Nuh Violence: નૂહમાં હિંસા માટે કોણ જવાબદાર? સોશિયલ મીડિયા પોસ્ટથી થયો મોટો ખુલાસો
Nuh Violence Social Media Post: હરિયાણાના નૂંહથી સોમવારે શરૂ થયેલી હિંસાની આગ હજુ પણ બુઝાઈ નથી. બબાલની અસર અનેક જિલ્લાઓમાં જોવા મળી રહી છે. હિંસા બાદ સમગ્ર હરિયાણામાં તણાવની સ્થિતિ છે. રાજ્યના 9 જિલ્લાઓમાં કલમ 144 લાગૂ છે.
Trending Photos
Nuh Violence Social Media Post: હરિયાણાના નૂંહથી સોમવારે શરૂ થયેલી હિંસાની આગ હજુ પણ બુઝાઈ નથી. બબાલની અસર અનેક જિલ્લાઓમાં જોવા મળી રહી છે. હિંસા બાદ સમગ્ર હરિયાણામાં તણાવની સ્થિતિ છે. રાજ્યના 9 જિલ્લાઓમાં કલમ 144 લાગૂ છે. હાલાત જોતા મોટી સંખ્યામાં જવાનોની તૈનાતી કરાઈ છે. ઉપદ્રવીઓને શોધવા માટે સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ બધા વચ્ચે નૂહ હિંસા અંગે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. જાણવા મળ્યું છે કે નૂહ હિંસા એક સુનિયોજિત ષડયંત્ર હતું. તે સંલગ્ન કેટલાક પુરાવાઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.
હિંસા અગાઉ સર્ક્યુલેટ થયા હતા મેસેજ
વાત જાણે એમ છે કે હિંસા પહેલા સોશિયલ મીડિયા પર કેટલાક મેસેજ સર્ક્યુલેટ કરાયા હતા. જેમાં બદલો લેવાની વાત કહેવામાં આવી રહી હતી. એક મેસેજમાં એમ પણ કહેવાયું છે કે અકસ્માતમાં કેસ બનતો નથી. બીજી બાજુ લોકોને ઉક્સાવવાની કોશિશ પણ આ સંદેશાઓમાં કરાઈ છે. પોલીસ આ તમામ સોશિયલ મીડિયા મેસેજ, ઓડિયો, વીડિયોની તપાસ કરી રહી છે.
मेवात के मुजरिमों का अब होगा हिसाब ! देखिए जी न्यूज़ की ग्राउंड रिपोर्ट #NuhViolence #Haryana @JournoPranay @rajurajjee2 pic.twitter.com/hK9Olfmn2C
— Zee News (@ZeeNews) August 2, 2023
હિંસાનો નવો વીડિયો પણ સામે આવ્યો
હિંસા સંલગ્ન એક વધુ સીસીટીવી ફૂટેજ સામે આવ્યું છે. જેમાં ઉપદ્રવીઓ સીસીટીવી તોડતા જોવા મળે છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે ગુનેહગારો તોડફોડ કરી રહ્યા છે. બીજી તસવીર રેવાડીથી સામે આવી છે. જ્યાં અસામાજિક તત્વોએ દુકાનો અને રેસ્ટોરામાં ખુબ તોડફોડ કરી. લોકો જીવ બચાવવા માટે આમ તેમ ભાગતા જોવા મળી રહ્યા છે. પરંતુ હુમલાખોરોને કોઈનો ડર નહતો. એક વીડિયો પોલીસ એક્શનનો પણ સામે આવ્યો છે. જેમાં પોલીસ સતત ગલીઓમાં રેડ મારી રહી છે અને ઉપદ્રવીઓને પકડી રહી છે.
▶️ कैमरे में दिखे नूंह के गुनहार..देखिए जी न्यूज़ की EXCLUSIVE रिपोर्ट#Haryana #NuhViolence @anchorjiya @thakur_shivangi @anushkagarg2000 pic.twitter.com/6y0vVW9z84
— Zee News (@ZeeNews) August 2, 2023
હરિયાણા સરકારે નૂહ અને રાજ્યના અન્ય જિલ્લાઓમાં થયેલી હિંસાને સુનિયોજિત ષડયંત્રનો ભાગ ગણાવ્યો છે. સોમવારે નૂહ બાદ સોહનામાં અને પછી ગુરુગ્રામ, પલવલ તથા રેવાડીમાં તોડફોડ અને આગચંપીની ઘટના ઘટી. ત્યારબાદ સમગ્ર રાજ્યમાં સુરક્ષાનો કડક બંદોબસ્ત કરવામાં આવ્યો અને સુરક્ષા વ્યવસ્થા વધુ ચુસ્ત કરવાના નિર્દેશ અપાયા.
હિંસા પર લેટેસ્ટ અપડેટ
હરિયાણાના મેવાત નૂહમાં સોમવારે શરૂ થયેલી હિંસા ગુરુગ્રામ સુધી પહોંચી, ભીડે મંગળવારે મોડી રાતે મસ્જિદ પર હુમલો કર્યો અને મૌલવીની હત્યા કરી. દુકાનોને પણ બાળી. હિંસામાં અત્યાર સુધીમાં બે હોમગાર્ડ સહિત 6 લોકોના મોત થયા છે. નૂહમાં કરફ્યૂ લગાવવામાં આવ્યો છે. હિંસા પર કાબૂ મેળવવા માટે અર્ધસૈનિક દળોની 20 ટુકડીઓ તૈનાત કરાઈ છે. નૂહ, પલવલ, માનેસર, સોહાના, પટૌડીમાં ઈન્ટરનેટ બંધ કરાયું છે. સ્થિતિ હાલ કાબૂમાં હોવાનું કહેવાય છે. RAF એ અનેક જગ્યાઓ પર ફ્લેગ માર્ચ કાઢી. હિંસાના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદે આજે દેશવ્યાપી પ્રદર્શન જાહેર કર્યું છે. બીજી બાજુ હરિયાણામાં હિસાને જોતા યુપીના 11 જિલ્લાઓમાં એલર્ટ છે. રાજસ્થાનમાં ભરતપુર બાદ હવે અલવરમાં કલમ 144 લાગૂ કરાઈ છે.
41 FIR, 116 લોકોની ધરપકડ
નૂહ હિંસા પર હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજે કહ્યું કે સ્થિતિ કાબૂમાં છે, લગભગ 41 એફઆઈઆર દાખલ કરાઈ છે. અત્યાર સુધીમાં 116 લોકોની ધરપકડ થઈ છે. જે પ્રકારે પથ્થરો, હથિયારો અને ગોળીઓ મળી છે તેને જોઈને લાગે છે કે તેની પાછળ કોઈ માસ્ટરમાઈન્ડ છે. અમે વિસ્તૃત તપાસ કરીશું અને તેમાં સામેલ લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરીશું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે