બસવરાજ બોમ્મઈ જ નહીં, આ 14 પુત્ર-પુત્રી પણ પિતાની જેમ બન્યા મુખ્યમંત્રી
કર્ણાટકના નવા મુખ્યમંત્રી તરીકે આજે બસવરાજ બોમ્મઈએ શપથ લઈ લીધા છે. તેમના પિતા પણ કર્ણટકના મુખ્યમંત્રી રહી ચુકયા છે. ભારતમાં 14 પુત્ર-પુત્રીઓ એવા છે જે પોતાના પિતા બાદ મુખ્યમંત્રીની ખુરશી પર બેઠા છે.
Trending Photos
નવી દિલ્હીઃ બસવરાજ બોમ્મઈ કર્ણાટકના નવા મુખ્યમંત્રી બની ગયા છે. તેની પહેલા તેમના પિતા સોમપ્પા રાયપ્પા બોમ્મઈ 1988થી 1989 સુધી રાજ્યના મુખ્યમંત્રી હતા. કર્ણાટકની રાજનીતિમાં પિતા પછી પુત્રનું મુખ્યમંત્રી બનવાનો આ પહેલો બનાવ નથી. તેની પહેલાં એચડી દેવગૌડા પોતે મુખ્યમંત્રી રહ્યા. પછી તેમના પુત્ર એચડી કુમારસ્વામી બે વખત મુખ્યમંત્રી બન્યા. ત્યારે આવો નજર કરીએ તે પિતા-પુત્રની જોડી પર, જે રાજકીય વારસાને મોટા હોદ્દા સુધી પહોંચાડવામાં સફળ રહ્યા.
1. એચડી દેવગૌડા- એચડી કુમારસ્વામી:
દેશના પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગૌડા ડિસેમ્બર 1994થી મે 1996 સુધી કર્ણાટકના મુખ્યમંત્રી રહ્યા. અને પછી જૂન 1996થી એપ્રિલ 1997 સુધી પ્રધાનમંત્રી બન્યા. તેમના પુત્ર એચડી કુમારસ્વામી બે વખત કર્ણાટકના મુખ્યમંત્રી રહ્યા.
2. કરુણાનિધિ- સ્ટાલિન:
તમિલનાડુમાં ડીએમકેના અધ્યક્ષ એમ. કરુણાનિધિએ 1969 અને 2011ની વચ્ચે પાંચ વખત મુખ્યમંત્રીનું પદ સંભાળ્યું. તેમના પુત્ર મુથુવેલ કરુણાનિધિ સ્ટાલિન વર્તમાન મુખ્યમંત્રી છે. જેમણે 2021માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ બહુમત સાથે જીત હાંસલ કરી.
3. વાયએસ રાજશેખર રેડ્ડી-જગનમોહન રેડ્ડી:
આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગનમોહન રેડ્ડી રાજયના મુખ્ય પદ પર તહેનાત છે. જે એક સમયે વાયએસ રાજશેખર રેડ્ડી પાસે હતું. વાયએસ રાજશેખર રેડ્ડીએ 2004-2009 સુધી આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી રહ્યા. પછી મે 2019માં તેમના પુત્ર જગન મોહન રેડ્ડી મુખ્યમંત્રી બન્યા.
4. બીજુ પટનાયક- નવીન પટનાયક:
ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકના પિતા બીજુ પટનાયક પણ રાજ્યના મુખ્યમંત્રી હતા. બીજુ પટનાયકે 1961-1963 અને 1990-1995 સુધી બે વખ રાજ્યના મુખ્યમંત્રી પદને શોભાવ્યું. નવીન પટનાયક 2000થી મુખ્યમંત્રી તરીકે કાર્યરત છે.
5. દોરજી ખાંડુ- પેમા ખાંડુ:
અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુના પિતા દોરજી ખાંડુ પણ મુખ્યમંત્રી હતા. 2011માં એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃ્ત્યુ થયું ત્યારે પણ તે મુખ્યમંત્રી હતા.
6. શિબુ સોરેન-હેમંત સોરન:
ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનના પિતા શિબુ સોરેન પણ રાજ્યના મુખ્યમંત્રી હતા. શિબુ સોરેન ત્રણ વખત મુખ્યમંત્રી બન્યા. જ્યારે બીજી વાર મુખ્યમંત્રી બનેલા હેમંત સોરેને ડિસેમ્બર 2019માં પોતાનો બીજો કાર્યકાળ શરૂ કર્યો.
7. શેખ અબ્દુલ્લા- ફારુક અબ્દુલ્લા- ઉમર અબ્દુલ્લા:
અબ્દુલ્લા પરિવારની ત્રણ પેઢીના સભ્ય જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી રહ્યા છે. પહેલા શેખ અબ્દુલ્લા, પછી તેમના પુત્ર ફારુક અબ્દુલ્લા મુખ્યમંત્રી બન્યા. ત્યારબાદ અબ્દુલ્લા પરિવારના વારસાને ઉમર અબ્દુલ્લાએ આગળ વધાર્યો. પોતાના પિતા ફારુક અબ્દુલ્લા પછી ઉમર જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી બન્યા.
8. મુલાયમ સિંહ યાદવ- અખિલેશ યાદવ:
ઉત્તર પ્રદેશમાં મુલાયમ સિંહ યાદવ અને અખિલેશ યાદવ પણ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. દેશની સૌથી વધારે વસ્તીવાળા રાજ્યમાં મુલાયમ સિંહ યાદવ ત્રણ વખત સીએમની ખુરશી સુધી પહોંચ્યા. જ્યારે અખિલેશ 2012-2017 સુધી મુખ્યમંત્રી રહ્યા.
9. હેમવતી નંદન બહુગુણા- વિજય બહુગુણા:
ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી વિજય બહુગુણા ઉત્તરાખંડના મુખ્યમંત્રી રહ્યા. જ્યારે તેમના પિતા હેમવતી નંદન બહુગુણા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હતા.
10. દેવીલાલ-ઓમ પ્રકાશ ચૌટાલા:
હરિયાણામાં દેવીલાલ પણ મુખ્યમંત્રી રહ્યા છે અને તેમના પછી તેમના પુત્ર ઓમ પ્રકાશ ચૌટાલા મુખ્યમંત્રી બન્યા.
11. શંકરરાવ ચવ્હાણ- અશોક ચવ્હાણ:
મહારાષ્ટ્રમાં શંકરરાવ ચવ્હાણ મુખ્યમંત્રી હતા. તેમના પછી તેમના પુત્ર અશોક ચવ્હાણ મુખ્યમંત્રી બન્યા.
12. મુફ્તી મોહમ્મદ સઈદ- મહબૂબા મુફ્તી:
પિતા-પુત્રીની જોડી પણ મુખ્યમંત્રીની ખુરશી સંભાળી ચૂકી છે. મુફ્તી મોહમ્મદ સઈદ જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. પછી તેમની પુત્રી મહબૂબા મુફ્તી પણ જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી રહ્યા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે