કોઇ પાર્ટીની ઓકાત નથી કે અનામતને સમાપ્ત કરી શકે: નીતીશ

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે બક્સર લોકસભા વિસ્તારમાં ધનસોઇમાં એક ચૂંટણી સભા સંબોધિત કરતા કહ્યું કે, વિપક્ષી દળ અનામત મુદ્દે લોકોને ગુમરાહ કરી રહ્યા છે પરંતુ કોઇ પણ રાજનીતિક દળમાં એટલી ઓકાત નથી કે તેઓ સંવિધાન અનુસાર મળેલા અનામતને સમાપ્ત કરી દે. નીતીશ કુમારે શુક્રવારે એનડીએ ઉમેદવાર કેન્દ્રીય મંત્રી અશ્વિની ચોબેનાં પક્ષમાં એક ચૂંટણી સભાને સંબોધિત કરતા કહ્યું કે, અમારા રહેતા દલિત, મહાદલિત, લઘુમતી, અતિપછાત, અનુસૂચિત જાતી અને અનુસુચિત જનજાતીનાં અનામતને સમાપ્ત કરવાની કોઇ પણ રાજનીતિક દળમાં ઓકાત નથી. જો કે તેમણે કહ્યું કે, આજે મત માટે વિપક્ષી દળો આ અંગે અનેક પ્રકારની વાતો કરી રહ્યા છે. 
કોઇ પાર્ટીની ઓકાત નથી કે અનામતને સમાપ્ત કરી શકે: નીતીશ

બક્સર : બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે બક્સર લોકસભા વિસ્તારમાં ધનસોઇમાં એક ચૂંટણી સભા સંબોધિત કરતા કહ્યું કે, વિપક્ષી દળ અનામત મુદ્દે લોકોને ગુમરાહ કરી રહ્યા છે પરંતુ કોઇ પણ રાજનીતિક દળમાં એટલી ઓકાત નથી કે તેઓ સંવિધાન અનુસાર મળેલા અનામતને સમાપ્ત કરી દે. નીતીશ કુમારે શુક્રવારે એનડીએ ઉમેદવાર કેન્દ્રીય મંત્રી અશ્વિની ચોબેનાં પક્ષમાં એક ચૂંટણી સભાને સંબોધિત કરતા કહ્યું કે, અમારા રહેતા દલિત, મહાદલિત, લઘુમતી, અતિપછાત, અનુસૂચિત જાતી અને અનુસુચિત જનજાતીનાં અનામતને સમાપ્ત કરવાની કોઇ પણ રાજનીતિક દળમાં ઓકાત નથી. જો કે તેમણે કહ્યું કે, આજે મત માટે વિપક્ષી દળો આ અંગે અનેક પ્રકારની વાતો કરી રહ્યા છે. 

આરજેડીએ માત્ર લુંટવાનું કામ કર્યું
આરજેડી પર નિશાન સાધતા કહ્યું કે, આજેડીને પણ બિહારમાં 15 વર્ષ સરકાર ચલાવવાની તક મળી હતી પરંતુ ગરીબો માટે કંઇ જ નથી કર્યું. આ લોકોએ માત્ર લુંટવાનું કામ કર્યું. કોર્ટે લાલુ પ્રસાદને ચારા ગોટાળામાં સજા ફટકારી છે. હવે આ લોકો કહી રહ્યા છે તે લાલુ પ્રસાદ યાદવને ફસાવી દેવામાં આવ્યા છે. તેઓ નિર્દોષ હતા. 

નીતીશે કહ્યું કે, વડાપ્રધાન મોદીની સરકારમાં દેશનું સન્માન વધ્યું છે. બિહારમાં આજે ગામ ગામ સુધી વિજળી પહોંચી ચુકી છે. વિપક્ષ પાસે હવે કોઇ જ મુદ્દો રહ્યો નથી, માટે જ હવે તેઓ ખોટુ બોલી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે બક્સર લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કામાં 19 મેનાં રોજ મતદાન થવાનું છે. જેના કારણે એનડીએ અને સાથી પક્ષો પ્રચાર કરી રહ્યા છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news