આ રાજ્યની સરકારનો મોટો નિર્ણય, હવે 2થી વધુ બાળકો હશે તો નહીં મળે સરકારી નોકરી
આસામની સર્બાનંદ સોનોવાલની સરકારે નિર્ણય લીધો છે કે હવે રાજ્યમાં બેથી વધુ બાળકોવાળાને સરકારી નોકરી મળશે નહીં. આસામી સોનોવાલ સરકારના મંત્રીમંડળે સોમવારે નિર્ણય લીધો કે એક જાન્યુઆરી 2021 બાદ 2થી વધુ બાળકવાળા વ્યક્તિઓને કોઈ સરકારી નોકરી મળશે નહીં. સોમવારે મોડી સાંજે કેબિનેટની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો.
Trending Photos
ગુવાહાટી: આસામની સર્બાનંદ સોનોવાલની સરકારે નિર્ણય લીધો છે કે હવે રાજ્યમાં બેથી વધુ બાળકોવાળાને સરકારી નોકરી મળશે નહીં. આસામી સોનોવાલ સરકારના મંત્રીમંડળે સોમવારે નિર્ણય લીધો કે એક જાન્યુઆરી 2021 બાદ 2થી વધુ બાળકવાળા વ્યક્તિઓને કોઈ સરકારી નોકરી મળશે નહીં. સોમવારે મોડી સાંજે કેબિનેટની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો.
આ સાથે જ કેબિનેટે નવી ભૂમિ નીતિને પણ અપનાવી છે. જે હેઠળ ભૂમિ વગરના સ્વદેશી લોકોને 3 વીઘા જમીન આપવામાં આવશે. આ ઉપરાંત ભૂમિ વગરના લોકોને પોતાનું ઘર બનાવવા માટે અડધા અડધા વીઘાની રજુઆત કરવામાં આવશે. આ જગ્યા 15 વર્ષ સુધી વેચી શકાશે નહીં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે