સૌરાષ્ટ્રભરમાં વરસાદી માહોલ, ખેડૂતો ચિંતામાં મૂકાયા

રાજ્યમાં એક તરફ દિવાળી (Diwali 2019) નો માહોલ, તો બીજી તરફ વરસાદી માહોલ છે. હાલ ગુજરાત (Gujarat)ના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં લોકોને દિવાળીની તૈયારીઓ સામે વરસાદ (Monsoon) નું વિધ્ન આવીને ઉભુ છે. સૌરાષ્ટ્રના અનેક પ્રાંતમાં આજે વરસાદ નોંધાયો છે. 
સૌરાષ્ટ્રભરમાં વરસાદી માહોલ, ખેડૂતો ચિંતામાં મૂકાયા

અમદાવાદ :રાજ્યમાં એક તરફ દિવાળી (Diwali 2019) નો માહોલ, તો બીજી તરફ વરસાદી માહોલ છે. હાલ ગુજરાત (Gujarat)ના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં લોકોને દિવાળીની તૈયારીઓ સામે વરસાદ (Monsoon) નું વિધ્ન આવીને ઉભુ છે. સૌરાષ્ટ્રના અનેક પ્રાંતમાં આજે વરસાદ નોંધાયો છે. 

ક્યાં ક્યાં વરસાદ
આજે સવારથી ભાવનગર, સુરત, અમરેલી, પોરબંદર, જુનાગઢ વગેરે જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે. સુરતના વાતાવરણમાં આજે અચાનક પલટો જોવા મળ્યો હતો. જેમાં સુરતના અઠવા ગેટ, પાંડેસરા વિસ્તારમાં ઝરમર વરસાદ વરસ્યો હતો. અમરેલીના સાવરકુંડલા બાઢડા વચ્ચે ધોધમાર વરસાદ વરસી પડ્યો હતો. સાવરકુંડલાથી રાજુલા વચ્ચે વરસાદી ઝાપટું પડ્યું હતું. બાઢડા ગામથી આંબરડી સુધી વરસાદ નોંધાયો હતો. પોરબંદર જિલ્લાના માધવપુર ગામે વરસાદી માહોલ જોવા મળ્યો. જુનાગઢના કેશોદ તાલુકામાં પણ વાતાવરણમાં પલટો આવતી વરસાદી માહોલ સર્જાયો હતો. 

કમલેશ તિવારી હત્યાકાંડ: ATSએ દક્ષિણ ગુજરાતમાંથી વધુ એક શકમંદની અટકાયત કરી

ભાવનગરમાં વરસાદ
ભાવનગર જિલ્લાના મહુવા અને તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હતો. મહુવા તાલુકાના દાઠા પંથકના બોરડા, વેજોદરી, પરતાપરા, વાલાવાવ, માળવાવ, રાણીવાડા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં આજે સવારથી જ વરસાદ પડ્યો હતો. કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતાં ખેડૂતોનો ઉભો પાક નિષ્ફળ જવાનો ભય સતાવી રહ્યો છે.

ખેડૂતોને પાક બગડી જવાની ભીતિ
સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે વરસાદી માહોલ જોવા મળ્યો છે. આ માવઠાને કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. હાલ સૌરાષ્ટ્રમાં અનેક ખેડૂતોએ મગફળીનો પાક કર્યો છે. વરસાદને કારણે ઉભેલી મગફળીમાં વધુ નુકસાનીની આશંકા છે. તો કેટલાક વિસ્તારોમાં મગફળીના પાથરાઓ પલળી ગયા હતા. જો આ વાતાવરણ યથાવત રહેશે ખેડૂતોને મોટુ નુકશાન વેઠવાનો વારો આવશે. ત્યારે હાલ ખેડૂતો પ્રાર્થના કરી રહ્યાં છે કે સંકટના વાદળો જલ્દીથી હટી જાય. 

દિવાળીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે હવામાન વિભાગે નિરાશાજનક સમાચાર આપ્યા છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્ર અને કચ્છમાં દિવાળીમાં વાવાઝોડા સાથે વરસાદ આવી શકે છે. અરબી સમુદ્રમાં નવી સિસ્ટમ સક્રિય થઈ છે. જેને કારણે સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી છે. સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, જામનગર, કચ્છ, દ્વારકા, અમરેલી જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. તો દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદ વરસશે.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news