West Bengal SSC Scam: અર્પિતા જ નહીં આ યુવતી પણ છે મંત્રીની ખાસમખાસ, સાત મિલકતોની છે શેઠાણી
Who is Monalisa Das: બીરભૂમ જિલ્લાના શાંતિનિકેતનના ફુલડાંગા, પ્રાન્તિક વિસ્તારમાં 7 ઘર પાર્થ ચેટર્જીના છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ તમામ ઘરની સારસંભાળ તેમની મિત્ર મોનાલિસા દાસ કરતી હતી
Trending Photos
Who is Monalisa Das: પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલા શિક્ષક ભરતી કૌભાંડ મામલે ઇડીની કાર્યવાહી ચાલી રહી છે. શુક્રવારના ઈડીએ મમતા સરકારના મંત્રી પાર્થ ચેટર્જીની સહયોગી અર્પિતા મુખર્જીના ઘરથી 21 કરોડ રૂપિયાથી વધારે કેસ મળી આવી હતી. ઇડીએ પાર્થ ચેટર્જીના 14 ખાનગી સ્થળો પર દરોડા પાડ્યા હતા. અર્પિતાના ઘર પર દોરાડા બાદ એવું માનવામાં આવી રહ્યું છે કે હવે ચેટર્જીની વધુ એક સહયોગી મોનાલિસા દાસના ઘરે પણ ઈડી દરોડા પાડી શકે છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, બીરભૂમ જિલ્લાના શાંતિનિકેતનના ફુલડાંગા, પ્રાન્તિક વિસ્તારમાં 7 ઘર પાર્થ ચેટર્જીના છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ તમામ ઘરની સારસંભાળ તેમની મિત્ર મોનાલિસા દાસ કરતી હતી. હવે એવું માનવામાં આવી રહ્યું છે કે, પાર્થની ધરપકડ બાદ હવે ઈડી અહીં બીરભૂમમાં પણ તેમના સ્થળો પર દરોડા પાડી શકે છે.
વિસ્તારના લોકોનું કહેવું છે કે, આ તમામ ઘર પશ્ચિમ બંગાળના મંત્રી પાર્થ ચેટર્જીના છે અને તેઓ વચ્ચે વચ્ચે અહીં આવતા હતા. પરંતુ વધારે સમય તેમના ઘરની સારસંભાળ તેમની મિત્ર મોનાલિસા દાસ જ કરતી હતી.
જણાવી દઈએ કે, મંત્રી પાર્ટ ચેટર્જીની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે તેમની સહયોગી અર્પિતા મુખર્જીને પણ કસ્ટડીમાં લેવામાં આવી છે. આ ઉપરાંત સુકાંત આચાર્યને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. શુક્રવારના અર્પિતા મુખર્જીના ઘરેથી 21 કરોડ રૂપિયામાં 2 હજાર અને 500 ના નોટનો ઢગલો મળ્યો હતો. ત્યારબાદ ઇડીએ તપાસનો દાયરો વધારી દીધો.
શુક્રવારના ઇડીની ટીમે પાર્થ ચેટર્જીના સહયોગી અર્પિતા મુખર્જીના ઘર પર દરોડા પાડ્યા હતા. જ્યાં તેમને 21 કરોડ રૂપિયા કેસ, 20 મોબાઈલ, મોટા પ્રમાણમાં સોનું-ચાંદી અને વિકેશી કરેન્સી પણ મળી આવી હતી. આટલી મોટી રોકડ રકમને ગણવા માટે બેંક કર્મચારીઓને કાઉન્ટિંગ મશીન સાથે બોલાવવામાં આવ્યા હતા. અર્પિતા મુખર્જી ઓડિયા અને તામિલ ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે.
અર્પિતા મુખર્જીની પ્રોપર્ટી
અર્પિતા મુખર્જી પાસે કુલ ત્રણ પાર્લર છે. તેમાંથી એક બરહનગર ટોબિન રોડ પર છે. પાર્થ ચેટર્જીની સહયોગી અર્પિતા મુખર્જીના ક્લેપટાઉન રેસિડેન્સમાં બે ઘર છે. બરહનગર ટોબિન રોડ પર તેમનું નેલ પાર્લર પણ છે, જ્યાં અર્પિતા મુખર્જી આવતી હતી અને તેમના ઘર પાસે આવા વધુ બે પાર્લર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે