અવિશ્વાસ પ્રસ્તાવમાં વિપક્ષની હાર, પીએમ મોદીએ કહ્યું- 2024માં આવશે અમારી સરકાર

PM Modi in Loksabha Live: લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો આજે ત્રીજો દિવસ છે. સત્તા પક્ષ અને વિપક્ષના સાંસદોની ચર્ચા બાદ હવે પીએમ મોદી ચર્ચાનો જવાબ આપી રહ્યાં છે. 

અવિશ્વાસ પ્રસ્તાવમાં વિપક્ષની હાર, પીએમ મોદીએ કહ્યું- 2024માં આવશે અમારી સરકાર

નવી દિલ્હીઃ Parliament Monsoon Session Live Updates: મોદી સરકાર દ્વારા વિપક્ષ તરફથી લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જવાબ આપી રહ્યાં છે. લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો આજે ત્રીજો દિવસ છે. આ દરમિયાન રાહુલ ગાંધી, અમિત શાહ, ગૌરવ ગોગોઈ, અધીર રંજન ચૌધરી સહિત સત્તાપક્ષ અને વિપક્ષના નેતાઓએ પોતાની વાત રાખી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીના ભાષણ બાદ ગૃહમાં વિપક્ષનો અવિશ્વાસનો પ્રસ્તાવ ધ્વની મતની મદદથી ફગાવી દેવામાં આવ્યો હતો. 

લોકસભામાં પીએમ મોદીનું સંબોધન

પૂર્વોત્તર અમારા માટે જિગરનો ટુકડો છેઃ પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યુ કે કોંગ્રેસનું શાસન પૂર્વોત્તરની દરેક સમસ્યાનું મૂળ છે. પૂર્વ પીએમ નેહરૂએ નક્કી કર્યું કે પૂર્વોત્તર રાજ્યમાં કોઈ વિકાસ ન થાય. પૂર્વોત્તર અમારા માટે જિગરનો ટૂકડો છે. 

મણિપુર પર પીએમ મોદીનું નિવેદન
મણિપુર પર પીએમ મોદીએ કહ્યુ કે અમિત શાહે ગઈકાલે ગૃહમાં મણિપુર પર વિસ્તારથી વાત કરી. મણિપુર પર ચર્ચાથી વિપક્ષ ભાગી રહ્યો છે. અમે ચર્ચાની વાત કહી. જલદી મણિપુરમાં શાંતિનો સૂરજ ઉગશે. દેશ મણિપુરની માતા-બહેનો સાથે છે. 

વિપક્ષના વોકઆઉટ પર પીએમનો પ્રહાર
વિપક્ષી સાંસદોના વોકઆઉટ કરવા પર પીએમ મોદીએ કહ્યુ કે આ લોકોનું આ કામ છે. અપશબ્દ બોલો અને ભાગી જાવ. અસ્તય બોલો અને ભાગી જાવ. વિપક્ષમાં સાંભળવાનું ધૈર્ય નથી. 

પીએમ મોદીના સંબોધનની મુખ્ય વાતો

1. વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ અમારા માટે શુભ છે. વિપક્ષ પર રાજનીતિ હાવી થઈ રહી છે. જનતાએ વિપક્ષ પર પુરી તાકાતથી અવિશ્વાસ વ્યક્ત કર્યો છે.

2. વિપક્ષ માટે રાજનીતિ પ્રથમ છે. આ જ કારણ છે કે ભાજપ અને એનડીએને પહેલા કરતા વધુ સીટો મળી છે. વિપક્ષ સત્તા માટે ભૂખ્યો છે.

3. વિપક્ષને દેશના યુવાનોની પરવા નથી. વિપક્ષ માત્ર સત્તાનો લાલચુ છે. વિપક્ષને પ્રજાના કલ્યાણમાં કોઈ રસ નથી.

4. એક કટ્ટર ભ્રષ્ટ મિત્રની સલાહ પર વિપક્ષ ગૃહમાં આવ્યો. 5 વર્ષમાં પણ વિપક્ષ તૈયાર નથી આવ્યો. વિપક્ષ દ્વારા ફિલ્ડીંગ ભરવામાં આવી હતી અને શાસક પક્ષ દ્વારા ચોગ્ગા અને છગ્ગા ફટકારવામાં આવ્યા હતા.

5. વિરોધ પક્ષના મિત્રોને છાપવાની ઈચ્છા હોય છે. જેમના ચોપડા અને હિસાબ બગડ્યા છે તેઓ અમારી પાસે હિસાબ માંગી રહ્યા છે. વિપક્ષે દેશને માત્ર નિરાશા જ આપી છે.

6. આ વખતે અધીર બાબુને બોલવાની તક આપવામાં આવી ન હતી. અધીર રંજન ગોળનું ગોબર બનાવવામાં નિષ્ણાત છે. કોંગ્રેસ વારંવાર અધીર બાબુનું અપમાન કરે છે. અધીર બાબુ પ્રત્યે મારી સંવેદના. કોંગ્રેસ અધીર બાબુને વારંવાર બાજુ પર રાખે છે.

