ભારત સરકારની ઇચ્છા શક્તિ, NSA અજીત ડોભાલની મંત્રણાને અંતે ચીને નમનું પડ્યું
Trending Photos
નવી દિલ્હી : ભારત અને ચીનની વચ્ચે સીમા વિવાદ પર આ સમયના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ચીનનાં વિદેશ મંત્રી વચ્ચે વાતચીત થઇ હતી. આ વાતચીત 5 જુલાઇના રોજ થઇ હતી અને બે કલાક સુધી ચાલી હતી. વાતચીતમાં સીમા તણાવ ઘટાડવા અંગે ચર્ચા થઇ. બંન્ને દેશો ભવિષ્યમાં શાંતિપુર્ણ વાતાવરણ જાળવી રાખવા મુદ્દે સંમતી થઇ છે.
વિદેશ મંત્રાલયે કહ્યું કે, બંન્ને પક્ષોએ આ વાત પર સંમતી વ્યક્ત કરી કે, વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ખતમ કરવાની પ્રક્રિયાને ઝડપથી પુર્ણ કરવામાં આવે. આ ઉપરાંત બંન્ને પક્ષોને ભારત-ચીન સીમામાં શાંતિ જાળવી રાખનારા નેતાઓની સામાન્ય સંમતીથી માર્ગદર્શન લેવું જોઇએ. વાતચીત દરમિયાન બંન્ને પક્ષ સખ્તીથીમાર્ગદર્શન લેવું જોઇએ. વાતચીત દરમિયાન બંન્ને પક્ષ કડકાઇથી એલએસીનું સમ્માન કરવા અંગે પણ તૈયાર થયા. આ સાથે જ ભવિષ્યમાં સીમા પર શાંતિ ભંગ કરવા કે કોઇ ઘટનાથી બચવા માટે મળીને કામ કરવા અંગે પણ સંમતી સધાઇ હતી.
બંન્ને પક્ષોના પ્રતિનિધિઓ વચ્ચે રાજદ્વારી અને સૈન્ય અધિકારીઓી વચ્ચે ચર્ચા ચાલુ રાખવા અંગે પણ સંમતી સધાઇ છે. જેમાં ભારત-ચીન સીમા મુદ્દો (WMCC) અંગે વાતચીત અને તાલમેલનો પણ સમાવેશ થાય છે. વાતચીત દરમિયાન બંન્ને દેશ તે વાત પર સંમત થયા કે, દ્વિપક્ષીય સમજુતી અને પ્રોટોકોલ અનુસાર, ભારત-ચીન સીમા ક્ષેત્રોમાં શાંતિ અને યથાસ્થિતી જાળવી રાખવા માટે વાતચીત ચાલુ રાખશે.
બીજી તરફ લદ્દાખમાં ભારકનાં કડક વલણ આગળ ચીને ઝુકવું પડ્યું હતું. સુત્રો અનુસાર ગલવાન ખીણમાં ચીનના સૈનિકો પાછા હટવાનાં ચાલુ થઇ ચુક્યા છે. ગાડીઓ બખ્તરબંધ ગાડીઓ પરત જઇ રહી છે. ચીનના સૈનિકો ગલવાન, હોટસ્પરિંગ, ગોગરા જતા દેખાઇ રહ્યા છે. પીપી 14થી ટેંટ હટાવતા પણ દેખાઇ રહ્યા છે. આ સ્થળ પર જ ભારત - ચીની સેના વચ્ચે ઘર્ષણ થયું હતું. આ ખુની સંઘર્ષમાં ભારતનાં 20 જવાનો શહીદ થયા હતા. 40થી વધારે જવાનો મરાયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે