક ધર્મ પુષ્પિત તથા પલ્લવિત થયો છે. ભાજપ સર્વ પંથ સમભાવને માને છે. ભાજપ કોઇપણ ધર્મના પૂજનીયોનું અપમાન સ્વિકાર કરશે નહી. 

તેમણે કહ્યું કે દેશના સંવિધાનની પણ ભારતના દરેક નાગરિક પાસે તમામ ધર્મોના સન્માન કરવાની અપેક્ષા છે. સિંહે કહ્યું કે 'આઝાદીના 75મા વર્ષમાં આ અમૃતકાળમાં 'એક ભારત, શ્રેષ્ઠ ભારત' ની ભાવના નિરંતર મજબૂત કરતાં, આપણે દેશની એકતા, અખંડતા અને દેશના વિકાસને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી જોઇએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news