7. આ સમયગાળો ભારતના દરેક સપનાને પૂરો કરવાનો છે. ભારત માટે આ મહત્વપૂર્ણ સમય છે. નવી ઉર્જા, નવા ઉત્સાહ અને નવા સંકલ્પનો સમયગાળો છે. આ સમયગાળાની અસર આવનારા હજાર વર્ષ સુધી રહેશે.

8. સખત મહેનતથી દેશ નવી ઉંચાઈઓ પર પહોંચશે. આપણે આપણા યુવાનો પર વિશ્વાસ રાખવો જોઈએ. ભારતના યુવાનોને તેમના સપના સાકાર કરવાની તક પૂરી પાડવા માટે દરેક પ્રયાસ કરવામાં આવ્યા છે. યુવાનોને કૌભાંડમુક્ત સરકાર આપી છે.

9. 2014 માં 30 વર્ષ પછી પૂર્ણ બહુમતી સાથે સરકાર રચાઈ. ત્યારબાદ 2019માં પણ સેવા કરવાનો મોકો મળ્યો. ત્યારબાદ ફરી એકવાર દેશને નવી ઊંચાઈએ લઈ ગયો.

10. કેટલાક લોકો વિદેશમાં દેશ વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યા છે. વિદેશમાં દેશની પ્રતિષ્ઠાને કલંકિત કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. વિપક્ષ ભારતની સારી વાતો સાંભળવા તૈયાર નથી.

'આ INDIA નહીં ઘમંડી ગઠબંધન, દરેક વરરાજા બનવા ઈચ્છે છે...'
આ ઈન્ડિયા ગઠબંધન નહીં, ઘમંડી ગઠબંધન. તેની જાનમાં દરેક વરરાજા બનવા ઈચ્છે છે. દરેક પ્રધાનંમત્રી બનવા ઈચ્છે છે. આ ગઠબંધને તે પણ ન વિચાર્યું કે ક્યા રાજ્યમાં તમારૂ કોની સાથે કેવું કનેક્શન છે. 

— ANI (@ANI) August 10, 2023

ભારત દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે
પીએમ મોદીએ કહ્યુ કે વિપક્ષે બેન્કો, એયરોસ્પેસ ફર્મ એચએએલ અને વીમા કંપની એલઆઈસીની ટીકા કરી અને કહ્યું કે તે ડૂબી રહ્યાં છે. બધા પહેલા કરતા સારૂ કરી રહ્યાં છે અને નવી ઊંચાઈઓ પર પહોંચી રહી છે. અમારા ત્રીજા કાર્યકાળમાં ભારત દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે.

મોદી તારી કબર ખોદાશે... વિપક્ષનો ફેવરેટ નારો
મોદીએ કહ્યુ કે વિપક્ષી પાર્ટીઓ દિવસ-રાત તેમને ટાર્ગેટ કરે છે. તેમનો ફેવરેટ ડાયલોગ છે કે મોદી તેરી કબ્ર ખુદેગી. પરંતુ હું તેના અપશબ્દોને ટોનિક બનાવી લઉ છું. 

પીએમ મોદીએ ગણાવી સરકારની સિદ્ધિઓ
પીએમ મોદીએ કહ્યું કે નીતિ આયોગના રિપોર્ટ અનુસાર ભારતમાં છેલ્લા પાંચ વર્ષમાં 13.5 કરોડ લોકોએ ગરીબી દૂર કરી છે. IMFએ પોતાના વર્કિંગ પેપરમાં લખ્યું છે કે ભારતે અત્યંત ગરીબીને લગભગ દૂર કરી દીધી છે. 2014 માં, પૂર્ણ બહુમતીવાળી સરકાર ત્રણ દાયકા પછી આવી અને 2019 માં અમને અમારા ટ્રેક રેકોર્ડને કારણે મોટો જનાદેશ મળ્યો. WHOએ સ્વચ્છ ભારત અભિયાનનું વિશ્લેષણ કર્યું અને કહ્યું કે તેનાથી ત્રણ લાખ લોકોના જીવ બચાવવામાં મદદ મળી છે.

— ANI (@ANI) August 10, 2023

રેકોર્ડ વિદેશી રોકાણ આવી રહ્યું છેઃ પીએમ 
પીએમ મોદીએ કહ્યુ કે હજુ પણ કેટલાક લોકો પ્રયાસ કરી રહ્યાં છે કે દેશની છબી પર દાગ લાગી જાય. પરંતુ વિશ્વનો વિશ્વાસ સતત વધી રહ્યો છે. ચારે તરફ સંભાવના જ સંભાવના છે. આ વચ્ચે વિપક્ષે શું કર્યું. તેમણે જનતાનો વિશ્વાસ તોડવાનો પ્રયાસ કર્યો. રેકોર્ડ વિદેશી રોકાણ આવી રહ્યું છે. આ સમયે આપણું ધ્યાન દેશના વિકાસ પર હોવું જોઈએ. આ સમયની માંગ છે. 21મી સદીનો સમય ભારતના દરેક સપનાને સાકાર કરવાનો છે. 

ગોળને ગોબર કઈ રીતે કરવો છે... અધીર રંજન પર પીએમનો પ્રહાર
મોદીએ કહ્યું કે વિપક્ષે દેશને નિરાશા સિવાય કશું આપ્યું નથી. મોદીએ કહ્યું કે જેમના પોતાના ખાતા બગડી ગયા છે, તેઓ પણ અમારી પાસે તેમના હિસાબ માંગી રહ્યા છે. મોદીએ કહ્યું કે આ પ્રસ્તાવમાં કેટલીક વિચિત્ર બાબતો જોવા મળી છે. વક્તાની યાદીમાં સૌથી મોટી વિપક્ષી પાર્ટીના નેતાનું નામ નથી. 1999માં વાજપેયી સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ આવ્યો. તે સમયે શરદ પવાર આગેવાન હતા. તેણે ચર્ચા શરૂ કરી. 2003માં અટલજીની સરકાર હતી. ત્યારે સોનિયા ગાંધી વિપક્ષના નેતા હતા. તેણે અવિશ્વાસની દરખાસ્ત મૂકી. 2018 માં, ખડગેજી વિપક્ષના નેતા હતા, તેમણે પ્રસ્તાવ મૂક્યો હતો. પરંતુ આ વખતે અધીર બાબુ (રંજન) સાથે શું થયું. તેમને બોલવાની તક આપવામાં આવી ન હતી. જ્યારે અમિત ભાઈ (શાહ)એ પૂછ્યું ત્યારે તેમને તક આપવામાં આવી. પરંતુ તે ગોળનું છાણ કેવી રીતે બનાવવું તેમાં નિષ્ણાત છે.

.... વિપક્ષ નો બોલ પર નો બોલ ફેંકે છે
પીએમ મોદીએ વિપક્ષ પર કટાક્ષ કર્યો. તેમણે કહ્યું કે અવિશ્વાસ પ્રસ્તાવ પર વિપક્ષે યોગ્ય ચર્ચા ન કરી. મોદીએ કહ્યુ કે ફીલ્ડિંગ વિપક્ષે સેટ કરી, ચોગ્ગા છગ્ગા અહીંથી (સરકાર તરફથી) લાગ્યા. વિપક્ષ અવિશ્વાસ પ્રસ્તાવ પર નો-બોલ પર નો-બોલ કરી રહ્યો છે. જ્યારે સરકાર તરફથી સદી ફટકારવામાં આવી રહી છે. 

— ANI (@ANI) August 10, 2023

તમે તૈયારી કરી કેમ નથી આવતાઃ પીએમ
પીએમ મોદીએ કહ્યું કે કટ્ટર ભ્રષ્ટ માટે વિપક્ષ એક થયો છે. મેં તમને 5 વર્ષ આપ્યા પણ તમે કોઈ તૈયારી ન કરી. વિપક્ષ પર સત્તાની ભૂખ સવાર છે. તમે તૈયારી કરી કેમ આવતા નથી. 

PM Modi Live: પીએમ મોદીનો જવાબ
લોકસભામાં પીએમ મોદીએ કહ્યું કે આજે હું જોઈ શકુ છું કે તમે (વિપક્ષે) એ નક્કી કરી લીધુ છે કે એનડીએ અને ભાજપ લોકોના આશીર્વાદથી પાછલા બધા રેકોર્ડ તોડતા શાનદાર જીતની સાથે પરત આવશે. 

અવિશ્વાસ પ્રસ્તાવ અમારો નહીં, વિપક્ષનો ફ્લોર ટેસ્ટઃ પીએમ મોદી
દેશની જનતાએ વારંવાર અમારી સરકારમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ માટે દેશની જનતાનો આભાર. કહેવાય છે કે ભગવાન બહુ દયાળુ છે. તે એક યા બીજા માધ્યમથી ઈચ્છાઓ પૂરી કરે છે. ભગવાને વિપક્ષને અવિશ્વાસની દરખાસ્ત લાવવાનું સૂચન કર્યું તે હું ભગવાનનો આશીર્વાદ માનું છું. 2018માં પણ ભગવાનનો આદેશ હતો કે વિપક્ષ આવો પ્રસ્તાવ લઈને આવ્યો. પ્રસ્તાવ એ અમારી સરકારનો ફ્લોર ટેસ્ટ નથી, વિપક્ષનો ફ્લોર ટેસ્ટ છે. એક રીતે જોઈએ તો વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ આપણા માટે શુભ છે.
 

— ANI (@ANI) August 10, 2023

દેશની જનતાનો આભારઃ પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યુ કે દેશની જનતાએ અમારી સરકાર પર વારંવાર વિશ્વાસ વ્યક્ત કર્યો છે, હું તે માટે તેનો આભાર માનુ છું. અવિશ્વાસ પ્રસ્તાવ ઈશ્વરનો આશીર્વાદ છે. 

 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news